(૧) પ્રકૃતિ નો પહેલો નિયમ:
અગર ખેતર માં બીજ ન નાખીએ,
તો કુદરત એને ઘાસ-ફુસ થી ભરી દે છે!!
એજ રીતે દિમાંગ માં સકારાત્મક વિચારો ન ભરીએ,
તો નકારાત્મક વિચારો એની જગા બનાવીજ લે છે!!!
(૨) પ્રકૃતિ નો બીજો નિયમ:
જેની પાસે જે હોય છે તેજ તે વહેંચે છે.
- સુખી સુખ વહેંચે છે!!
- દુઃખી દુઃખ વહેંચે છે!!
- જ્ઞાની જ્ઞાન વહેંચે છે!!
- ભ્રમિત ભ્રમ વહેંચે છે!!
- ભયભીત ભય વહેંચે છે!!
(3) પ્રકૃતિ નો ત્રીજો નિયમ:
આપ ને જીવનમાં જે પણ મળે,
એને પચાવતા શીખો.
કારણકે...
- ભોજન ન પચવાથી, રોગ વધે છે!!
- પૈસા ન પચવાથી, દેખાડો વધે છે!!
- વાત ન પચવાથી, ચુગલી વધે છે!!
- પ્રશંસા ન પચવાથી, અભિમાન વધે છે!!
- નિંદા ન પચવાથી, દુશ્મની વધે છે!!
- ગુપ્ત વાત ન પચવાથી, ખતરો વધે છે!!
- દુઃખ ન પચવાથી, નિરાશા વધે છે!!
- સુખ ન પચવાથી, પાપ વધે છે!!
વાત બહુજ કડવી છે,
પણ એટલીજ સત્ય છે!!
સત્ય કડવું નથી હોતુ,
પરંતુ તે સ્વીકારવાની પરિસ્થિતિ કડવી હોય છે.
Comments