Skip to main content

Posts

Showing posts with the label Jokes

ભૂરો અંગ્રેજીની ટેસ્ટમાં* *૯૦ માર્ક લઈને આવ્યો...રવિવારીય હાસ્ય.

  *ભૂરો અંગ્રેજીની ટેસ્ટમાં* *૯૦ માર્ક લઈને આવ્યો...* *તો એના બાપે એને બહુ માર્યો,*  *અને કહ્યું : તને ડોગનો સ્પેલિંગ* *તો આવડતો નથી...* *તારે ખરેખર ૯૦ નહિ,* *9 માર્ક હશે..* *તે મીંડુ ઉમેરી દીધું લાગે છે..!* *ભૂરો (રડતાં રડતાં) : મને તમે* *ખોટી રીતે ના મારો પપ્પા...* *મેં મીંડુ નહિ,* *નવડો ઉમેર્યો છે....!* *રવિવારીય હાસ્ય..*😄😃😃

,ગુજરાતી જોક્સ

 કચ્છ મા *બળદિયા* ગામ છે. ગામ આવે એટલે કંડક્ટર ફરજ નિભાવે *બળદિયા*  ઊતરો... બધા "બળદિયાના" ઉતરી જાય, 😂😂 તુલસીશ્યામથી ધારી જતા રસ્તામાં આવે છે 'દોઢી' નેસડો. ગામ આવે એટલે  કંડક્ટર ફરજ નિભાવે  *'હાલો... દોઢીના હોય ઈ ઉતરી જાય..*  અને ત્યાં ઉતરવા વાળા પણ પ્રેમથી હસતા હસતા બસમાંથી ઉતરી જાય...  😂😂 જુનાગઢ ની બાજુ મા  *ભૂતડી* ગામ છે, ગામ આવે એટલે કંડક્ટર ફરજ નિભાવે   *"ભૂતડી" ના હોય ઇ ઉત્તરી જાય...*  😂😂 પોરબંદર ની બાજુ મા હર્ષદગામ ની બાજુ મા  *ગાંગડીનુ પાટીયુ* ગામ છે. ગામ આવે એટલે કંડક્ટર ફરજ નિભાવે છે...  *હાલો "ગાંગડીના"હોય ઇ ઉત્તરો*  એટલે મુસાફર હસ્તા હસ્તા ઉત્તરી જાય 😂😂 આ તો આપણી માતૃભાષાછે  😄😄😄😄😄 મોજ એ મોજ  🤣🤣🤣

😜🤭 *રવિવારીય હાસ્ય*🤣🤣

 *વિકટ પરિસ્થિતિમાં પરિવારના સદસ્યો, કુટુંબી, સગા સંબંધી , મિત્રો, હમેશા તમારી સાથે જ હોય છે..!* *વિશ્વાસ ન હોય તો તમારા લગ્નનો આલ્બમ જોઈ લો..!*  😜🤭 *રવિવારીય હાસ્ય*🤣🤣

હાર્દિક આમંત્રણ

 🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠 🔴🔴 હાર્દિક આમંત્રણ 🔴🔴 ઇષ્ટદેવની કૃપા અને આપ સૌના આશીર્વાદથી આગામી 8 અને 9 ઓક્ટોબરના શનિ-રવિના રોજ અમો દિવાળીનુ સફાઈકામ આરંભ કરી રહ્યા છીએ તો આ પ્રસંગે આપ પણ ઉપસ્થિત રહી કામમા હાથ બટાવશો તેવી આશા.... આપની હાજરી અનિવાર્ય છે.  🤷‍♂️ કોઈ બહાના નહી ચાલે🤷‍♂️ 🛑 સબકા સાથ, સબકા વિકાસ 🛑 🪜🪣🚰🚿🛁🪜🪣🚰🚿🪜

દિકરી ને જોવા માટે દિકરાવાળા આવ્યા (ગુજરાતી જોક્સ)

