Skip to main content

Posts

Showing posts with the label spirituality

પ્રાણદાતાને કદી હણશો નહિ .

એક વનભૂમિમાં એક મહાત્માનો આશ્રમ હતો . આશ્રમને ફરતે લીલીછમ વૃક્ષ ઘટાઓ હતી ; મંદ મંદ પવનમાં તે લહેરાતી અને તેમાં પક્ષીઓ ટહૂકતા . મહાત્મા પ્રકૃતિનો તે વૈભવ જોઈ રહેતા અને પ્રસન્ન થતા . વૃક્ષો એમને અતિ પ્રિય હતા . તે કહેતા , ‘ તરુવર સદા હિતકારી , ’ ’ અને તેથી તેઓ તેની એક પણ ડાળી કાપવા દેતા નહિ . તેમની સાથે એક શિષ્ય રહેતો હતો , પણ તે હજી કાચો ઘડો હતો . તેને બહુ ગોઠતું નહિ . તે એક વખત મહાત્મા પાસે ગયો અને કહ્યું , ‘ ‘ મારે સંસારમાં પાછું ફરવું છે . ' ' મહાત્માએ કહ્યું , ‘ ‘ ભલે વત્સ , પ્રભુ ભજન સંસારમાં પણ થાય ! તું ખુશીથી જા , પણ દક્ષિણા આપતો જા ! ’ ’ શિષ્યે કહ્યું , ‘ ‘ માંગો પ્રભુ ! ’ ’ મહાત્માએ કહ્યું , ‘ ‘ મને વચન આપતો જા કે હું કદી વૃક્ષો કાપીશ નહિ . ’ ’ શિષ્ય વચન આપ્યું અને ચાલી નીકળ્યો . તે એક ખેડૂત ભેગો રહેવા લાગ્યો . તેને બહોળી ખેતી હતી , અને માણસની જરૂર હતી . તે ખરેખર ‘ માણસ ’ પુરવાર થયો . તે આખો દિવસ ખેતરમાં કામ કરતો , બદલામાં બે ટંક રોટલો માંગતો . ખેડૂત તેનાથી ખુશ હતો . ખેડૂતને જુવાન દીકરી હતી . ખેડૂત તેને માટે ઠેકાણું ગોતતો હતો . ખેડૂતની પતીની નજરમાં એ જુવાન વસી ગયો...

મૌન : એક પ્રકારનું તપ

 મૌન : એક પ્રકારનું તપ   આપણે બોલવાની બાબતમાં સાવચેતી રાખવી જોઈએ કારણ કે જીભ દ્વારા આપણી ઘણીબધી શક્તિ વેડફાય છે . જેવી રીતે આપણે એકાગ્રતામાં , સમાધિમાં ભાગ લઈએ છીએ તેવી રીતે જીભનો પણ સંયમ છે . તેનો આપણે મૌન દ્વારા અભ્યાસ કરીએ છીએ . અત્યારે આપને બે કલાકનું મૌન બતાવવામાં આવ્યું હશે . ન બતાવવામાં આવ્યું હોય તો હવે હું બતાવી દઉં છું કે આપે દ ૨૨ોજ સવારે બે કલાક મૌન રહેવું જોઈએ . ગાંધીજી અઠવાડિયામાં એક દિવસ મૌન રાખતા હતા . તેમને મળવા આવનારાઓની ભીડ જામી રહેતી હતી . એમને ખૂબ જરૂરી કામ કરવાં પડતાં હતાં છતાં તેઓ મૌન રહેતા હતા . મૌન રહેવાથી તેમની શક્તિઓ બચી જતી હતી . આપે પણ આપની વાણીની , સરસ્વતીની શક્તિની બચત કરવા માટે બિનજરૂરી વાતચીતથી દૂર રહેવું જોઈએ . બિનજરૂરી વાતો ન કરો . નકામી લપલપ , અહીં - તહીંની વાતો ન કરો . ગપ્પાં ના મારો . એમાં આપની શક્તિઓ ક્ષીણ થાય છે અને આપે મંત્ર માટે જે સામર્થ્ય સંચિત કરવું જોઈએ તેમાં ઓટ આવે છે . આપ ઓછું બોલો . જરૂર પૂરતું જ બોલો . મહત્ત્વનું હોય એવું જ બોલો . વિચારપૂર્વક બોલો . આ પણ એક પ્રકારનું મૌન છે . મૌન : એક પ્રકારનું તપ

