Skip to main content

Posts

Showing posts from July, 2021

જયા પાર્વતી વ્રત શરૂ કરવા ની વિધિ અને વાર્તા

જયા પાર્વતી વ્રત શરૂ કરવા ની વિધિ અને વાર્તા  આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસથી કરીને  અષાઢ વદ ત્રીજના દિવસે પૂર્ણ કરાય છે , ઓછામાં ઓછું પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે , અને શક્ય હોય તો  જયાં સુધી આ વ્રત થઈ શકે ( દશ વર્ષ , વીસ વર્ષ , ત્રીસ વર્ષ ) ત્યાં સુધી આ વ્રત કરવું . વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને શંકર - પાર્વતીનું પૂજન કરવાનું . ભોજનમાં ચોખા ખાવાનાં , મીઠી ચીજ ખાવાની નહીં , એટલે મિષ્ટાન , ગળ્યા પદ્યર્થો ખાવાના નહીં . બની શકે તો એકલા મગ ખાઈને આ વ્રત કરવું . વત પૂર્ણ થયે સૌભાગ્યવંતી સ્ત્રીને સૌભાગ્યને લગતા સાધનો આપવા કંકુની શીશી , કાજળની ડબ્બી , કપડાં શક્તિપ્રમાણે આપવા વ્રત ઉથાપન સમયે બ્રાહ્મણોને ભોજન કરાવવું . ) વાર્તા : પહેલાના સમયમાં એક બ્રાહ્મણ હતો . તેનું નામ વામન હતું . તે અને તેની પત્ની સાત્યા એક ગામમાં રહેતાં હતાં . આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મ પરાયણ સત્ય નિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન વિતાવતાં હતાં . વામન અને સત્યા સર્વ વાતે સુખી પણ સાવા શેર માટીની ખોટ હતી તેથી સત્યા ખૂબ દુ:ખી રહેતી હતી , અને મનમાં ને મનમાં વિચાર કરતી હતી કે ... અરે ભગવાન ! ભોળા પ

મોબાઇલ ફોનના સ્ક્રીન માટે વપરાતો ગોરિલા ગ્લાસ કેવા પ્રકારનો કાચ છે

મોબાઇલ ફોનના સ્ક્રીન માટે વપરાતો ગોરિલા ગ્લાસ કેવા પ્રકારનો કાચ છે ? આ કાચને ગોરિલા નામ અપાયાનું કારણ એ કે તેમાં અડીખમ ગોરિલા જેવા ગુણધર્મો છે . આ કાચને જલદી ઘસરકા લાગતા નથી તેમજ અછાડપછાડને લીધે તે ઘડીકમાં તૂટતો નથી . આમ છતાં સ્પર્શ પ્રત્યે સેન્સિટિવ છે , એટલે સ્માર્ટફોનના , ટેબ્લેટના કે પછી બીજા વીજાણુ સાધનના ટચસ્ક્રીન માટે વાપરી શકાય છે . ગોરિલા ગ્લાસ અમેરિકાની ખ્યાતનામ કોર્નિંગ ગ્લાસ વર્કસ  કંપનીએ આવિષ્કુત કર્યો છે . વિવિધ ખાસિયતોના કાચ બનાવવામાં તે કંપનીનો જવાબ નથી , ફાઇબર ગ્લાસની શોધ તેણે કરી , મોટરકારના વિન્ડસ્કીન માટે વપરાતો ટેમ્પર્ડ સેફ્ટી ગ્લાસ તેનું સર્જન છે , સંદેશવ્યવહાર માટેનો સર્વપ્રથમ વહેવારુ ઓપ્ટિકલ ફાઇબર તેની શોધ છે અને હબલ સ્પેસ ટેલિસ્કોપનો અરીસો પણ તેણે બનાવ્યો છે . સાદો કાચ તકલાદી હોય છે , ઉત્પાદન વખતે રો મટીરિઅલ્સમાં કેટલાક પદાર્થો ( દા.ત. બોરિક ઓક્સાઇડ ) ઉમેરીને મજબૂત કાચ તૈયાર કરી શકાય છે . કોર્નિંગ ગ્લાસ વન્સ કંપનીએ ગોરિલા ગ્લાસ બનાવવા માટે કાચના મુખ્ય કાચા માલ સિલિકામાં ( રેતીમાં ) એલ્યુમિનિયમ , સોડિયમ સિલિકોન તથા ઓક્સિજનનો ભેગ કર્યો છે . ઉત્પાદનના છેલ્લા સ્ટેજ

