Skip to main content

Posts

Showing posts with the label Givan Gyan

જીવન માં આવી ભૂલો ક્યારેય ના કરવી.

 જીવન માં આવી ભૂલો ક્યારેય ના કરવી. Image Credits : pixbay.Com 1.મતલબી માણસ ને ક્યારેય સાથ આપવો નહીં. 2.ધર્મ વિરોધી માણસ પર ક્યારેય ભરોસો કરવો નહિ.  3. ધર્મ માટે લડતા માણસ ને ક્યારેય એકલો મૂકવો નહિ. 4. સમાજ ને ક્યારેય એકલો મૂકવો નહિ. 5. સમાજ વિરોધી ની સાથે રહેવું નહિ. 6. સમાજ ને વેચતા માણસ નો સાથ આપવો નહીં. 7. માં બાપ નો ના થયો હોય તેનો વિશ્વાસ કરવો નહિ. 8. મોકો આપ્યા પછી ભૂલી જાઇ તેને બીજી વાર મોકો આપવો નહીં.  9. એક વાર તમારા વિશે ખરાબ બોલ્યા હોય તેના પર વિશ્વાસ કરવો નહિ. 10. સંકટ સમયે તમારી સાથે ઉભા રહે તેવા ને ક્યારેય છોડવો નહિ. 11.  વિશ્વાસ ઘાતી સાથે ક્યારેય ધંધો કરવો નહિ

જીવનમાં ઉતારવા જેવા -સુવાક્યો

  વ્યસન છોડી દો તો..... કસરત જ છે. કોઈને નડો નહી તો....સમાજ સેવા જ છે.  પાપ ના કરો તો...... પુણ્ય જ છે. જેના લીધા છે એને પાછા આપી દો તો....દાન જ છે. અને હા કોઈ તમારું સારું કરે તો તેનું સારું ના કરી શકો તો કાંઈ નહી પણ ખરાબ ન કરો તો એ.... સૌથી મોટું સત્કર્મ જ છે.

સંગઠન એજ શક્તિ

સંગઠન એજ શક્તિ એક વ્યકિત હતો, જે હંમેશા પોતાના સંગઠનમાં ખૂબ સક્રિય હતો.   તેને બધા ઓળખતા હતા.  દરેક તેને ઘણું  માન સન્માન આપતા હતા .           કોઈ સંજોગોવસાત  તે   સંગઠનમાંથી અલગ ( નિષ્ક્રીય) રહેવા લાગ્યો, કોઈને પણ મળવાનું બંધ કરી દીધું .   મેસેજ કરવાનું પણ બંધ કરી દીધું. અને સંગઠનથી દૂર થઇ જાય  છે .           થોડા અઠવાડિયા પછી ખૂબજ ઠંડી હતી અને રાત્રીમાં સંગઠનના મુરબ્બી માણસે તેને મળવાનું નક્કી કર્યું.   અને   મુરબ્બી માણસ તેના ઘરે આવ્યા  અને જોયું  તો આ માણસ ઘરે એકલો જ હતો. અને તગારામાં લાકડાનું તાપણું  કરીને  સામે બેસી આરામથી તાપતો હતો  .           તે માણસે ઉભા થઇ આવેલાુ   મુરબ્બીનું સ્વાગત કરી આવકારો આપ્યો .           બંન્ને તાપણાની સામે શાંતિથી બેઠા . તાપણાની આગની જવાળા ઉપર સુધી  ઉઠતી હતી       તેને  જોતાં હતાં .  થોડી વાર , મુરબ્બીએ કાંઈપણ બોલ્યા વિના ,    તાપણામાંથી એક સળગતુ એક લાકડુ લઈ તાપણાથી, અલગ કરી બાજુમાં રાખી દીધું.  અને પાછા શાંત બેસી ગયા..          તે  માણસ આ બધું ધ્યાન થી જોઈ રહ્યો હતો. અને  લાંબા સમયથી એકલો રહેતો હોય ,  અને  તેના સંગઠનના મુરબ્બી ઘરે આવ્યા હોય  મ

*જય શ્રી કૃષ્ણ*🙏☺️

 *જય શ્રી કૃષ્ણ*🙏☺️ 🌴 *"ખુશીઓ* ભેગી કરવામાં  એક *ઉંમર વીતી ગઈ...,* પછી  ખબર પડી કે... *સુખી* તો એ લોકો હતા  કે જેઓ *ખુશીઓ વહેંચતા હતા...* . *જીવન* એ *વિતતા દિવસો* કે *વિતી ગયેલા દિવસો* નું નામ નથી  પણ  *યાદગાર પળો,* અને ખરેખર *જીવેલી ક્ષણો નું નામ છે...!"*💐             🌹 *શુભ પ્રભાત* 🌹

જીંદગી

  જીંદગી કશું નહી પણ ઇશ્વર એ બક્ષેલી યાત્રા છે ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ ભરેલી જાત્રા છે મણાય એટલી માણી લેજો મિત્રો કેમ કે જીંદગી તો જન્મ મરણ વચ્ચે ની નાની વાર્તા છે ...

