પં.વિજયશંકર મેહતા |
સૃષ્ટિ સાથે અંતરમાં આશાંતિ છે જીવનની દરેક ક્ષણ એક તક છે . તેમાં સાચા લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે , ખોટા પણ કેટલીક હદ સુધી જતા રહે છે . આપણે આ બંને વચ્ચેથી પોતાનો માર્ગ કાઢવાનો છે . વળી , આજના જીવનમાં તો કેટલીક ગતિવિધિઓ એવી છે , જેને સાચી સાબિત કરી શકાતી નથી કે સંપૂર્ણ ખોટી પણ નહીં . તેમાંથી એક છે મદિરાપાન . નૈતિકતાનો પાઠ ભણાવનારા ક્યાં તો ખૂબ પીવે છે કે પીવડાવે છે . જોકે મદિરાપાનને નૈતિકતા સાથે કોઈ લેવા - દેવા નથી . અનેક નૈતિક લોકો પણ પીવે છે અને ન પીનારા પણ અનૈતિક હોઈ શકે છે . આ યુગમાં મોટાભાગના લોકો માટે મદિરાપાન એક ફેશન , એક જીવનશૈલી બની ગઈ છે . જો ભારતની વાત કરીએ તો અહીં મદિરાપાન બેવડું જીવન છે . એ લોકો માટે પણ જે ધર્મ સાથે જોડાવા માગે છે , આધ્યાત્મમાં પણ રસ ધરાવે છે અને ભૌતિકતાની સપાટી પર મદિરા પણ પી લે છે . કમાલ એ છે કે જે દેશના કણ - કણમાં ખુશી પ્રાપ્ત કરવા માટે ઋષિ - મુનિઓએ જે સાધન જણાવ્યા છે , તે બધા અંદરના છે અને બહાર લોકો કૂદી - કૂદીને રંગીન પાણીમાં ડૂબીને પોતાને ખુશ સાબિત કરી રહ્યા છે . જે લોકો ધર્મમાં થોડો ઘણો રસ ધરાવે છે , આધ્યાત્મને જાણવા માગે છે , તેમના માટે મદિરાપાન અકુદરતી કૃત્ય છે , સૃષ્ટિથી દૂર જવું જ્યારે - જ્યારે સૃષ્ટિથી દૂર જઈશું , અશાંત રહીશું , બેચેન રહીશું
Comments