ટેલિવિઝન સિલિંગ ફેન , DVD પ્લેયર , મ્યુઝિક સિસ્ટમ વગેરે રિમોટ ઘણી વાર કામ ન આપે ત્યારે તેને હથેળી પર સહેજ ઠપકારો તો પાછા કેમ ચાલું થઈ જાય છે ?

 ટેલિવિઝન  સિલિંગ ફેન , DVD પ્લેયર , મ્યુઝિક સિસ્ટમ વગેરે રિમોટ  ઘણી વાર કામ ન આપે ત્યારે તેને હથેળી પર સહેજ ઠપકારો તો પાછા કેમ ચાલું થઈ જાય છે ? ટેલિવિઝનનું રિમોટ કન્ટ્રોલ ઇન્ફારેડ ( અધોરક્ત ) . LED સંકેતો મોર્સ કોડની જેમ પ્રસારિત કરે છે , પણ તે મોર્સના ( . ) ડોટ તથા ( - ) ડેશને બદલે 0 અને 1 ના ડિજિટલ સ્વરૂપના હોય છે . એક રીતે જોતાં તેમને મોર્સ કોડ જેવા ગણી પણ શકીએ , કેમ કે તેઓ અનુક્રમે ડોટની માફક ટૂંકા અને ડેશની માફક લાંબા હોય છે . ટેલિવિઝનમાં રહેલું પ્રોસેસર તેમના કોમ્બિનેશનને ઓળખી કાઢી ચોક્કસ કમાન્ડનો અમલ કરે છે . ટેલિવિઝન ઉપરાંત સિલિંગ ફેન , DVD પ્લેયર , મ્યુઝિક સિસ્ટમ વગેરે ઉપકરણોનું પણ સંચાલન કરતા યુનિવર્સલ રિમોટ કન્ટ્રોલ દરેક ઉપકરણ માટેનો ખાસ કોડ ધરાવે છે .  રિમોટ પર એ દરેકને લગતું જુદું પુશબટન હોય છે , માટે ગૂંચવાડો થતો નથી . રિમોટ કન્ટ્રોલમાં બેટરી સાથેના કોન્ટેક્ટ સામાન્ય રીતે પિત્તળના બનેલા હોય છે . હવા માંહ્યલા ઓક્સિજનના સંસર્ગમાં તે ધાતુ ઓક્સિડાઇઝ થાય છે . લોખંડને જેમ કાટ લાગે તેમ પિત્તળના કોન્ટેક્ટ પર ઓક્સાઇડનું પડ ચડે છે , એટલે વિદ્યુત સરકિટ વિક્ષેપ પામે છે . રિમોટ કન

What to do when the mind is restless? | kalpesh Chavda મન અશાંત હોય ત્યારે શું કરવું?