દાન અવશ્ય કરો તમારા જીવનનાં વીધીનાં લેખો પણ ભગવાન બદલી નાંખશે

 જી હા‌ મિત્રો બસ આટલું કરી જુવો દરરોજ સવારે ઉઠીને જેની પાસે પૈસાની સગવડ જ સવારે ૯ જાવ.જો એક હોય તેઓ પૈસાનું દાન કરતાં જાવ.જો પૈસાની સગવડ ના હોય તો એક પુળો નીરણ ગાયમાતાને નીરણનું દાન કરતાં જાવ . જો એક પુળો નીરણની સગવડ ના હોય તો એક મુઠ્ઠી અનાજ પક્ષીઓને ચણ નાંખતા મુઠ્ઠી ચણની સગવડ ના હોય તો એક બટકું રોટલો કુતરાઓને નાખતાં જાવ.જો એક બટકું રોટલાની સગવડ ના હોય તો એક ચપટી લોટ લઇને કીડીયારું પુરતાં જાવ ..... પણ દરરોજ દરરોજ સવારે ઉઠીને દાન અવશ્ય કરો જેથી તમારાં જીવનમાં ભવિષ્યમાં આવનાર દુખો નહિ આવે અથવા તો આવનારા દુખો 100 % ઓછા થઇ જશે ગેરંટી સાથે અને તમારા જીવનનાં વીધીનાં લેખો પણ ભગવાન બદલી નાંખશે અને તમારું અને તમારા પરિવારનું આવનારું ભવિષ્ય સુખી અને સમૃદ્ધ થઇ જશે.મારી આ વાતો ભરોસો ન આવતો હોય તો જાતે જ જીવનમાં અનુભવ કરી લો ...

જીવન અંત આવશે ત્યારે આ દુનિયાની કોઈ પણ વસ્તુ તેની સાથે જશે નહીં. જીવનનો આનંદ માણો  

    * જીવન અંત આવશે ત્યારે આ દુનિયાની કોઈ પણ વસ્તુ તેની સાથે જશે નહીં.*    *તો આવી પરિસ્થિતિમાં પેટ કાપીને, કંજૂસાઈ કરીને બચત કેમ કરવી જોઈએ....? જરૂરિયાત મુજબ ખર્ચ કેમ નથી કરતા..? જે સારી બાબતોમાં આનંદ છે, તે કરવા જ જોઈએ.*    *આપણા ગયા પછી શું થશે, કોણ શું કહેશે તેની ચિંતા છોડો, કારણ કે શરીરના પાંચ તત્વોમાં ભળી ગયા પછી કોઈ વખાણ કરે કે કોમેન્ટ કરે તો શું ફરક પડે છે....?*  ,  *તે સમયે જીવનનો આનંદ માણવાનો સમય અને મહેનતની કમાણી વીતી ગઈ હશે....*  ,  *તમારા બાળકોની જરૂરિયાતો વિશે વધુ ચિંતા કરશો નહીં....*  *તેમને પોતાનો રસ્તો શોધવા દો....*    *તેમને પોતાનું ભવિષ્ય બનાવવા દો. તેમની ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને સપનાઓના ગુલામ ન બનો.*    *બાળકોને પ્રેમ કરો, તેમની સંભાળ રાખો, તેમને ભેટો પણ આપો, પરંતુ તમારી પોતાની આકાંક્ષાઓ પર પણ કેટલાક જરૂરી ખર્ચાઓ કરો....*  ,  *જન્મથી મૃત્યુ સુધી દુઃખ સહન કરવાનો એકમાત્ર રસ્તો નથી.*  *આ ધ્યાનમાં રાખો....*  ,  *તમે 6 દાયકા પૂર્ણ કર્યા છે,*  *હવે જીવન અને આરોગ્ય સાથે રમીને પૈસા કમાવવા એ અયોગ્ય છે, કારણ કે હવે પૈસા ખર્ચ્યા પછી પણ તમે સ્વાસ્થ્ય ખરીદી શકતા નથી.*  ,  *આ

કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ અને ઉપકાર માટે...