   દિકરી ને જોવા માટે દિકરાવાળા આવ્યા (ગુજરાતી જોક્સ)  દિકરી જોઇ ગમતા...દિકરાવાળા એ જણાવ્યું કે હવે દિકરી અમને ગમી છે.વડીલ   *અમારે ફક્ત કંકુ ને કન્યાજ જોઈશે .* વાત સાંભળી દિકરી ના પિતા જણાવું કે  : માફ કરજો , અમો ફક્ત દિકરી જ આપને આપી સકીશું ,  *બાકી કંકુ તો નહીં.* 😩 દીકરા ના પિતા : પણ આપને કંકુ આપવા શુ વાંધો છે. ... દીકરી ના પિતા : તમે મારી મુશ્કેલી કેમ સમજતા નથી,... *કંકુ મારી વાઈફ છે...* 😜 😆 *રવિવારીય રવિવારીય હાસ્ય*😃😄

નારી ના 9 અવતાર (ગુજરાતી જોક્સ)

 *નારી ના 9 અવતાર* *૧. સવારે કામકાજ માં વ્યસ્ત*      (💁🏻‍♀- *અષ્ટભુજા* 🤚🏻) *૨. છોકરાઓ ને ભણાવે*       (👩🏼‍🏫 - *સરસ્વતી*) *૩. ઘરખર્ચ ના પૈસામાંથી બચત*        (💰- *મહાલક્ષ્મી*) *૪. પરિવાર માટે રસોઈ બનાવે*        (🥘🍝- *અન્નપૂર્ણા*) *૫. પરિવાર ની તકલીફ માં*         *દ્રઢતાથી  ઉભી રહે*         (👩🏻‍🎓- *પાર્વતી*) *૬. પતિ ભીનો રૂમાલ પલંગ*        *પર નાખે*        ( *દુર્ગા*  🤨) *૭. પતિ એ લાવેલ વસ્તુ ખરાબ*         *નીકળે તો-*        ( *કાલી* 😡) *૮. પતિ ભૂલથી એના પિયર*          *વિશે કાઈ કઈ દે* -       ( *મહિસાસુર મર્દીની* 👿) *૯. પતિ જો બીજી સ્ત્રીના*         *વખાણ કરે તો* -        ( *રણચંડી* 👹🌪)            🤣😜🤣 *ખુશ નસીબ છે* *"પરણેલા"  લો...

પતિ-પત્ની શોપિંગ માટે ગયા....😇 (ગુજરાતી જોક્સ)

 પતિ-પત્ની શોપિંગ માટે ગયા....😇 કેટલી ઉથલપાથલ કર્યા બાદ પત્ની એ ૪૦-૫૦ ડ્રેસ અલગ તારવ્યા.  એનું ય ઘનિષ્ઠ અવલોકન કરી એમાં થી ૧૫ ડ્રેસ અલગ કર્યા.  એમાં થી ૫ અને  છેલ્લે ૧ ડ્રેસ ફાયનલ કર્યો....🥴 આ પ્રક્રિયા માં ૪ થી ૫ કલાક નીકળી ગયા. ...😇😇😇 બિલ ચૂકવી બહાર નીકળતાં  પતિ એ કોમેન્ટ કરી કે  *આદીમાનવ ને સારું હતું કે એની પત્ની ઝાડ નાં પાંદડાં જ પહેરતી હતી...😎* પત્ની નો સટીક જવાબ...🤫 *તમને શું ખબર કે એને એક એક પાંદડું પસંદ કરવા પેલા ને કેટલા ઝાડ પર ચડાવ્યો હશે...🤭🙊🤭* તમને તો એ.સી. માં બેસી રહેવામાં પણ પેટ માં ચૂંક આવે છે!!!,,,,,,,,, નોંધ- *પત્ની આગળ વધારે દોઢ ડહાપણ કરવું નહીં!!*

બાપુએ એમેઝોનમાં મીઠાઇ માટે ફોન કર્યો... (ગુજરાતી જોક્સ)