મન અશાંત હોય ત્યારે શું કરવું ?  મન જ્યારે નબળું પડે ત્યારે કોઇપણ પરીસ્થિતીની અસર આપણાં મન પર પડે છે .  તમે પોતાના લોકો માટે ચિંતા અનુભવતા હોવ ત્યારે તમને સતત વિચારો આવ્યા કરતાં હોય છે . મન સતત ડામાડોળ રહ્યા કરતું હોય છે . સતત એવો આભાસ થયા કરે કે કંઇક અજુગતું બની જશે તો . આ બધા જ વિચાર નકારાત્મકતા સર્જવાની સાથે સાથે માણસને માનસિક અને શારીરિક બંને અસર કરે છે . મનની સ્થિતિ નાજુક ક્યારે બનતી હોય છે ? અને તેમાં યોગ શું ઉપયોગી થઇ શકે તે વિશે જાણીએ . આપણું મન સતત ભૂતકાળના વિચારો કરે છે . માનો કે આપણને કોઇ ઇન્દ્રિયોના સુખ નથી મળ્યું હોતું ત્યારે મન તેનું સતત ચિંતન કર્યા કરે છે . આપણું મન ભવિષ્યના પણ વિચારો કર્યા કરે છે અને ભવિષ્યના વિચાર કરી ચિંતાગ્રસ્ત અને ભયભીત રહે છે . આપણું મન જો સાત્વિક હોય તો તેમાં સતત ઉચ્ચ વિચાર અને લાગણીઓ જેમ કે દયા , પ્રેમ , ક્ષમા , કરુણા , દાન , પરોપકાર , સેવા દેશભક્તિ , સમાજસેવા વગેરેમાં વ્યસ્ત રહેશે , પણ સાત્વિક મન ઘણીવાર બહુ ચિંતાળુ હોય છે , જે વ્યક્તિની માનસિક શાંતિને હણી શકે છે . જો આપણું મન રાજસિક કે તામસિક હશે તો તેમાં કામ , ક્રોધ , લોભ , મોહ , કાવાદાવા , વેર

Central Processing Unit | kalpesh Chavda સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ( CPU )

સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ( CPU ) : નાનકડું માઇક્રોપ્રોસેસર એ જ માઇકો કબ્યુટરનું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ આ માઇક્રોપ્રોસેસર એ જ કમ્યુટરનો આત્મા , જેને માનવીના મગજ ની સાથે સરખાવી શકાય . કમ્યુટરને બધી જ કામગીરીનું સંચાલન CPU દ્વારા થાય છે . CPU એ સિલિકોનની નાનકડી ચિપ ( chip ) છે ,  જેમાં કમ્યુટરના સરકિટ્સ સમાયેલાં છે . 1980 ના દાયકામાં 80286 , 80386 , 80486 માઇક્રોપ્રોસેસર ચિપ વપરાતી હતી . ત્યારબાદ 80586 એટલે કે પેન્ટિયમ પ્રોસેસર આવ્યાં . અત્યારે પેન્ટિયમ- II તથા પેન્ટિયમ- II પ્રોસેસર વપરાય છે . દરેક ચિપની ઝડપ અલગ અલગ હોય છે . દા . ત . , 80486 ચિપની ઝડપ 100 MHz , પેન્ટિયમ- II ચિપની ઝડપ 200 MHz . MHz એટલે MegaHertz - ઝડપ માપવા માટેનો એકમ . 200 MHz ની ઝડપવાળી ચિપમાંની ઘડિયાળ ( clock ) એક સેકન્ડમાં 200 મિલિયન ( 200 x દસ લાખ ) વખત ટિક ( tick ) કરે છે ને દરેક ‘ ટિક ’ વખતે એક કામગીરી પૂરી થાય છે . આમ , 200 MHz ઝડપવાળી ચિપ એક સેકન્ડમાં 20 કરોડ ( 200 મિલિયન ) કામગીરી કરે છે .  કમ્યુટરની કૅબિનેટમાં મધરબોર્ડ પર CPU હોય છે . જેના આધારે આપણે જાણી શકીએ કે આપેલું કયૂટર પેન્ટિયમ P - I કે P - III પ્રક

બલ્બ ની બનાવટમાં પક્ષીઓના ઇંડાંનો સિદ્ધાંત !