 *કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ અને ઉપકાર માટે...* કેવી અદ્ભૂત રચના કરી છે મારા શરીરની...!! ૨૦૬ હાડકાઓ, કેટ-કેટલા સાંધાઓ..? નહીં કોઈ સ્ક્રુ કે નહીં કોઈ નટ-બોલ્ટ..!! *સાવ છુટ્ટા, છતાં જોડાયેલા જ રહે છે...*    કઈ રીતે રહે છે..?            કંઈ ખબર નથી...      *પ્રભુ...* આખા શરીરને આ ચામડીનું કવર  કેવું ચડાવ્યું છે પ્રભુ.... કેટલું નાજુક..? *છતાં કેવું સંરક્ષક પડ..!* ટાઢ,તાપ,વરસાદમાં શરીરનું રક્ષા-કવચ..!        *વળી,* કેવી અદ્ભૂત રચના છે ચામડીની...? સાંધો નહીં... સિલાઈ નહીં..!        *વળી,* શરીરનો જેમ જેમ વિકાસ થાય તેમ તેમ આ ચામડીનું કવર પણ મોટું થાય.... અને, શરીર દુબળુ થાય તો નાનું થઈ જાય..! *કઈ રીતે થતું હશે આ..! કંઈ ખબર નથી...* ચામડી તો એની એ જ...        *પણ,* ઠંડી, ગરમીની સંવેદના અલગ-અલગ... કઈ રીતે થતું હશે આ..?    કંઈ ખબર નથી... *મને એક જ ખબર છે પ્રભુ કે, તારો મારા પર પ્રેમ છે...* કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ માટે....  *દરેકે રોજ ભગવાન ને કરવા જેવી વિનંતી* *હે પરમેશ્વર* _મને મારા ભાગ્ય મુજબ *કણ* આપજે,_  _હિંમતભેર ચાલી શકુ તેવા *ચરણ* આપજે,_  _હંમેશા કોઈનુ સારુ કરી શકુ તેવુ *આચરણ* આપજ

*ભગવાન પાસે શું માંગવું જોઈએ?*

 *ભગવાન પાસે શું માંગવું જોઈએ?* *એક વાક્ય માં જ જવાબ આપું તો ભગવાન પાસે સત્સંગ માગવો જોઈએ.* *એક દિવસ હું રસ્તા પરથી પસાર થઈ રહી હતો , ત્યાં રસ્તામાં એક જગ્યા એ મોલ જોયો* *ભગવાન નો સદગુણ મોલ ...* *🌹🙏 મારી જિજ્ઞાસા વધી ગઈ,ને વિચાર્યું કે આ દુકાનમાં જઈને તેમાં શું સા્માન મળે છે તે ચોક્ક્સ જોવું જ જોઈએ ..* *🌹🙏 જેવો આવો વિચાર આવ્યો કે દરવાજો જાતે જ ખૂલી ગયો ..ખબર પડી કે આપણા માં , થોડી જિજ્ઞાસા થાય તો દરવાજો જાતે જ ખૂલી જાય છે, ખોલવાની જરૂર નથી પડતી , મેં મારી જાતને દુકાનની અંદર પ્રવેશી ચૂકેલ જાણી ...* *🌹🙏 મેં દુકાનની અંદર જોયું કે બધે દેવદૂતો ઊભા હતા. એક દેવદૂતે મને ટોપલી આપી અને કહ્યું, "મારી વ્હાલી બાળકી ,, કાળજીપૂર્વક ખરીદી કરજે અહિયાં એ બધું જ છે જેની મનુષ્યને જરૂર હોય છે...* *🌹🙏 દેવદૂતે કહ્યું, "જો તમે એક સાથે ટોપલી ઉપાડી શકતા ન હો, તો તમે પાછા આવો અને ફરીથી ટોપલી ભરી શકો છો ...* 🌹🙏 *હવે મેં બધી વસ્તુઓ જોઈ, પહેલાં "ધીરજ ", પછી "પ્રેમ", પછી "સમજણ" ઉપાડી પછી "વિવેક "ના બે ડબ્બા લીધા...* *🌹🙏 *આગળ વધીને આસ્થા ના બે ડબ્બા ઉપાડ્ય

