મહાન વિજ્ઞાનિક આઈઝેક ન્યુટન જન્મ ઈ. સ. 1642 માં નાતાલના દિવસ થયો હતો. કિશોર વયમાં જ પથ્થરનું સુયૅ ધડિયાર, પાણીથી ચાલતું ધડિયાર પવનચકકીનું મોડેલ વગેરે વસ્તું ઓ બનાવતા. સ્નાતક થયા પછી તેમણે સૈપ્રથમ ગણિત ક્ષેત્રે બાઈનોમિયલ' થિયરમ` ની શોધ કરી. પરાવતૅન અરિસાનો ઉપયોગ કરી તેમણે દુરબીન બનાવ્યું. ન્યુટને ગુરુત્વાકર્ષણ નો સિદ્ધાંત સ્થાપિત કરી સમજાવ્યું કે, પ્રત્યેક વસ્તું બીજી વસ્તુને તેના અંતર અને વજન પ્રમાણે આકષિૅત કરે છે. ઉપરાંત ટેલિસ્કોપની રચના, કેલ્કયુલસ અંગેનો સિદ્ધાંત વગેરે શોધ એ ન્યુટન ને અમર ખ્યાતિ બક્ષી છા. તેમને `સર`નો ઈલકાબ એનાયત થયો હતો. તા. 20-3-1727 ના રોજ ન્યુટન દેહાવસાન પામ્યા. મૃત્યુ પહેલાં ન્યુટને નોંધ કરી હતી કે! હું મારી જાત ને સમુદ્ર કિનારે રમતો નાનો બાળક સમજું છું. સુંદર છીપલા અને કાંકરા વીણવા હું અહીંતહીં ફાંફાં મારુ છું. તે વખતે વણશોધાયેલો સત્યનો મહાસાગર મારી સામે પડ્યો છે.
પહેલાં ના સમયમાં લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે.
Comments