 *બાપુએ એમેઝોનમાં મીઠાઇ માટે ફોન કર્યો...* આપને શું જોઇએ છે ? 💁 બાપુ :"મીઠાઇ જોઇએ છીએ" કોલસેન્ટર : "લાડવા માટે ૧ દબાવો.. રસગુલ્લા માટે ૨ દબાવો.. કાજુ કતરી માટે ૩ દબાવો.. ગુલાબજાંબુ માટે ૪ દબાવો.. કાલાજાંબુ માટે ૫ દબાવો.. બાપુએ લાડવા માટે ૧ દબાવ્યું.. કોલસેન્ટર : "બુંદીના લાડુ માટે ૧ દબાવો.. મોતીચુર માટે. ૨ દબાવો.. મગજના લાડુ માટે ૩ દબાવો.. ચુરમાના લાડુ માટે ૪ દબાવો.. બાપુએ ૨ દબાવ્યું - મોતીચુર કોલસેન્ટર : ૧ કીલો માટે ૧ દબાવો ૫ કીલો માટે ૨ દબાવો ૧ ક્વિંટલ માટે ૩ દબાવો બાપુથી ભુલથી ૩ દબાઈ ગયું... અને ફડાક દઈને બાપુએ ફોન કાપી નાખ્યો.. કોલ સેન્ટરમાંથી તરત જ ફોન આવ્યો.. તમે ૧ ક્વિંટલ મોતીચૂરના લાડવા નો ઓર્ડર આપ્યો છે , સરનામું બતાવો.. બાપુ - "મેં કોઇ ફોન કર્યો જ નથી" કોલસેન્ટર : "તો તમારા ભાઇએ ફોન કર્યો હશે તેમને આપો" બાપુ - અમે આઠ ભાઇઓ છીએ. જીલુભા માટે ૧ દબાવો રાજભા માટે ૨ દાદભા માટે ૩ કાળુભા માટે ૪ જયુભા માટે ૫  લાલુભા મા..... કોલસેન્ટરવાળા એ તરત ફોન કાપી નાખ્યો.. 🤣🤣🤣🤣🤣🤣

બકાએ પત્નીનો મેસેજ વાંચ્યો : *Bajarma Gunda aavi gayaa chhe* 😄😀🤣 *રવિવારીય હાસ્ય..!*

 બકાએ પત્નીનો મેસેજ વાંચ્યો : *Bajarma Gunda aavi gayaa chhe* બકો હાંફળો ફાંફળો ઘેર જલ્દી આવી ગયો. પત્નીએ પૂછ્યું : કેમ આટલા વહેલાં ? *બકો કહે :* તારો મેસેજ વાંચ્યો એટલે દુકાન બંધ કરીને આવી ગયો. પણ તને કેવી રીતે ખબર પડી કે માર્કેટ માં ગુંડા આવ્યા છે? *પત્ની :* અરે…., એ તો અથાણાં ની સીઝન છે એટલે તમને મેસેજ કરી જણાવ્યું જેથી વળતાં તમે થોડા ગુંદા લેતા આવો. *બકો :* તું ગુજરાતી માં મેસેજ કરતા શીખ ! અંગ્રેજી માં અર્થ બદલાઈ જાય છે. તારા વાદે મેં બધાને કીધું કે બજાર માં *Gunda* આવ્યા છે અને અડધો કલાક માં આખું બજાર બંધ થઈ ગયું. 😄😀🤣 *રવિવારીય હાસ્ય..!*

Gujarati jokes 🤣

 

