કોની સાથે ભાગીદારી કરવી અને કોને વેવાઇ બનાવવો પ્રેરણાત્મક કહાની ....
કોઇ ની સાથે ભાગીદારી કરવી કે વેવાઇ બનાવવા એટલે જીંદગીના અમુક વર્ષો આપવા અને સંપતી - સમય અને સંપતી આપવી ...જે આગળ જતા મનદુઃખ ના કારણ બને છે હોશીયાર માણસ તો બધુય ચકાસી ને લે છે પણ સામાન્ય માણસ તો લગભગ લગભગ કોઇ ના કહેવા પર સબંધ બાંધે છે અને ક્યારેક ટાણે કટાણે છેતરાય છે કોઇ ને વેવાઇ ભાગીદાર કરતા પહેલા થોડોક અભ્યાસ કરવો જેમ કે ...
રોટલા ની ઉદારતા ÷ જેની સાથે પણ આ સબંધ બાંધો તે પહેલા તેની રોટલા ની ઉદારતા ચકાસો એક બે વાર જાણી કરી ભોજન સમયે જ મળો જો તેના માં રોટલા ની ઉદારતા કે વિવેક ના હોય તો આગળ સબંધ વધારવા નુ માંડી વાળવો ભલે ઇ શિરા પકવાન ના ખવડાવે પણ ઇ ખાય ઇ જ ખવડાવે પણ ખવડાવવા ની હોશ હોવી જોઇએ ...એમ કહે કે અરે પહેલા થી કહ્યુ હત તો ભેગા જમત ને એવી સુફીયાણી સલાહ થી છેટા રેજો અને જો તમારા ઘરે થી ટીફીન આવે તો જો ઘર માં અન્નપુર્ણા બેઠા હોય તો બે જણા જમી શકે એટલુ જ ટીફીન હોય ...
ખીસ્સા ની ઉદારતા સાથે પ્રવાસ કરવો - જેની સાથે ઉપરોક્ત સબંધ બાંધવા છે તેની સાથે પ્રવાસ કરવો તે કેવી અગવડ ભોગવી ને સગવડ ભોગવે છે કે આપે છે સમયે ખીસ્સા માં હાથ નાખે છે કૈ ખાલી સારૂ લાગાડવા નો વિવેક જ કરે છે તે ચકાસવુ ... જો 20 રૂપીયા આપવા ના હોય ત્યા 500/1000ની મોટી નોટ જ કાઢે તો સમજવુ કે આ દર્શન જ મોટા છે બાકી કામ આવે તેમ નથી માટે દુર રહેવુ... આમ સબંધ પહેલા નો પ્રવાસ એ આરીસો છે.
સબંધ ની ઉદારતા - જો આપણે જેની સાથે સબંધ કરવા ઇચ્છીએ તેના સગા ભાઇ બહેન ના સબંધ કે કુટુંબીજનો સાથે ના સબંધ કોઇ મોટા દેખીતા કારણ સિવાય લાંબા સમય થી બગડેલા હોય અથવા માં બાપ એકલા રહેતા હોય તો તેની સાથે સબંધ ના કરવો જે પોતાના લોહી ના સબંધ માં પણ જતુ કરી ને નમી નથી શકતા તે આપણા સાથે શું કરશે ?
સ્વભાવ ની ઉદારતા - જો કોઇ ની સાથે સબંધ કરો તો એ ચકાસ જો કે તેના કામવાળા- પ્રેસ વાળા - છાપા વાળા - શાક વાળા- દુધ વાળા વગરે રોજ સંપર્ક મા આવનારા સાથે ના સબંધ કેવા છે જો તેઓ જ રોજ બદલતા બદલતા રહેતા હોય તો સમજવુ કે અહીં કચકચ વધુ છે અને થોડુ પણ જતું કરવા ની ઉદારતા નથી જેને ત્યાં કામ વાળી બાઇ પગાર લઇ ને પણ ત્રણ મહીના ટકતી ના હોય તેને ત્યાં આપણે કેમ પાત્ર આપવુ કે સબંધ કરવા ?
ત્વરીત મદદ કરવા ની ઉદારતા - પાડોશી સાથે ના સબંધ કેવા તેના પર થી મદદ ની ઉદારતા આવે પહેલા ના સમય માં છોકરાઓ પાડોશી ને ત્યાંજ રમતા રમતા જમી ને આવતા હતા જો છોકરાઓ ની બાબત મા કે મેઇન્ટેનન્સ ની બાબત માં પણ તકરાર રહેતી હોય તો જરા બરાબર ચકાસી ને સબંધ કરવા ...
અત્યારે સબંધ કરવો હોય ત્યારે નવુ ઘર - ગાડી બધુ જોવાય છે પણ ઇતો લોન પર મળે છે મુળ છે એડજસ્ટ મેનેજમેન્ટ ની ભાવના ..જોઇ જોઇએ તો ઘણું સારૂ થાય ... નવા વેવાઇ કે ભાગીદાર કરતા આટલી પાયા ની વાત ચકાસવી
સંસાર રામાયણ
સ્વામી સચ્ચિદાનંદજી
Comments