Skip to main content

Posts

Showing posts from October, 2022

Happy diwali 💥💥💥

  આવતી કાલ થી શરૂ થતું દિવાળી નુ શુભ પર્વ આપના જીવનમાં અગિયારસ થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે ,  વાઘબારસથી પ્રગતિના દ્વાર ખૂલે ,  ધન તેરસથી સુદ્ધ ધન પ્રાપ્ત થાય ,  કાળી ચૌદશ થી જીવનમાં કલહ દૂર થાય ,  દિવાળી થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે ,  “ નૂતન વર્ષ થી જીવન નવ પલ્લવિત થાય ,  ભાઈબીજ થી ભાઇ બેનની પ્રીતિ વધે ,   ત્રીજ  થી ત્રેવડ વધે , ચોથ થી ચતુરાઈ વધે ,   લાભપાંચમ થી પાંચ પરમેશ્વરની પરમ કૃપા વર્ષે જેનાથી આખું વર્ષ સુખ ,  શાંતિ સમૃદ્ધિ , સહકાર અને સુયોગસભર નીવડે તે માટે પ્રાર્થના સહ હાર્દિક શુભ કામના પાઠવું છું .

વ્હાલી દીકરી યોજના દીકરી વહાલનો દરિયો.

 * ▪️વ્હાલી દીકરી યોજના* દીકરી વહાલનો દરિયો.  *💸૧,૧૦,૦૦૦ રૂપિયાની સહાય* *❓શુ લાભ મળશે* *❓કોને લાભ મળશે* *❓યોજનાનો લાભ ક્યાંથી મળશે* *⤵️યોજના ની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક ઓપન કરો* 🔗🔗 https://www.4gojas.com/2020/07/vhali-dikri-yojna-full-detail-budget.html *👏🏻જરૂરિયાત સુધી પહોંચાડો*

Survey for iti trainees

  https://imsva91-ctp.trendmicro.com/wis/clicktime/v1/query?url=https%3a%2f%2fforms.office.com%2fr%2f5wPx6ykUt9&umid=616B75B3-EAC1-3105-8737-970E87325FC0&auth=777990cd74cc620430ea9ccd0417e323e70695df-a8419c206a3a321ee115d8134c1400eda891a08b

વર્તમાન રાજકારણમાં નરેન્દ્ર મોદી સૌથી વધુ અસરકારક પ્રખર વક્તા છે.

  વર્તમાન રાજકારણમાં નરેન્દ્ર મોદી સૌથી વધુ અસરકારક પ્રખર વક્તા છે. image source ; SeekPNG.com નરેન્દ્ર મોદી જાહેર સભા હોય , પક્ષની બેઠક હોય કે સરકારી કાર્યક્રમ . તેઓ ક્યારેય ભાષણ નથી કરતાં , પરંતુ સામે ઉપસ્થિત મેદની સાથે વાર્તાલાપ કરે છે . ભાષણ શબ્દ જ તેમને અરુચિકર લાગે છે અને આ વાર્તાલાપની ભાષા તેમની આગવી ઓળખ બની ગઈ છે . કેટલાક લોકો તેમને બોલવામાં પહોંચી શકે તેમ નથી એ લોકો ટીકા કરે છે કે મોદી સંમોહન વિદ્યા ભણે છે અને માટે તેમને સાંભળનારા સૌ કોઈ તેમાં મોહિત થઈ જાય છે .  વાસ્તવિકતા એ છે કે , મોદી શ્રેષ્ઠ વક્તા છે . ગુજરાતના ગામેગામ અને દેશના તમામ રાજ્યોના પ્રવાસ , અનેક પ્રકારના લોકો સાથેની વાતચીત કરવાથી તેમની પાસે પ્રજાજીવનનો વ્યાપક અનુભવ છે . પ્રજા શું ઇચ્છે છે ? પ્રજાના પ્રશ્નો શું છે ? દેશની પ્રજાની માનસિકતા કેવી છે , ધર્મ અને રીતરિવાજો , શ્રમ અને આળસની પ્રકૃતિ , કયા વર્ગમાં કેવી કુટેવો , કુરિવાજો , આદતો વગેરેને જાણે છે .  પક્ષમાં કાર્યકરોની માનસિકતા સત્તામાં મંત્રીઓની માનસિકતા , કર્મચારી , અધિકારી , ડૉક્ટર કે શિક્ષકની માનસિકતા કેવી હોય છે એ બધું જ તેમણે સંઘ - ભાજપમાં સં

નવરાત્રી ઉત્સવની હાર્દિક શુભકામના......