"પાવલી" (25 paisa) બંધ થઈ તેની પાછળનુ રહસ્ય કઈંક

 "પાવલી" (25 paisa) બંધ થઈ તેની પાછળનુ રહસ્ય કઈંક  જુદુ જ છે જેનો પરદાફાસ  મનુ મસાણિયાએ હાલમાં  જ કર્યો... ધીરૂભાઇ અંબાણીના  પુત્ર મુકેશના લગ્ન્ન હતાં..  વિધિ શરૂ થઈ.. ગોરબાપા : સ્વસ્તીના  ઇદ્રો ભદ્ર્સ્વાહા..  કન્યા પધરાવો સાવધાન.. વરરાજાને જમણી બાજુ  અને વધુને ડાબી બાજુ બેસાડો ....  દક્ષીણામાં..  "મુકો પાવલી".. (એ જમાનામાં પાવલી મોટી રકમ કહેવાતી)   જમણા હાથમાં જળ લઈ લેજો ... માથા ઉપર્થી ફેરવીને જમીન ઉપર મુકો.. "મુકો પાવલી"... આકાશની વીઝળી પાતાળના પાણી .. હવે વરક્ન્યા ફરી જાવ...  "મુકો પાવલી"...  જવતલ હોમવાનો સમય .. કન્યાના ભાઇ મંડપ  મધ્ય પધારે... "મુકો પાવલી"... કન્યા દાનનો સમય .. કન્યાના માતા પિતા  આગળ આવે ..  "મુકો પાવલી".. અને પછી...  વરરાજા ઉભા થયા  અને  ગોરબાપાને ગાલે એક  તમાચો મારી દીધો.. "ક્યારનો "મુકો પાવલી"... "મુકો પાવલી"..  બોલ્યા કરે છે .. ગોરબાપને સમજાણુ નહીં  કે હુ શું વાંકમાં આવ્યો છું?  પછીથી કોઇએ તેના કાનમાં કીધું કે વરરાજા મુકેશભાઇને લાડમાં  બધ...

ગુજરાતી જોક્સ

 એક ભાઈ ઉભા ઉભા કંઈક ખાતા હતા... મે કીધુ: "શુ ખાવ છો..?" તો કે: "સિંગ ને ચણા.." મે હાથમા જોયુ તો કાઇ નહતુ...! મે કીધુ: "આમા તો કાઇ નથી..?" તો મને કહે કે:  "એતો મનમા ને મનમા ખાવ છુ...." મે કીધુ "મુર્ખા, મનમા જ ખાવુ હોય તો કાજુ બદામ ખાને....." *સાલા વિચારમાય લોભિયા* 😂😂😜 😜 એક બહેનને ત્યાં બપોરના સમયે એક ભિખારી ખાવાનું માગવા આવ્યો. બહેને કહ્યું : "તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે.." ભિખારીએ કહ્યું : *"મેડમ, આપણે ફેસબુક પર ફ્રેન્ડ્સ છીએ !"*😂😃 ____________________ પત્ની : "સવાર પડી ગઈ.... ઉઠો, ફટાફટ હું ભાખરી કરું છું" પતિ : *"હું ક્યાં તાવડી પર સૂતો છું તુંતારે ભાખરી કર ને.."* 😂 ______________________ પતિ : શું આખો દિવસ ઇન્ટરનેટ પર ચોંટી રહે છે..?એની બહાર પણ એક સુંદર દુનિયા છે એ જોવાનો પ્રયત્ન કર.." *પત્ની : "લીન્ક મોકલો.!!."😝* ______________________ સિક્યુરિટી ગાર્ડ નો ઇન્ટરવ્યૂ હતો પ્રશ્ન...પૂછ્યો... "ઈંગ્લીશ...આવડે છે....?" ઇન્ટરવ્યૂ આપનારે...સામે પૂછ્યું..... *...

