"પાવલી" (25 paisa) બંધ થઈ તેની પાછળનુ રહસ્ય કઈંક
જુદુ જ છે જેનો પરદાફાસ
મનુ મસાણિયાએ હાલમાં
જ કર્યો...
ધીરૂભાઇ અંબાણીના
પુત્ર મુકેશના લગ્ન્ન હતાં..
વિધિ શરૂ થઈ..
ગોરબાપા : સ્વસ્તીના
ઇદ્રો ભદ્ર્સ્વાહા..
કન્યા પધરાવો સાવધાન.. વરરાજાને જમણી બાજુ
અને વધુને ડાબી બાજુ બેસાડો ....
દક્ષીણામાં..
"મુકો પાવલી"..
(એ જમાનામાં પાવલી મોટી રકમ કહેવાતી)
જમણા હાથમાં જળ લઈ લેજો ...
માથા ઉપર્થી ફેરવીને જમીન ઉપર મુકો..
"મુકો પાવલી"...
આકાશની વીઝળી પાતાળના પાણી ..
હવે વરક્ન્યા ફરી જાવ...
"મુકો પાવલી"...
જવતલ હોમવાનો સમય .. કન્યાના ભાઇ મંડપ
મધ્ય પધારે...
"મુકો પાવલી"...
કન્યા દાનનો સમય ..
કન્યાના માતા પિતા
આગળ આવે ..
"મુકો પાવલી"..
અને પછી...
વરરાજા ઉભા થયા
અને
ગોરબાપાને ગાલે એક
તમાચો મારી દીધો..
"ક્યારનો "મુકો પાવલી"... "મુકો પાવલી"..
બોલ્યા કરે છે ..
ગોરબાપને સમજાણુ નહીં
કે હુ શું વાંકમાં આવ્યો છું?
પછીથી કોઇએ તેના કાનમાં કીધું કે વરરાજા મુકેશભાઇને લાડમાં
બધા "મુકો" કહે છે
અને તમે જયારથી વિધિ
શરૂ કરી છે ત્યારથી
“મુકો પાવલી“..
"મુકો પાવલી”..
એવું બોલ્યા કરો છો
એટલે "મુકા"નો મગજ
ગયો અને તમને તમાચો
ચોડી દીધો...
ધીરૂભાઇ પોતે પણ સમસમી ગયા ...
હવે મુકેશનુ નામ મુકો તો બદલાય નહીં
એટલે તેમણે સરકાર
ઉપર દબાણ લાવીને
ચલણમાંથી પાવલી જ બંધ કરાવી દીધી!!!!!
😀😀😀હસવું મનાઈ છે ..છતા આવે તો હસી લો
Comments