આ કાચને ગોરિલા નામ અપાયાનું કારણ એ કે તેમાં અડીખમ ગોરિલા જેવા ગુણધર્મો છે . આ કાચને જલદી ઘસરકા લાગતા નથી તેમજ અછાડપછાડને લીધે તે ઘડીકમાં તૂટતો નથી . આમ છતાં સ્પર્શ પ્રત્યે સેન્સિટિવ છે , એટલે સ્માર્ટફોનના , ટેબ્લેટના કે પછી બીજા વીજાણુ સાધનના ટચસ્ક્રીન માટે વાપરી શકાય છે . ગોરિલા ગ્લાસ અમેરિકાની ખ્યાતનામ કોર્નિંગ ગ્લાસ વર્કસ કંપનીએ આવિષ્કુત કર્યો છે . વિવિધ ખાસિયતોના કાચ બનાવવામાં તે કંપનીનો જવાબ નથી , ફાઇબર ગ્લાસની શોધ તેણે કરી , મોટરકારના વિન્ડસ્કીન માટે વપરાતો ટેમ્પર્ડ સેફ્ટી ગ્લાસ તેનું સર્જન છે , સંદેશવ્યવહાર માટેનો સર્વપ્રથમ વહેવારુ ઓપ્ટિકલ ફાઇબર તેની શોધ છે અને હબલ સ્પેસ ટેલિસ્કોપનો અરીસો પણ તેણે બનાવ્યો છે . સાદો કાચ તકલાદી હોય છે , ઉત્પાદન વખતે રો મટીરિઅલ્સમાં કેટલાક પદાર્થો ( દા.ત. બોરિક ઓક્સાઇડ ) ઉમેરીને મજબૂત કાચ તૈયાર કરી શકાય છે . કોર્નિંગ ગ્લાસ વન્સ કંપનીએ ગોરિલા ગ્લાસ બનાવવા માટે કાચના મુખ્ય કાચા માલ સિલિકામાં ( રેતીમાં ) એલ્યુમિનિયમ , સોડિયમ સિલિકોન તથા ઓક્સિજનનો ભેગ કર્યો છે . ઉત્પાદનના છેલ્લા સ્ટેજે તેને પોટેશિયમમાં તરબોળ કર્યો છે .
આ છેલ્લી પ્રક્રિયા દરમ્યાન સોડિયમ ions / આયનોના સ્થાને જરા વધુ ભારે એવા પોટેશિયમ આયનો ગોઠવાય , એટલે કાચ આપોઆપ કસોકસ રીતે સંકોચન પામીને (ગોરિલા જેવો ) એકદમ મજબૂત બન્યો છે . કોર્નિગ કંપનીનો સોલિડ છતાં સેન્સિટિવ ગોરિલા ગ્લાસ આજે સ્માર્ટફોન , ટેબ્લેટ , LCD TV , Caball GPS રિસીવર વટેબ્લેટ , વગેરે ચીજોમાં વપરાય છે.
Comments