Gujarati jokes

 *એક વાર જમાઈ સાસરે થી તેની પત્નીને લેવા ગયો અને તેનાં સાસુ એ તેને 51 Rs. આપ્યાં...* જમાઈ (રસ્તામાં) : તારી મમ્મી માટે હુ 120 રૂપિયાનાં સફરજન લઇ આવ્યો અને તેમણે મને 51 રૂપિયા જ આપ્યાં.... *પત્ની (ગુસ્સામાં) : તુ મને લેવા આવ્યો હતો કે સફરજન વેચવા...*😜😝😂😜😝😂 😝😝😝😀😀😀😜😜😜 એક ભાઈના નવા જ લગ્ન થયેલા,  પત્ની પ્રથમ વખત રસોડામાં પ્રવેશી અને રસોઈ બનાવતી હતી.. અચાનક ભાઈને યાદ આવ્યું કે રોટલી બનાવવાનાં પાટલાનો અવાજ કેમ નથી આવતો?  કારણ કે લગ્ન પહેલાં તે રસોઈ બનાવતો. તેને ખબર હતી કે પાટલાનો એક પગ ટૂંકો હોવાને કારણે રોટલી વણતી વખતે કાયમ પાટલાનો ટક ટક અવાજ આવતો.. રસોડામાં પ્રવેશતાની સાથે જ ભાઈએ જોયું તો પત્ની આરામથી રોટલી બનાવી રહી હતી અને પાટલાના ત્રણેય પગા અલગ પડયા હતા.. *ભાઈએ પત્ની ને પૂછ્યું..*    *" તેં આ શું કર્યું ? "* પત્ની : પાટલો સીધો નહોતો            રહેતો અને ટક ટક કરતો            હતો,            તેથી મેં ત્રણેય પગા તોડી            ...

એક ભાઈની ઘોડી ખોવાઈ ગઈ તો એણે માનતા રાખી 😁😆😂(ગુજરાતી જોક્સ).

એક ભાઈની ઘોડી ખોવાઈ ગઈ તો એણે માનતા રાખી કે જો મારી ઘોડી મળી જાય તો પાંચ માણસ જમાડીશ. તો એની ઘોડી મળી ગઈ. થોડા દિવસ પછી એની ગધેડી ખોવાઈ ગઈ તો ત્યારે પણ એજ માનતા માની કે જો મારી ગધેડી મળી જાય તો હું પાંચ માણસ જમાડીશ. તો ગધેડી પણ મળી ગઈ. એટલે પછી એણે માનતા પુરી કરવાનું નક્કી કર્યું અને 10 માણસ ને આમંત્રણ આપ્યું.   અને બે બાજુ પાંચ પાંચ ને બેસાડ્યા. અને માનતાનો સંકલ્પ મુકવાનો હતો ત્યારે કહ્યું. *જમણી બાજુ બેઠા છે એ પાંચ ઘોડીના છે અને આ ડાબી બાજુ બેઠા છે એ પાંચ   ગધેડીના છે* દસ જણાએ ભેગા થઈને માર્યો.....😂😂😂🤣🤣

*આવતી પેઢી ના છોકરા કંઇક આવી કવિતા ગાતા થશે....*🤷‍♂ 😄😄😄😄😄😄😄

 😄😄😄😄😄😄😄 *આવતી પેઢી ના છોકરા કંઇક આવી કવિતા ગાતા થશે....*🤷‍♂ કોરોના કોરોના રમતા તા 😷 ડરી ડરી ને ફરતા તા 🤦🏼‍♂️ બીતા બીતા જીવતા તા 🤭 ઘરમાં ને ઘરમાં રેહેતા તા 🏠 ઘરના કામમાં મદદ કરતા તા🚶🏼‍♂️ ઘરવાળાનું કીધું કરતા  તા 🧏🏻 જે મળે એ ખાતા તા 🍲 દૂધ ને શાક જ લાવતા તા 🥒🍆🍼🥛 પોલીસ જોઈ ભાગતા તા 🏃‍♂️ દવાખાનાથી બીતા તા 🏥 માસ્ક પેરી ફરતા તા 😷 વારંવાર  હાથ ધોતા તા 🙌🏻 છીંક ખાતા  બીતા તા 😩 સામાજિક અંતર રાખતા તા🧍‍♀️🧍 રોજ રામાયણ જોતા તા 📺 ટીવી મોબાઈલ જોતા તા 🖥️📱 સંગીત ઘરમાં ગાતા તા 🎤🎻 ગંજીપત્તા રોજ રમતા તા  🎲 પૂરું નેટ વાપરતા તા 📱 વજન ખૂબ વધાર તા 💪🏻🧔🏻 રોજ ઉકાળા પીતા તા 🥃 રોજ નવું-નવું  ખાતા તા 🥭🍋🍔🍝 ચીન ને ગાળો દેતા તા 😛🧟‍♀️ આમ જ દાડા કઢતા તા 🙋‍♂️ આને લોકડાઉન કેતા તા  🔐 🙏🏻 *એકદમ નવું જ છે, શેર કરજો* 🙏🏻 🤣જય શ્રીરામ 🙏 જય શ્રીકૃષ્ણ 🙏   *હસો અને હસાવો* 🙏🙏

