તેમણે રેડિયમ શોધ્યા બાદ તેની પેટન્ટ ન લેવાનો નિર્ણય કર્યો હતો જેથી મહત્તમ લોકો રેડિમયનો લાભ બીમારીના ઈલાજ માટે લઈ શકે . તેમના નિર્ણયની અન્ય લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી . મેડમ ક્યૂરી જેવા ખુશમિજાજી લોકો ખુશીઓ વધારવાનો પ્રયાસ કરે છે . આ લોકો રેડિયમ જેવા હોય છે જે પોતાની શક્તિ અને પ્રકાશથી અન્યોના જીવન સુંદર બનાવે છે . બીજી તરફ બિલ ગેટ્સ છે . તેમણે પણ ખુશીઓથી જીવન વિતાવ્યું છે . તેમણે દરેક ચીજ પેટન્ટ કરાવી લીધી અને અબજોની સંપત્તિ બનાવી.મેડમ ક્યૂરીના જીવન પરથી પ્રેરણા લઈને હવે બિલ ગેટ્સ તેમની કમાણીનો મોટો હિસ્સો જરૂરિયાતમંદ લોકોમાં વહેંચી રહ્યા છે . આમ કરવાથી તેઓ પોતાના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કરે છે .
પરિશ્રમી , સમજદાર અને નિરંતર લક્ષ્ય તરફ આગળ વધવાથી તમે પોતાની જાતને અન્ય લોકોને મદદ કરવા પ્રોત્સાહિત કરી શકો છો . તેનાથી ઈર્ષ્યા , ગુસ્સો અને બદલાની ભાવના જેવા નકારાત્મક વિચારો તમારી આસપાસ નથી આવતા . આવા કારણોથી જ જીવનમાં ઉદાસી આવે છે . ખુશીઓ દૂર થઈ જાય છે . જીવનમાં સમજદાર બનો . તેનાથી ખુશીઓ વધતી જશે . જીવનમાં પોતાના માટે નહીં , બીજાની મદદ કરવા માટે આગળ વધો .
Comments