नैन्सी मैथ्यूज ने अपने मंदबुद्धि बच्चे को एक महान वैज्ञानिक बना दिया 

  आज हम जिस महान वैज्ञानिक को याद करते हैं, उसका सबसे बड़ा योगदान बल्ब के आविष्कारक थॉमस अल्वा एडिसन का है और उनके नाम पर 1,000 से अधिक पेटेंट हैं, उनकी मां नैन्सी मैथ्यू एडिसन। जब थॉमस प्राथमिक विद्यालय में था, उसके शिक्षक ने उसे एक सीलबंद लिफाफे में एक पत्र दिया और उसे घर जाकर अपनी माँ को देने के लिए कहा। थॉमस ने ऐसा ही किया। पत्र पढ़कर नैन्सी की आँखों में पानी आ गया, और थॉमस ने पूछा, "माँ, पत्र में ऐसा क्या है जिसने आपको रुला दिया?" "ये खुशी के आंसू हैं," नैन्सी ने कहा। पत्र कहता है कि तुम्हारा बेटा बहुत होशियार है। हमारे स्कूल के शिक्षक उस स्तर के नहीं हैं जो वे आपके बेटे को पढ़ा सकते हैं।   तो अब आप इसे खुद ही सिखाएं। थॉमस यह सुनकर इतना प्रसन्न हुआ कि वह घर पर ही अपनी माँ के साथ दुगने उत्साह के साथ पढ़ने लगा। जो खुद भी टीचर थे। कई साल बाद, थॉमस एक प्रसिद्ध वैज्ञानिक बन गए, और उनकी माँ की मृत्यु हो गई। तभी उसे कोठरी में पत्र मिला। इसमें लिखा था, ''आपका बच्चा बौद्धिक रूप से इतना कमजोर है कि हम उसे दूसरे बच्चों के साथ नहीं पढ़ा सकते.'&

आधुनिकता के नाम पर प्राचीन ज्ञान को न भूलें!

आधुनिकता के नाम पर प्राचीन ज्ञान को न भूलें!   एक पूजा में भोजन के बाद बहुत सारे चावल बच गए, क्योंकि कुछ रिश्तेदार नहीं आ सके। मैं सोच रहा था कि क्या करूं जब मुझे 38 वर्षीय बांग्लादेशी शेफ किश्वर चौधरी की याद आई, जो 2021 में मास्टरशेफ ऑस्ट्रेलिया के सीजन 13 के ग्रैंड फाइनलिस्ट में से एक थे। फिनाले में उन्होंने बचे हुए चावल से बने गरीबों की डिश 'भात' बनाकर पेश की. यह किसी भी रेस्टोरेंट में नहीं मिलता है। मैं 18 साल से इसी डिश को खाकर बड़ा हुआ हूं। ऐसा इसलिए है क्योंकि गरीब परिवार में एक भी अनाज पर खाना बर्बाद नहीं होता है। चावल खाने वाली दुनिया की एक बड़ी आबादी यही करती है। मैंने अगले दिन यह डिश बनाय और इस विषय पर खाद्य वैज्ञानिकों द्वारा किए गए सभी शोधों के विशेष लाभों पर प्रकाश डालते हुए इसे प्रस्तुत किया। पूर्वज उनसे अधिक बुद्धिमान थे। कुछ तथ्य प्रस्तुत करता हूँ। पारंपरिक रूप से रात पके हुए चावल को पानी में डुबोकर रात भर कमरे के तापमान पर मिट्टी के बर्तन में रखा जाता है, क्योंकि उस समय फ्रिज नहीं था। चावल में सुबह तक झाग आता है। उस समय वह इसे नाश्ते में ख

સૃષ્ટિ સાથે અંતરમાં આશાંતિ છે

પં.વિજયશંકર મેહતા   સૃષ્ટિ સાથે અંતરમાં આશાંતિ છે જીવનની દરેક ક્ષણ એક તક છે . તેમાં સાચા લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે , ખોટા પણ કેટલીક હદ સુધી જતા રહે છે . આપણે આ બંને વચ્ચેથી પોતાનો માર્ગ કાઢવાનો છે . વળી , આજના જીવનમાં તો કેટલીક ગતિવિધિઓ એવી છે , જેને સાચી સાબિત કરી શકાતી નથી કે સંપૂર્ણ ખોટી પણ નહીં . તેમાંથી એક છે મદિરાપાન . નૈતિકતાનો પાઠ ભણાવનારા ક્યાં તો ખૂબ પીવે છે કે પીવડાવે છે . જોકે મદિરાપાનને નૈતિકતા સાથે કોઈ લેવા - દેવા નથી . અનેક નૈતિક લોકો પણ પીવે છે અને ન પીનારા પણ અનૈતિક હોઈ શકે છે . આ યુગમાં મોટાભાગના લોકો માટે મદિરાપાન એક ફેશન , એક જીવનશૈલી બની ગઈ છે . જો ભારતની વાત કરીએ તો અહીં મદિરાપાન બેવડું જીવન છે . એ લોકો માટે પણ જે ધર્મ સાથે જોડાવા માગે છે , આધ્યાત્મમાં પણ રસ ધરાવે છે અને ભૌતિકતાની સપાટી પર મદિરા પણ પી લે છે . કમાલ એ છે કે જે દેશના કણ - કણમાં ખુશી પ્રાપ્ત કરવા માટે ઋષિ - મુનિઓએ જે સાધન જણાવ્યા છે , તે બધા અંદરના છે અને બહાર લોકો કૂદી - કૂદીને રંગીન પાણીમાં ડૂબીને પોતાને ખુશ સાબિત કરી રહ્યા છે . જે લોકો ધર્મમાં થોડો ઘણો રસ ધરાવે છે , આધ્યાત્મને જાણવા માગે

