વર્તમાન રાજકારણમાં નરેન્દ્ર મોદી સૌથી વધુ અસરકારક પ્રખર વક્તા છે.
image source ; SeekPNG.com |
નરેન્દ્ર મોદી જાહેર સભા હોય , પક્ષની બેઠક હોય કે સરકારી કાર્યક્રમ . તેઓ ક્યારેય ભાષણ નથી કરતાં , પરંતુ સામે ઉપસ્થિત મેદની સાથે વાર્તાલાપ કરે છે . ભાષણ શબ્દ જ તેમને અરુચિકર લાગે છે અને આ વાર્તાલાપની ભાષા તેમની આગવી ઓળખ બની ગઈ છે . કેટલાક લોકો તેમને બોલવામાં પહોંચી શકે તેમ નથી એ લોકો ટીકા કરે છે કે મોદી સંમોહન વિદ્યા ભણે છે અને માટે તેમને સાંભળનારા સૌ કોઈ તેમાં મોહિત થઈ જાય છે .
વાસ્તવિકતા એ છે કે , મોદી શ્રેષ્ઠ વક્તા છે . ગુજરાતના ગામેગામ અને દેશના તમામ રાજ્યોના પ્રવાસ , અનેક પ્રકારના લોકો સાથેની વાતચીત કરવાથી તેમની પાસે પ્રજાજીવનનો વ્યાપક અનુભવ છે . પ્રજા શું ઇચ્છે છે ? પ્રજાના પ્રશ્નો શું છે ? દેશની પ્રજાની માનસિકતા કેવી છે , ધર્મ અને રીતરિવાજો , શ્રમ અને આળસની પ્રકૃતિ , કયા વર્ગમાં કેવી કુટેવો , કુરિવાજો , આદતો વગેરેને જાણે છે .
પક્ષમાં કાર્યકરોની માનસિકતા સત્તામાં મંત્રીઓની માનસિકતા , કર્મચારી , અધિકારી , ડૉક્ટર કે શિક્ષકની માનસિકતા કેવી હોય છે એ બધું જ તેમણે સંઘ - ભાજપમાં સંગઠક તરીકે જોયું અને અનુભવ્યું છે . આ અનુભવના આધારે પોતે સત્તાના કેન્દ્રમાં આવ્યા પછી શું કરી શકાય તેનો નિચોડ પ્રજા સમક્ષ રજૂ કરે છે અને તેને વ્યાપક આવકાર મળે છે .
માત્ર સભામાં જ નહીં , પાંચ પ્રતિનિધિઓનું મંડળ મુલાકાતે જાય છે , ત્યારે તેઓ પણ મોદીના વિચારો અને તેને રજૂ કરવાની આગવી શૈલીથી અંજાઈ જાય છે . એક સામાન્ય પરિવારમાંથી આવેલા નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદ પ્રાપ્તિ સુધીમાં તેમની આ આવડતનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે .
Comments