 🌳પીપળા અને શનિદેવનુ મહત્વ જાણો

 🌳પીપળા અને શનિદેવનુ મહત્વ જાણો.     સ્મશાનમાં જયારે મહર્ષિ દધીચિના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તો એમના પત્નિ વિયોગ સહન ના કરી શક્યા અને પાસે વિશાળ પીપળાના ઝાડ નીચે તેમના ત્રણ વર્ષના પુત્રને મુકી ને સળગતી ચિતામાં બેસીને સતી થઈ ગયા પીપળાના ઝાડ નીચે ભુખથી રડતુ બાળક પીપળાના નીચે પડેલા પાન, ને ફળ ખાઈને દિવસો પસાર કરવા લાગ્યુ અને ધીમે ધીમે પીપળાને જ ઘર માની ને મોટુ થવા લાગ્યો,એક દિવસ દેવર્ષિ નારદ ત્યાથી નિકળ્યા ને બાળકને પુછ્યુ તું કોણ છો? બાળક કહે કે ... એ જ તો હુ પણ જાણવા માંગુ છુ.  નારદજી: તારા માતા પિતા કોણ છે? બાળક કહે એ મને ખબર નથી. તમે મને કૃપા કરી ને બતાવો. ત્યારે નારદજી એ ધ્યાન ધરી ને કહ્યુ કે બાળક તુ મહાન દાનવીર મહર્ષિ દધીચિનો પુત્ર છે. તારા પિતાની અસ્થીમાંથી જ વ્રજ બનાવીને દેવોએ અસુરો પર વિજય મેળવ્યો હતો. તારા પિતાનુ એકત્રીસ વર્ષની ઉંમર માંજ મૃત્યુ થયુ હતુ. બાળક : મારા પિતાના મૃત્યુનું કારણ શું હતુ?  નારદજી: તારા પિતા પર શનિદેવની મહાદશા હતી. જે પણ કઈ તારી સાથે થયુ. તે શનિદેવની મહાદશાને કારણે થયું. નારદજીએ બાળકનું નામ પીપલાદ રાખીને જત...

Spirituality _અનેક સમસ્યાઓનું સમાધાન - અધ્યાત્મ

  અનેક સમસ્યાઓનું સમાધાન - અધ્યાત્મ  અધ્યાત્મ એ કોઈ જાદુગરી નથી , પરંતુ વ્યક્તિ તથા સમાજને પ્રભાવિત તથા સુવ્યવસ્થિત કરનારી એક પ્રક્રિયા છે . તેમાં મુખ્યત્વે ચિંતન , ચરિત્ર અને વ્યવહારને ઉત્કૃષ્ટ બનાવવાં પડે છે . તેથી તેને વ્યક્તિવિજ્ઞાન , સમાજવિજ્ઞાન તથા નીતિશાસ્ત્ર પણ કહી શકાય . આ હકીકતને લોકોના મનમાં ઉતારવાથી એમાં સફળતા મળે છે . અધ્યાત્મ માત્ર થોડાક જિજ્ઞાસુઓના દાર્શનિક પ્રતિપાદનનો વિષય નથી . કેટલાક ભાવુક લોકો તેને કથા , પુરાણ કે સત્સંગ પ્રવચનની જેમ સાંભળે છે અને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે .  ધાર્મિક કર્મકાંડોના માધ્યમથી આચારવિચારમાં ભાવનાનો સમન્વય કરીને તેમને હૃદયંગમ કરવી પડે છે . કે પૂજાપાઠની પ્રક્રિયામાં મહાનતાના લક્ષ્યને નજર સામે રાખીને પાત્રતાનો વિકાસ કરવા માટે ધૂપ , દીપ , અક્ષત , પુષ્પ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે . સર્વતોમુખી ઉત્કૃષ્ટતાની વિભૂતિઓ તથા અતીન્દ્રિય ક્ષમતા કહેવાતી રિદ્ધિસિદ્ધિઓ આપોઆપ જ મળતી જાય છે અને અનેક લોકોનું ભલું કરે છે . ઈશ્વરને પ્રશંસા તથા ભેટસોગાદોથી ફોસલાવી શકાતો નથી કે પોતાની મનોકામનાઓની પૂર્તિ પણ થઈ શકતી નથી . આપણા બદલે ...