Ignore Whiners and Complainers રોદણાં રડતા અને ફરિયાદો કરતા લોકોને અવગણો

  Ignore Whiners and Complainers  રોદણાં રડતા અને ફરિયાદો કરતા લોકોને અવગણો   જરા જાગૃત થઈને તમારી આસપાસના લોકોનું નિરીક્ષણ કરશો તો તમને અનુભવાશે કે કેટલાક લોકો જીવનમાં કોઈ સારી બાબત જોઈ જ શકતા નથી . તેઓ હંમેશાં કોઈને કોઈ બાબતનાં રોદણાં હ રડતા કે ફરિયાદો કરતા જ દેખાશે . " - આ પ્રકારની આદત ધરાવતા લોકો કદી કોઈ સારી વાત કરવાના જ નહિં બલ્કે જે બાબતો સુધારી ન શકાય એ હદે વણસી ગઈ હોય તેની જ વાત કર્યા કરશે .  વધુ મહત્ત્વનું એ છે કે તેઓ કોઈને ખુશ કે કોઈને સારું જોઈ શકતા નથી . આથી તમે એમને ઉત્સાહપૂર્વક કોઈ વાત કહેશો તો તેઓ ઔપચારિક અભિનંદન આપશે પણ પછી તમારા ઉત્સાહ પર ઠંડું પાણી રેડવાનો પ્રયાસ કરશે . આવા લોકોનો નજીકનો સંપર્ક ટાળો અથવા તેમને અવગણો જેથી આ પ્રકારની માનસિકતા તમારા વલણને નબળું ન પાડે ...

જીવન માં હમેંશા ખુશ રહેવુ છે. વાંચો તમે ક્યારેય નહિ થાઓ ઉદાસ

  જીવનમાં ખુશ રહેવા માટે એવા લોકોની જિંદગી અંગે વાંચો જેમણે પોતાનું  જીવન ખુશીથી પસાર કર્યું હતું અથવા ખુશી સાથે વિતાવી રહ્યા છે . રેડિયમની શોધ કરનારા મેડમ મેરી ક્યૂરીનો જીવનમાંથી ઘણી વાતો શીખવા મળે છે . તેમની શોધે કેન્સ ૨ ના ઈલાજને શક્ય બનાવ્યો છે . તેમણે તેમના પતિ સાથે ઘણાં વર્ષો સુધી મહેનત કરીને રેડિયમના સંશોધન પર કામ કર્યું હતું અને અંતે સફળતા મળી હતી .  તેમણે રેડિયમ શોધ્યા બાદ તેની પેટન્ટ ન લેવાનો નિર્ણય કર્યો હતો જેથી મહત્તમ લોકો રેડિમયનો લાભ બીમારીના ઈલાજ માટે લઈ શકે . તેમના નિર્ણયની અન્ય લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી . મેડમ ક્યૂરી જેવા ખુશમિજાજી લોકો ખુશીઓ વધારવાનો પ્રયાસ કરે છે . આ લોકો રેડિયમ જેવા હોય છે જે પોતાની શક્તિ અને પ્રકાશથી અન્યોના જીવન સુંદર બનાવે છે . બીજી તરફ બિલ ગેટ્સ છે . તેમણે પણ ખુશીઓથી જીવન વિતાવ્યું છે . તેમણે દરેક ચીજ પેટન્ટ કરાવી લીધી અને અબજોની સંપત્તિ બનાવી.મેડમ ક્યૂરીના જીવન પરથી પ્રેરણા લઈને હવે બિલ ગેટ્સ તેમની કમાણીનો મોટો હિસ્સો જરૂરિયાતમંદ લોકોમાં વહેંચી રહ્યા છે . આમ કરવાથી તેઓ પોતાના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કરે છે .  પરિશ્રમી , સમજદાર