 બલ્બ ની બનાવટમાં પક્ષીઓના ઇંડાંનો સિદ્ધાંત ! બલ્બ બનાવવો એ એક જટિલ કાર્ય છે જે ફેકટરીમાં ઓટોમેટિક મશીન દ્વારા થાય છે . અત્યંત ઉચ્ચ તાપમાન પર પીગળેલી કાચની રિબન જેવી . શીટને બલ્બના બીબામાં ઢાળવામાં આવે છે . તે બલૂનની જેમ ફૂલે છે . આમ તૈયાર થાય છે બલ્બનું કાચનું ખોખું . હવે આવે તેની અંદરના ફિલામેન્ટ . ટંગ્ટન નામની એક ભારે ધાતુના એક મિલિમિટરના 100 મા ભાગ જેટલા તારનું ગૂંચળું તેમાં મૂકવામાં આવે છે . આ ધાતુ વધારે રેઝિસ્ટન્સ ધરાવે છે . આ ગૂંચળાને એક ધાતુની દાંડી પર મૂકવામાં આવે છે . દાંડીના બહારના છેડાને બલ્બની ઉપર મૂકેલા ભાગ સાથે જોડવામાં આવે છે . જયારે આ દાંડી અને તારના ગૂંચળાને બલ્બમાં ઉતારવામાં આવે છે ત્યારે ગોળામાંથી ઓક્સિજન કાઢી નાખવામાં આવે છે . પછી બલ્બમાં ઓરગન નાઇટ્રોજનનું મિશ્રણ ભરવામાં આવે છે . પછી બબને સીલ કરી તેની ઉપર કેપ લગાવવામાં આવે છે . આધુનિક ફેકટરીમાં થોડી મિનિટોમાં જ ત્રીસેક જેટલા બલ્બ બને છે . દરેક બલ્બ 1,000 ક્લાક સુધી પ્રકાશ આપે છે . અંદર મૂકેલા તારના ગૂંચળાનું કનેકશન છૂટી જાય છે અને અંતે બલ્બ ચાલતો બંધ થઈ જાય છે . ઇલેક્ટ્રિક બલ્બનો કાચ આ કાગળથી ( જે તમારા હાથમાં છે

એક્ટિવિટી ખાનપાન અને નવું શીખવાથી યાદશક્તિ મજબૂત થાય છે : સંશોધન

 એક્ટિવિટી ખાનપાન અને નવું શીખવાથી યાદશક્તિ મજબૂત થાય છે : સંશોધન  યાદશક્તિને ઘણી સરળ રીતથી સુધારી શકાય છે . અમેરિકાનાં લુથરવિલે , મેરીલેન્ડ મેમોસિન ન્યૂરોલોજી ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન , ડો . માજીદ હોતુહીએ સ્મરણશક્તિ સારી બનાવવા સંશોધન પર આધારિક કેટલાક ઉપાયો જણાવ્યો છે . ક્રિયતા વધારો- શારીરિક ગતિવિધિથી મગજને સુરક્ષિત રાખવામાં સહાયતા મળે છે . શીખવાથી તેનો વિકાસ થાય છે . સામાજિક તાલમેલથી તે ઝડપથી ચાલે છે . ડો . ફોતુહી વધુ સક્રિયતાની ભલામણ કરે છે . કાંઈક નવું શીખો - એક અભ્યાસમાં જાણવા મળ્યું કે , અમેરિકામાં જીપીએસ સિસ્ટમ આવ્યા પહેલા ટેક્સી ડ્રાઈવરોને અમેરિકામાં  શહેરના રસ્તાઓ અને ટ્રાફિક પેટર્ન સમજાવવી પડકારપૂર્ણ કામ હતું . તે કારણે સ્થાનોની યાદો સાથે જોડાયેલા તેમના મગજના ભાગનો વિકાસ વધુ થયો . તે માટે નવું શીખવાથી મગજનો વિકાસ થાય છે . ખાનપાન ડો . ફોતુહી કહે છે કે , ડીએચએ અને ઈપીએ મોલેક્યુલ્સ મગજમાં લોહીને પ્રભાવ વધારે છે . તે ન્યૂરોન્સની જાળવણી કરે છે . ઓમેગા 3 ફેટ એસિડમાં ડીએસએ , ઈપીએ મળે છે . રિસર્ચથી જાણવા મળ્યું છે ઓમેગા -3 ફેટ એસિડ મગજનાં વિચાર - સમજની ક્ષમતા નીચે આવવાની ગતિ ધીમી કર