 સર્વે મિત્રોને નવરાત્રી ઉત્સવની હાર્દિક શુભકામના...... નવરાત્રી (નવરાત્ર)માં આદ્યશક્તિની પૂજા-ઉપાસના કરવામા આવે છે. નવરાત્રી એટલે નવ રાત અને દસ દિવસ દરમિયાન આદ્યશક્તિના દુર્ગા, ભદ્રકાલી, જગદંબા(અંબા), અન્નપૂર્ણા, સર્વમંગલા, ભૈરવી, ચંડી, લલિતા, ભવાની અને મોકામ્બિકા નામે જુદાજુદા નવ સ્વરૂપની ઉમંગ-ઉત્સાહથી પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પહેલે દિવસે ઘટસ્થાપન સાથે માતાજીનું આવાહન અને પૂજા થાય છે, ઘટસ્થાપનમાં માટીની છિદ્રોવાળી મટકી (ગરબી કે ગરબો)ને ઘરની પવિત્ર જગ્યાએ મૂકવામાં આવે તેને ઘટસ્થાપન કહે છે. ગરબામાં નવ દિવસ અખંડ દીવો પ્રગટાવેલો રાખતા તેને સૃષ્ટિનું પ્રતીક માનવામાં આવે છે. અખંડ દીવા થકી તેજ સ્વરૂપ આદિશક્તિની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ ઉપવાસ, એકટાણાં, અનુષ્ઠાન, નામજાપ, હોમ-હવન અને વ્રતનું ખાસ મહત્વ છે. પ્રથમ દિવસે ઘટસ્થાપન અને આઠમ કે નોમને દિવસે માતાજીને નૈવેદ્ય ધરાવી કુમારિકાઓને ભોજન કરાવવામાં આવે છે. હિંદુ શાસ્ત્રોમાં વસંત (ચૈત્ર)  નવરાત્રી, ગુપ્ત (અષાઢ) નવરાત્રી, શરદ (આસો) નવરાત્રી, પુષ્ય (પોષ) નવરાત્રી અને વૈકલ્પિક (માઘ) નવરાત્રીનો મહિમા છે. નવરાત્રી દેવી

અસત્ય પર સત્યનો વિજય એટલે દશહરા....

  અસત્ય પર સત્યનો વિજય એટલે દશહરા.... લેખક : જયંતિભાઈ આહીર દસ મસ્તક ધારી લંકાપતિ રાવણનો આ દિવસે ભગવાન શ્રીરામે વધ કરતા તેની યાદમાં વિજયાદશમી ઉજવાય છે. હકીકતમાં રાવણના દસ માથા એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ (અહંકાર), મત્સર (ઇર્ષા), આશા, તૃષ્ણા, ભય  અને  શોક રૂપી દસ દોષો હતા, જેનાથી શ્રીરામે તેને મુક્ત કર્યો હતો. એ સાથે મા ભગવતીના દસમા સ્વરૂપ ‘વિજયા’ના નામે પણ ‘વિજયાદશમી’ની ઉજવણી થાય છે. આસો સુદ દશમીથી વિજય કાળનો પ્રારંભ થતો હોય આ દિવસે કોઈપણ કાર્યનો મુહુર્ત જોયા વગર આરંભ કરતા તેમાં અવશ્ય સફળતા મળે છે, આમ સર્વકાર્ય સિદ્ધિયોગને કારણે આ દિવસનું ખાસ મહત્વ છે. વિજયાદશમીના દિવસે પાંડવોએ ગુપ્તવાસ પૂરો કરતા શમી વૃક્ષ પરથી હથિયારો લઈ કૌરવ સેનાને હરાવતા આ દિવસે શમીની પૂજા થાય છે.   દશેરાના શમી સાથે શસ્ત્રો, વાહનો, આજીવિકાના સાધનો વગેરેની પૂજાનું ખાસ મહત્વ છે.