ગામ ના સરપંચ દેશ ના નેતા ધર ના મુખ્યા કેવા હોવો જોઈએ

 ગામ ના સરપંચ દેશ ના નેતા ધર ના મુખ્યા કેવા હોવો જોઈએ આમ તો આ એક પ્રાચીન કથા છે પણ આજેય એનું મૂલ્ય ઘટ્યું ન હોવાથી જાણવા જેવી છે . એક રાજા હતો . એને ત્રણ દીકરા . પોતાના અંતિમ દિવસોમાં એને ચિંતા થવા લાગી કે આ ત્રણમાંથી સત્તા કોને સોંપવી ? કેમ કે રાજ્ય ચલાવવું એ કોઈ નાની સૂની વાત નથી . પ્રજાના હિતમાં નિર્ણય લઈને જીવવું હોય તો રાજ્યકર્તા પાસે પણ કેટલાક ઉત્તમ ગુણો હોવા જોઈએ . એણે એક સંતની સલાહ લીધી . પ્રાચીન સમયમાં મહત્ત્વના નિર્ણયો લેતી વખતે રાગદ્વેષથી મુક્ત હોય એવા સંત પુરુષોની સલાહ ખાસ લેવાતી . રાજાએ સંતની સલાહ પ્રમાણે ત્રણે દીકરાને બોલાવી ( એ વખતના મૂલ્યને ધ્યાનમાં રાખી ) સો સો રૂપિયા આપ્યા અને કહ્યું કે આ સો રૂપિયામાંથી તમારે એવી વસ્તુ ખરીદવાની છે જેનાથી મહેલનો ખૂણેખૂણો ભરાઈ જાય . ત્રણે પાસે એકસરખા મહેલ હતા . રાજાએ એક મહિનાની મુદત આપી અને કહ્યું કે બરાબર એક મહિના બાહું તમારા મહેલને જોવા આવીશ અને જે આ પરીક્ષામાં સફળ થશે . તેને જ રાજગાદી સોંપવામાં આવ . ત્રણે રાજકુમાર વિચારમાં પડી ગયા . સો રૂપિયામાં તો એવું શું આવી શકે જેનાથી આખો મહેલ ભરાઈ જાય ? ( આજે તો સો રૂપિયામાં શાકભાજ

માં-બાપ ની અમુક ટેવ ઉપર જો તમને ગુસ્સો આવતો હોય તો જરૂર વાંચશો...

 માં-બાપ ની અમુક ટેવ ઉપર જો તમને ગુસ્સો આવતો હોય તો જરૂર વાંચશો... આ વાંચી લીધા બાદ જો દિલ ના ભરાઇ આવે તો તમે માણસ નહી ...              *ઘડપણનો બળાપો* બાળકે દાદાને પૂછ્યું " ઘડપણ " એટલે શું દાદુ..? દાદા -- તારી મમ્મીને સમય મળે ત્યારે.... - ચા બનાવે ને ત્યારે પીવા મળે તે ( ધડપણ ) - ચાનો કપ લેતા હાથ ધ્રુજે તે ( ઘડપણ ) - ધ્રુજતા હાથે ચા પીતા પીતા થોડી ઢોળાય....  ને જાતે પોતું મારવું પડે... નહીં તો તારી મમ્મી રાડું નાખે તે ( ઘડપણ ) - સવારમાં નાસ્તો કરવાનું બંધ થાય તે ( ધડપણ ) - નાહી ધોઈને તૈયાર થઈને બહાર વહ્યું જવાનું  ને જમવા ટાણે ઘેર આવવાનું તે *ઘડપણ* - બપોરે જમીને સૌથી અલગ રૂમમાં 4 વાગ્યા સુધી.   - ઊંધ આવે કે ના આવે પડ્યું રેવાનુ તે ( ધડપણ ) - નીચે ઉતરીને બહાર જતા હોઈયે ત્યારે નીચે છોકરા ને તેની મમ્મી નાસ્તો કરતા હોય.... પણ....,જોઈને રાજી થવાનું..., ને પેટ ને મનાવી લેવાનું.... ને સાંજ સુધી બહાર રેવાનું.... *તે (ધડપણ )* -વાત થતી હોય છોકરાની બોલે કઇક એના મમ્મી એને અને સંભળાવતા હોય કોઇ ને.... એનુ નામ *ઘડપણ* -જો શાક મા મીઠુ ઓછુ હોય કે કઇક જોતુ હોય તો પતી ને કે તમારા મમ્મ

માઁ-બાપનાં આશિર્વાદ થી સુખી રહેવાય છે..

