ગામ ના સરપંચ દેશ ના નેતા ધર ના મુખ્યા કેવા હોવો જોઈએ
આમ તો આ એક પ્રાચીન કથા છે પણ આજેય એનું મૂલ્ય ઘટ્યું ન હોવાથી જાણવા જેવી છે . એક રાજા હતો . એને ત્રણ દીકરા . પોતાના અંતિમ દિવસોમાં એને ચિંતા થવા લાગી કે આ ત્રણમાંથી સત્તા કોને સોંપવી ? કેમ કે રાજ્ય ચલાવવું એ કોઈ નાની સૂની વાત નથી . પ્રજાના હિતમાં નિર્ણય લઈને જીવવું હોય તો રાજ્યકર્તા પાસે પણ કેટલાક ઉત્તમ ગુણો હોવા જોઈએ .
એણે એક સંતની સલાહ લીધી . પ્રાચીન સમયમાં મહત્ત્વના નિર્ણયો લેતી વખતે રાગદ્વેષથી મુક્ત હોય એવા સંત પુરુષોની સલાહ ખાસ લેવાતી . રાજાએ સંતની સલાહ પ્રમાણે ત્રણે દીકરાને બોલાવી ( એ વખતના મૂલ્યને ધ્યાનમાં રાખી ) સો સો રૂપિયા આપ્યા અને કહ્યું કે આ સો રૂપિયામાંથી તમારે એવી વસ્તુ ખરીદવાની છે જેનાથી મહેલનો ખૂણેખૂણો ભરાઈ જાય . ત્રણે પાસે એકસરખા મહેલ હતા . રાજાએ એક મહિનાની મુદત આપી અને કહ્યું કે બરાબર એક મહિના બાહું તમારા મહેલને જોવા આવીશ અને જે આ પરીક્ષામાં સફળ થશે . તેને જ રાજગાદી સોંપવામાં આવ . ત્રણે રાજકુમાર વિચારમાં પડી ગયા . સો રૂપિયામાં તો એવું શું
આવી શકે જેનાથી આખો મહેલ ભરાઈ જાય ? ( આજે તો સો રૂપિયામાં શાકભાજીની એક થેલી પણ ભરાતી નથી . ) પહેલાએ વિચાર કર્યો કે આ સો રૂપિયામાં તો એવું કશું આવશે નહીં , જેનાથી મહેલ ભરાય . આથી જુગાર ૨ મીને હું આમાં કંઈક વધારો થાય પછી જ મહેલ ભરું . બીજાએ વિચાર કર્યો કે સોના , ચાંદી કે હીરા ઝવેરાતથી તો સો રૂપિયામાં મહેલ ભરાય નહીં . આથી આખા નગરનો કચરો એકઠો કરાવીને એણે મહેલમાં ભરાવી દીધો . સો રૂપિયામાં બીજું આવે પણ શું ? અને મહેલના બારણા બંધ મહિનો કરી પૂરો થાય તેની રાહ જોવા લાગ્યો . ત્રીજો કુંવર નાનો પણ અને ચતુર કોઠાસૂઝવાળો આથી એણે હતો . પોતાની આગવી રીતથી જ મહેલ ભરવાનો નિર્ણય કર્યો . મહિનો પૂરો થયો અને રાજા મોટા દીકરાના મહેલ સામે જઈને ઊભો રહ્યો . આખો મહેલ ખાલી હતો . કેમ કે જુગારમાં એ સો
રૂપિયા હારી ગયેલો . દીકરાની દલીલ હતી કે સો રૂપિયામાં આખો મહેલ ભરાય એવું કશું આવે તેમ હતું નહીં , એટલે મેં વધુ પૈસા મેળવવા માટે એને જુગારમાં લગાવ્યા પણ હું હારી ગયો . એટલે હવે કરું પણ શું ? રાજા કશુંય બોલ્યા વિના બીજા કુંવરના મહેલ તરફ આગળ વધ્યો તો બંધ મહેલમાંથી પણ સહી ન શકાય એવી બદબૂ આવી રહી હતી . મહેલ ખોલીને જોયું તો નર્યા નરકાગાર જેવી જ એની સ્થિતિ હતી . નાક દબાવીને બધા આગળ ત્રીજા કુંવરના મહેલ તરફ ગયા તો અમાસની એ રાત્રિમાંય મહેલનો
ખૂણેખૂણો દીપમાળાથી ઝગમગતો હતો અને દૂરથી જ ધૂપસળી અને પુષ્પોની સુવાસ હતી . આવતી રાજાએ જઈને પૂછ્યું કે તેં શેનાથી આ મહેલ ભર્યો છે ? તો નાના રાજકુમારે નમ્રતાથી કહ્યું કે મહારાજ ! મેં પ્રકાશ , સુવાસ અને સૌંદર્યથી આ મહેલને ભર્યો છે . રાજા એની સમજ અને ચતુરાઈથી ખુશ થયો અને ત્રીજા રાજકુમારને જ રાજગાદી સોંપી ધર્મધ્યાનમાં લાગી ગયો.
દેશ , પરિવાર અને વ્યક્તિગત જીવનમાંય ખરા વારસદાર થવા અને શોધવા માટે આપણને આ કથા ઘણું કહી જાય છે . આજે પણ દેશનું શાસન કોણ સંભાળે અને કોણ દેશને પ્રકાશ , સુવાસ , સૌંદર્ય અને સુખસમૃદ્ધિથી ભરી દેવાની પાત્રતા ધરાવે છે તેની શોધ અને ચિંતા ચાલે છે . કોઈ સાચા સંતની સલાહ લઈને એ પ્રમાણે વરણી કરવાની સૂઝ , સમજ ધરાવે એવી આપણી પ્રજા નથી અને એવા સાચા સંતોને પણ શોધવા ક્યાં ? એટલે .. એવા જ લોકોને ચૂંટવા જે ગુણિયલ હોય , દ્રષ્ટિવાન અને ઊજળા ભવિષ્યની આશા સાથે સમગ્ર દેશ અને પ્રજાને આગળ લઈ જાય . જેની પાસે પક્ષા - પક્ષી ન હોય , જે સત્યની સેવામાં રત રહી દેશ આખામાં એક નવી હવા અને સુવાસ પેદા કરી શકે .
Comments