માઁ-બાપનાં આશિર્વાદ થી સુખી રહેવાય છે..
ક્યારેક એસી માં બેસીને ઠંડકનો અનુભવ કરો ને ત્યારે સમજજો કે તે પહેલાના સમયમાં *માં બાપે પાડેલા પરસેવાની ઠંડક છે*,
ક્યારેક ઘરની બહાર નીકળતા બે ડગલા પણ ના ચાલવું પડે તો સમજજો કે તે *માં બાપના ઘસાઈ ગયેલા પગની રહેમત છે*,
ક્યારેક સમય કરતા વહેલા જમવાની થાળી તૈયાર મળી જાય ત્યારે સમજજો કે તે ક્યારેક *ભૂખ્યા રહીને સુઈ ગયેલા માં બાપની મહેરબાની હશે*,
ક્યારેક વગર કારણે સુખની અનુભૂતિ થાય અને જીવન સંપૂર્ણ લાગે ત્યારે સમજજો કે તે હૃદયથી ગરીબ રહેલા *માં બાપના ચાર હાથના આશીર્વાદનો પ્રતાપ છે*..
બધું મે કર્યું મે કર્યું મે કર્યું જ નહી.. તે તમે ત્યારે જ કર્યું હશે જયારે તમને સૌથી પહેલા કોઈએ છાતી સરસું ચાપ્યું હશે, *તેના ધાવણથી તમને જીવન મળ્યું હશે જેની આંગળી અને ખભા પર બેસીને તમે દુનિયા જોઈ હશે.*
એક અમેરિકન લંડન ની હોટલમાં ગયો ,જેવો તે દાખલ થયો,તેણે જોયુ કે એક ખૂણામાં એક ભારતીય પણ બેઠો હતો. તેથી તેણે કાઉનટર પર જઈ પોતાનું પાકીટ કાઢ્યું અને બુમ પાડી,
“વેઈટર !હું આ હોટલ માં બેઠેલાં તમામ વ્યક્તિ માટે ખાવાનું મગાવું છું, ફક્ત ત્યાં બેઠેલાં ભારતીય સિવાય.”
એટલે વેઈટરે પૈસા લીધાં અને ભારતીય સિવાય દરેક ને જમવાનું પીરસવા લાગ્યો. ભારતીય વ્યક્તિ જરા પણ વિચલિત ન થતાં અમેરિકન સામે જોયું અને ચિલ્લાયો “thank you
આ વાતે અમેરિકન ઘવાયો અને પાછું પોતાનું પર્સ કાઢ્યું અને બુમ પાડી “વેઈટર,!
આ લે પૈસા અને પેલાં ભારતીય સિવાય દરેકને એક એક દારૂ ની બોટલ અને જે જોઈએ તે બધું ખાવાનું આપ“
એટલે વેઈટરે ફરી તેની પાસેથી પૈસા લીધાં અને ભારતીય સિવાય દરેકને દારૂ અને વધુ જમવાનું પીરસવા લાગ્યો. જયારે વેઈટરે ભારતીય ને છોડી ને દરેક ને દારૂ અને ભોજન આપવાનું પૂરું કર્યું ત્યારે ભારતીય વ્યક્તિએ અમેરિકન સામે જોયું , સ્માઈલ કર્યું અને જોરથી ચિલ્લાયો “thank you”.
આ વાતે અમેરિકન ને બેબાકળો બનાવી દીધો તે કાઉનટર પર ઝૂક્યો અને વેઈટરના કાનમાં બબડ્યો “આ ભારતીયને તકલીફ શું છે,? હું તેને છોડીને બધાં માટે જમવાનું માંગવું છું ,તો તે ગુસ્સે થયાં વગર બેઠો રહે છે ,સ્માઈલ કરે છે અને પછી ‘થેંક્યું’ બોલે છે , શું તે ગાંડો છે ?”
વેઈટર અમેરિકન તરફ જોઈ હસ્યો અને કહ્યું :: ના!! એ ગાંડો નથી પણ તે આ હોટલ નો માલિક છે .
અજાણતાં પણ તમારા વિરોધીઓને તમારી તરફેણમાં કામ કરવા દો.
👉• ગુસ્સા થી દુર રહો , ગુસ્સો ફક્ત તમને પોતાનેજ ઈજા પહોંચાડશે
👉 જો તમે સાચ્ચા છો તો ગુસ્સો કરવાની જરુરતજ નથી.
👉 જો તમે ખોટા છો તો તમને ગુસ્સો કરવાનો અધિકાર નથી.
👉 પરિવાર સાથે ધીરજથી કામ લેવું એ પ્રેમ લાગણી છે .
👉બીજાઓ સાથે ધીરજથી કામ લેવું એ માન સન્માન છે.
👉 પોતાની સાથે ધીરજથી કામ લેવું એ વિશ્વાસ છે.
👉ઈશ્વર સાથે ધીરજથી કામ લેવું એ શ્રદ્ધા છે.
બીજા નાં મંતવ્યો સાથે સહમત થઈ, મૈ મારાં વિચારો ઉમેર્યા,,
આપનું સર્વ પ્રકારે મંગળ થાવો,
👉જય શ્રી સ્વામિનારાયણ
Comments