  માઁ-બાપનાં આશિર્વાદ થી સુખી રહેવાય છે..              ક્યારેક એસી માં બેસીને ઠંડકનો અનુભવ કરો ને ત્યારે સમજજો કે તે પહેલાના સમયમાં *માં બાપે પાડેલા પરસેવાની ઠંડક છે*, ક્યારેક ઘરની બહાર નીકળતા બે ડગલા પણ ના ચાલવું પડે તો સમજજો કે તે *માં બાપના ઘસાઈ ગયેલા પગની રહેમત છે*,   ક્યારેક સમય કરતા વહેલા જમવાની થાળી તૈયાર મળી જાય ત્યારે સમજજો કે તે ક્યારેક *ભૂખ્યા રહીને સુઈ ગયેલા માં બાપની મહેરબાની હશે*,   ક્યારેક વગર કારણે સુખની અનુભૂતિ થાય અને જીવન સંપૂર્ણ લાગે ત્યારે સમજજો કે તે હૃદયથી ગરીબ રહેલા *માં બાપના ચાર હાથના આશીર્વાદનો પ્રતાપ છે*..  બધું મે કર્યું મે કર્યું મે કર્યું જ નહી.. તે તમે ત્યારે જ કર્યું હશે જયારે તમને સૌથી પહેલા કોઈએ છાતી સરસું ચાપ્યું હશે, *તેના ધાવણથી તમને જીવન મળ્યું હશે જેની આંગળી અને ખભા પર બેસીને તમે દુનિયા જોઈ હશે.* એક અમેરિકન લંડન ની હોટલમાં ગયો ,જેવો તે દાખલ થયો,તેણે જોયુ કે એક ખૂણામાં એક ભારતીય પણ બેઠો હતો. તેથી તેણે કાઉનટર પર જઈ  પોતાનું પાકીટ કાઢ્યું અને બુમ પાડી,  “વેઈટર !હું આ હોટલ માં બેઠેલાં તમામ વ્યક્તિ માટે ખાવાનું મગાવું છું, ફક્ત ત્યાં બેઠેલાં ભારતી

કોની સાથે ભાગીદારી કરવી અને કોને વેવાઇ બનાવવો પ્રેરણાત્મક કહાની ....

 કોની સાથે ભાગીદારી કરવી અને કોને વેવાઇ બનાવવો પ્રેરણાત્મક કહાની .... કોઇ ની સાથે ભાગીદારી કરવી કે વેવાઇ બનાવવા એટલે જીંદગીના અમુક વર્ષો આપવા અને સંપતી - સમય અને સંપતી આપવી ...જે આગળ જતા મનદુઃખ ના કારણ બને છે હોશીયાર માણસ તો બધુય ચકાસી ને લે છે પણ સામાન્ય માણસ તો લગભગ લગભગ કોઇ ના કહેવા પર સબંધ બાંધે છે અને ક્યારેક ટાણે કટાણે છેતરાય છે કોઇ ને વેવાઇ ભાગીદાર કરતા પહેલા થોડોક અભ્યાસ કરવો જેમ કે ... રોટલા ની ઉદારતા ÷ જેની સાથે પણ આ સબંધ બાંધો તે પહેલા તેની રોટલા ની ઉદારતા ચકાસો એક બે વાર જાણી કરી ભોજન સમયે જ મળો જો તેના માં રોટલા ની ઉદારતા કે વિવેક ના હોય તો આગળ સબંધ વધારવા નુ માંડી વાળવો ભલે ઇ શિરા પકવાન ના ખવડાવે પણ ઇ ખાય ઇ જ ખવડાવે પણ ખવડાવવા ની હોશ હોવી જોઇએ ...એમ કહે કે અરે પહેલા થી કહ્યુ હત તો ભેગા જમત ને એવી સુફીયાણી સલાહ થી છેટા રેજો અને જો તમારા ઘરે થી ટીફીન આવે તો જો ઘર માં અન્નપુર્ણા બેઠા હોય તો બે જણા જમી શકે એટલુ જ ટીફીન હોય ... ખીસ્સા ની ઉદારતા સાથે પ્રવાસ કરવો - જેની સાથે ઉપરોક્ત સબંધ બાંધવા છે તેની સાથે પ્રવાસ કરવો તે કેવી અગવડ ભોગવી ને સગવડ ભોગવે છે કે આપે છે સમયે ખીસ્સા