પતિ પત્નીના જોક્સ ,😁😂

 *ટક ટક*  😃🤣😀😀😛😛😛😛 એક ભાઈ ના નવા જ લગ્ન થયેલા પત્ની પ્રથમ વખત રસોડામાં પ્રવેશી અને રસોઈ બનાવતી હતી.. અચાનક ભાઈને યાદ આવ્યું કે રોટલી બનાવવાનાં પાટલા નો અવાજ કેમ નથી આવતો.. કારણ કે તેના ત્રણેય પગ ક્યારેય સ્ટેન્ડ પર અડતા નહોતા.. એક પગ ટૂંકો હોવાને કારણે કાયમ પાટલાનો ટક ટક નો અવાજ આવતો.. રસોડામાં પ્રવેશતાની સાથે જ ભાઈએ જોયું તો પત્ની આરામથી રોટલી બનાવી રહી હતી અને પાટલાના ત્રણેય પગ અલગ પડયા હતા.. ભાઈએ પત્ની ને પૂછ્યું.. "તેં શું કર્યું ?" પત્ની : પાટલો સીધો નહોતો રહેતો અને ટક ટક કરતો હતો, તેથી મેં ત્રણેય પગ તોડી નાખ્યા.. *આ મારી સ્ટાઇલ છે.. "મને ટક ટક બિલકુલ પસંદ નથી"..* બસ એ દિ ને આજની ઘડી.. ભાઈ સમજી ગયા.. આપણી પાસે તો બે જ પગ છે.. || ચુપ રહો - ખુશ રહો || 😄😄

ભુરો અને સાહેબ ગુજરાતી જોક્સ 🤣🤣

 

Gujarat jokes 1

 

ભીખો :-એલા કેમ દેખાતો ન હતો? ક્યાં હતો આટલા દિવસ??!!

 ભીખો :-એલા કેમ દેખાતો ન હતો? ક્યાં હતો આટલા દિવસ??!!   સદ્ગ્રુહસ્થ દામોદર :- પવિત્ર શ્રાવણમાસ માં શકુની વૃતિવશ કૌરવ-પાંડવ ધર્મ કર્મ અનુસરણમાં  મગ્ન હતો.. ત્યાં અચાનક ક્રૃષ્ણ યાદ આવતા..!! થોડા દિવસ કૃષ્ણજન્મ સ્થળની યાત્રા તેમજ ક્રુષ્ણ જન્મ ભૂમિ માં   નિવાસ કરવાનું સદભાગ્ય સાંપડ્યું હતું..!! *ટૂંક માં જુગાર રમતા પકડાયો અને જેલમાં પુરાયો...એમ બોલતો નથી મુઓ.* 😂😂 😛 🤣🤣  😉 . *ભાષા વૈભવ*
 માસ્ક પહેરવાની એવી આદત રાખો કે જ્યારે પણ તમે માસ્ક વગર ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક ખુદ ગીત ગાવા લાગે કે , "મને લઇ જા ને તારી સંગાથ કે તારા વિના ગમતું નથી ". 😂😂😂😂