નાગપંચમી નાગ-દેવતાની પૂજા કરવામાં આવે છે નાગ પંચમી ની વાર્તા, વ્રતવિધિ અને મહાત્મય નાગ પંચમી કથાઓ |નાગપંચમી વ્રત કથા |

 નાગપંચમી  નાગ-દેવતાની પૂજા  કરવામાં આવે છે  નાગ પંચમી ની વાર્તા, વ્રતવિધિ અને મહાત્મય  નાગ પંચમી કથાઓ |નાગપંચમી વ્રત કથા | વ્રતની વિધિ : શ્રાવણ માસની વદ પાંચમ અને નાગપાંચમના વ્રતનો દિવસ . આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર બને તો રસોડાની દિવાલ ઉપર નાગદ્યાનું ચિત્ર ઘેરવું . ઘીનો દિવો કરવો , થી અને બાજરીના લોટની કોરી કુલેર કરવી , પલાળેલી મગની દાળ , શ્રીફળ , એક વખત જમીને આ વ્રત કરવું . બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાઢું જમવું . વાર્તા કહેવી અને નાગદાની પૂજા કરવી   વાર્તા : એક નાનું ગામ હતું . તેમાં એક ડોશી રહે . ડોશીને સાત દિકરા હતાં . છ દિકરા મોટા હતા . તેમની વહુઓને પિયરમાં ઘણું જ સુખ હતું . પૈસા ટકાની રેલમછેલ હતી . સાતમા છોકરાની વહુનું પિયર ગરીબ હતું . તેથી તેની સાસુ મેણા - ટોણાં મારે , વાતવાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને દુ : ખ . બધાના જમ્યા પછી એઠું - જૂઠું જમવાનું આપે . નાની વહુના બિચારીના દુ : ખના દિવસો પસાર થતાં હતા . એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો . નાની વહુ ગર્ભવતી થઈ . એને જેમ જેમ દિવસો પસાર થતાં ગયા . નાની વહુને જુદી જુદી વસ્...

What to do when the mind is restless? | kalpesh Chavda મન અશાંત હોય ત્યારે શું કરવું?

મન અશાંત હોય ત્યારે શું કરવું ?  મન જ્યારે નબળું પડે ત્યારે કોઇપણ પરીસ્થિતીની અસર આપણાં મન પર પડે છે .  તમે પોતાના લોકો માટે ચિંતા અનુભવતા હોવ ત્યારે તમને સતત વિચારો આવ્યા કરતાં હોય છે . મન સતત ડામાડોળ રહ્યા કરતું હોય છે . સતત એવો આભાસ થયા કરે કે કંઇક અજુગતું બની જશે તો . આ બધા જ વિચાર નકારાત્મકતા સર્જવાની સાથે સાથે માણસને માનસિક અને શારીરિક બંને અસર કરે છે . મનની સ્થિતિ નાજુક ક્યારે બનતી હોય છે ? અને તેમાં યોગ શું ઉપયોગી થઇ શકે તે વિશે જાણીએ . આપણું મન સતત ભૂતકાળના વિચારો કરે છે . માનો કે આપણને કોઇ ઇન્દ્રિયોના સુખ નથી મળ્યું હોતું ત્યારે મન તેનું સતત ચિંતન કર્યા કરે છે . આપણું મન ભવિષ્યના પણ વિચારો કર્યા કરે છે અને ભવિષ્યના વિચાર કરી ચિંતાગ્રસ્ત અને ભયભીત રહે છે . આપણું મન જો સાત્વિક હોય તો તેમાં સતત ઉચ્ચ વિચાર અને લાગણીઓ જેમ કે દયા , પ્રેમ , ક્ષમા , કરુણા , દાન , પરોપકાર , સેવા દેશભક્તિ , સમાજસેવા વગેરેમાં વ્યસ્ત રહેશે , પણ સાત્વિક મન ઘણીવાર બહુ ચિંતાળુ હોય છે , જે વ્યક્તિની માનસિક શાંતિને હણી શકે છે . જો આપણું મન રાજસિક કે તામસિક હશે તો તેમાં કામ , ક્રોધ , લોભ , મોહ , કાવાદ...