*"જુના રીતિરિવાજો પાછળનું વિજ્ઞાન"*

 *"જુના રીતિરિવાજો પાછળનું વિજ્ઞાન"*               *સત્સંગ* *વધુ પાછળ જવાની જરૂર નથી. એકાદ પેઢી અગાઉ એટલેકે પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં વયસ્કો, પ્રૌઢો, નિવૃત્ત લોકો સવાર સાંજ મંદિરે સત્સંગ કરવા જતાં.  આપણે સત્સંગના ફાયદા ગણીએ અને આધુનિકીકરણ બાદ તેની અવેજીમાં કરવી પડતી કામની યાદી જોઈએ.* પહેલું,  *સત્સંગ માટે મોટેભાગે નજીકના મંદિરે ચાલીને જતાં આવતાં. દિવસમાં બે વાર જવા આવવાનું. સહેજેય ચાર પાંચ કિલોમીટર ચાલવાનું થઈ જતું. અત્યારે જાહેરાતો કરવી પડે છે કે રોજ એકાદ કલાક અથવા પાંચ કિલોમીટર ચાલવું જોઈએ.* બીજું,  *સત્સંગમાં મોટે મોટેથી કીર્તનો ગવાતા. ગળાની અને ફેફસાની કસરત થઈ જતી. અત્યારે આ માટે લાફિંગ કલબોમાં જવું પડે છે.* ત્રીજું,  *કીર્તનો ગાતાં ગાતાં અડધો કલાક તાળીઓ પાડતા. અજાણતા કેટલી સરસ કસરત થઈ જતી. અત્યારે અક્યુપંચર સારવારમાં હથેળી અને આંગળીઓના બધા પોઈન્ટ દબાય માટે તાળીઓ પાડવા કહેવાય છે.* ચોથું,  *રોજિંદા કામમાંથી મુક્તિ મળે, થોડીવાર નવું વાતાવરણ મળે, ભગવાનને યાદ કરે, મન શાંત થાય, એકચિત્તે બેસવાની આદત પડે. અત્યારે આ માટે રૂપિયા ખર્ચી મેડીટેશન માં કોર્સ કરવા પડે છે.* પાંચમું,  *સ

|| *પૈસાનું મહત્વ* ||

|| *પૈસાનું મહત્વ* || ● મુશ્કેલીના સમયમાં પૈસા સિવાય કોઈનો સહારો હોતો નથી. એટલે જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકળામણ આવે ત્યારે જુની વાતો યાદ કર્યા વગર અને કોઈના ભરોસે બેસી રહ્યા વગર જેટલા જલ્દી પૈસા કમાવા માટેના હથિયાર ઉપાડશો એટલા જલ્દી મુશ્કેલ સમય માંથી બહાર નીકળી શકશો. ● સગાવહાલા અને મિત્રો બધા આશ્વાસન અને સલાહો આપશે. એ ખાલી સાંભળવું ગમશે બાકી એનાથી મુશ્કેલીનો અંત નહિ આવે, ભગવાનના સહારે જશો તો પણ કર્મ તો કરવું જ પડશે. હા એક જાતની માનસિક શાંતિ રહેશે બાકી ફક્ત પૂજા પાઠ, કર્મ કાંડ કે ધર્મસ્થાનોના ચક્કર કાપવાથી પણ એમાંથી બહાર નીકળીના શકાય. ● કોઈ કદાચ થોડી ઘણી આર્થિક મદદ કરશે તો પણ એ ક્ષણિક રાહત હશે, બાકી પહેલાં જેવી આર્થિક પરિસ્થિતિ પર પહોંચવા માટે તો કમાવા સિવાય કોઈ ઉપાય નથી. ● અનિલ અંબાણી અને અમિતાભ બચ્ચન જેવા લોકોના મિત્રો અને સગાવહાલા પણ આર્થિક સંકડામણ વખતે એમના ફોન ઉપાડતા બંધ થઇ જતા હોય તો આપણા જેવા સામાન્ય માણસ માટે તો સગાવહાલાના ખભે આપણી લાશ જ બહાર નીકળે, એટલે આવી પરિસ્થિતિ આવે તો સામાજિક જીવનના વેવલાવેડા બંધ કરીને એક જ ધ્યેય કે નીતિથી પૈસા ક્યાં કમાઈ શકાશે એમાં જ ધ્યાન આપવું, બાકી