ઞણપતિ દાદા ના (૨૧) નામ

 ઞણપતિ દાદા ના (૨૧) નામ 🕉ગણાધિપાય નમઃ 🕉ઉમાપુત્રાય    નમઃ  🕉અભયપ્રદાય નમઃ 🕉એકદંતાય.    નમઃ  🕉ઈભવકત્રાય. નમઃ  🕉મૂષકવાહનાય નમઃ 🕉વિનાયકાય.    નમઃ 🕉ઇષ્ટ પુત્રાય.    નમઃ 🕉સર્વ સિદ્ધિ પ્રદાયકાય નમઃ  🕉લંબોદરાય       નમઃ  🕉વક્રતુંડાય         નમઃ  🕉અધનાશાય.     નમઃ  🕉વિજ્ઞાન વિઘ્ન સંહત્રે.     નમઃ  🕉વિશ્વ વંધાય.     નમઃ  🕉અમરેશ્વરાય.     નમઃ  🕉ગજવકત્રાય.      નમઃ  🕉નાગાયજ્ઞો પવીતિને. નમઃ  🕉ભાલચંદ્રાય.       નમઃ  🕉પરશુધારિણે       નમઃ 🕉વિઘ્નધિપાય.      નમઃ  🕉પણ સર્વ વિદ્યા પ્રદાયકાય. નમઃ 

*પ્રકૃતિ ના ત્રણ કડવા નિયમ,*

(૧)  પ્રકૃતિ નો પહેલો નિયમ:       અગર ખેતર માં બીજ ન નાખીએ, તો કુદરત એને ઘાસ-ફુસ થી ભરી દે છે!! એજ રીતે દિમાંગ માં સકારાત્મક વિચારો ન ભરીએ, તો નકારાત્મક વિચારો એની જગા બનાવીજ લે છે!!! (૨) પ્રકૃતિ નો બીજો નિયમ:       જેની પાસે જે હોય છે તેજ તે વહેંચે છે. - સુખી સુખ વહેંચે છે!! - દુઃખી દુઃખ વહેંચે છે!! - જ્ઞાની જ્ઞાન વહેંચે છે!! - ભ્રમિત ભ્રમ વહેંચે છે!! - ભયભીત ભય વહેંચે છે!! (3) પ્રકૃતિ નો ત્રીજો નિયમ:       આપ ને જીવનમાં જે પણ મળે, એને પચાવતા શીખો. કારણકે... - ભોજન ન પચવાથી, રોગ વધે છે!! - પૈસા ન પચવાથી, દેખાડો વધે છે!! - વાત ન પચવાથી, ચુગલી વધે છે!! - પ્રશંસા ન પચવાથી, અભિમાન વધે છે!! - નિંદા ન પચવાથી, દુશ્મની વધે છે!! - ગુપ્ત વાત ન પચવાથી, ખતરો વધે છે!! - દુઃખ ન પચવાથી, નિરાશા વધે છે!! - સુખ ન પચવાથી, પાપ વધે છે!! વાત બહુજ કડવી છે, પણ એટલીજ સત્ય છે!! સત્ય કડવું નથી હોતુ, પરંતુ તે સ્વીકારવાની પરિસ્થિતિ કડવી હોય છે.

અખાત્રીજ

અખાત્રીજ . પહેલાં ના સમય માં ખેડૂતો પાસે કોઈ હવામાન ખાતા નું જ્ઞાન નહિ પણ ખેડૂત અખાત્રીજ આવે ને બળદ લઈને સીમ ભણી  ખેતરે  ખેડ કરવા તૈયાર રે'તો. અખાત્રીજ ના આજના શુભ દિવસે પપ્પા ખેતરમાં જાય ને  ધરતીમાતા નું પૂજન કરે સાથે હળ-ટ્રેકટર ગાડુ - બળદની પૂજા કરવાની રિવાજ છે. આ વારસા મા મળેલ પ્રકૃતિ ની પૂજા કરવાનો લ્હાવો છે. આધુનિકરણ મા હવે  ગામડામાં રીવાજ ભુલાયા છે પહેલા  પરંપરાગત રીતે આખુ વર્ષ ખેતી કામ માટે રાખેલ બળદ ને ખેડૂત ચાંદલો કરી  ખેતર મા જાય અને મુહૂર્ત ના પાંચ આંટા મારી ખેતી ના નવા વર્ષ ની શરૂઆત કરી ખેડૂત પ્રાથના કરતો ..   "  હે ,માં મારુ વરસ સારુ જ જે, કણ નો મણ કરજે." ખેતર માં પછી હળોતરું ચાલુ થાય ને સાથે મીઠું ગીત લલકારતો જાય ધરતી નો તાત મારો બાપલીયો .!!! "હારે ખેડ ખેડો વૈશાખ આ બેઠો, અખાત્રીજ આવી... જો જો મુહૂર્ત ના જાય  ઓ બાપલા. હાકો બળદ હવે હેત થી...." પ્રકૃતિ એ દેવ છે એની પૂજા કરવી, નૈવધ ધરાવવુ એવો રિવાજ વર્ષોથી અમને ખેડૂત પૂત્ર તરીકે વારસા માં મળ્યો છે. આ દિવસ નો મહિમા ખેડુતો માટે અનેરો છે.આ દિવસે પ્રકૃતિ ની પૂજા અર્ચના કર...

राम नाम की महिमा

एक बार शिवजी कैलाश पर पहुंचे और पार्वती जी से भोजन माँगा। पार्वती जी विष्णु सहस्रनाम का पाठ कर रहीं थीं। पार्वती जी ने कहा अभी पाठ पूरा नही हुआ, कृपया थोड़ी देर प्रतीक्षा कीजिए।  शिव जी ने कहा कि इसमें तो समय और श्रम दोनों लगेंगे। संत लोग जिस तरह से सहस्र नाम को छोटा कर लेते हैं और नित्य जपते हैं वैसा उपाय कर लो। पार्वती जी ने पूछा वो उपाय कैसे करते हैं?  मैं सुनना  चाहती हूँ। शिव जी ने बताया, केवल एक बार राम कह लो तुम्हें सहस्र नाम, भगवान के एक हज़ार नाम लेने का फल मिल जाएगा। एक राम नाम हज़ार दिव्य नामों के समान है। पार्वती जी ने वैसा ही किया। पार्वत्युवाच केनोपायेन लघुना विष्णोर्नाम सहस्रकं? पठ्यते पण्डितैर्नित्यम् श्रोतुमिच्छाम्यहं प्रभो।। ईश्वर उवाच श्री राम राम रामेति, रमे रामे मनोरमे। सहस्र नाम तत्तुल्यम राम नाम वरानने।। यह राम नाम सभी आपदाओं को हरने वाला, सभी सम्पदाओं को देने वाला दाता है, सारे संसार को विश्राम/शान्ति प्रदान करने वाला है। इसीलिए मैं इसे बार बार प्रणाम करता हूँ। आपदामपहर्तारम् दातारम् सर्वसंपदाम्। लोकाभिरामम् श्रीरामम् भूय...

શ્રીમદ્ ભગવદ્ ગીતા

શ્રીમદ્ ભગવદ્ ગીતા માં 18 અધ્યાય અને 700 શ્ર્લોક છે.   જ્ઞાનયોગ, ભક્તિયોગ, કમૅયોગ વિષે વાત કરી છે. અત્મા પરમાત્મા મોક્ષ મુક્તી ભક્તી ભગવાન કમૅ અકમૅ જ્ઞાન અજ્ઞાન વગેરે પ્રશ્ર્નો ના સચોટ સંતોષકારક જવાબ ગીતા માં મળી જાય છે. આધ્યતમિક સાંસારિક  માનસિક આપણા મનમાં ઉધભવતા તમામ પ્રશ્ર્નો ના જવાબ ગીતા માં છે  ગીતા ના શ્ર્લોક સીધા અને સરળ છે પણ તેના અથૅ સમજવા થોડા અધરા છે જેમ કે કમૅ કરો ફળ ની આશા ના રાખો. જે થાઈ છે તે સારા માટે થાઈ છે. આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા ની ચર્ચા દુનિયાભર માં થાય છે. ભગવદ્ ગીતા નું અંગ્રજી, લેટીન,જમૅન, ફેન્ચ,ગ્રીક વિદેશીભાષા માં અનુવાદ કરેલ છે. વિદેશ માં લોકો ગીતા માં થી પ્રેરણા લે છે. જેમ એક પણી નો  ગ્લાસ અર્ધો ખાલી હોય ને તમે રોતા હોય અર્ધો ખાલી છે અર્ધો ખાલી છે. ભગવદ્ ગીતા તમારી વિચાર ધારણા બદલી નાખશે  પાણી નો ગ્લાસ અર્ધો તો ભરેલ છે ને. આલ્બર્ટ આઈન્સ્ટાઈન, ગાંધીજી, સ્વામી વિવેકાંનંદ   આવા મહાનુભાવો  એ શ્રીમદ્ ભગવદ્ ગીતા માં થી પ્રેરણા લીધી છે.                   ...

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...