સંગઠન એજ શક્તિ
એક વ્યકિત હતો, જે હંમેશા પોતાના સંગઠનમાં ખૂબ સક્રિય હતો.
તેને બધા ઓળખતા હતા.
દરેક તેને ઘણું માન સન્માન આપતા હતા .
કોઈ સંજોગોવસાત તે
સંગઠનમાંથી અલગ ( નિષ્ક્રીય) રહેવા લાગ્યો, કોઈને પણ મળવાનું બંધ કરી દીધું .
મેસેજ કરવાનું પણ બંધ કરી દીધું. અને સંગઠનથી દૂર થઇ જાય છે .
થોડા અઠવાડિયા પછી ખૂબજ ઠંડી હતી અને રાત્રીમાં સંગઠનના મુરબ્બી માણસે તેને મળવાનું નક્કી કર્યું.
અને
મુરબ્બી માણસ તેના ઘરે આવ્યા
અને જોયું તો આ માણસ ઘરે એકલો જ હતો. અને તગારામાં લાકડાનું તાપણું કરીને સામે બેસી આરામથી તાપતો હતો .
તે માણસે ઉભા થઇ આવેલાુ
મુરબ્બીનું સ્વાગત કરી આવકારો આપ્યો .
બંન્ને તાપણાની સામે શાંતિથી બેઠા . તાપણાની આગની જવાળા ઉપર સુધી
ઉઠતી હતી તેને જોતાં હતાં . થોડી વાર , મુરબ્બીએ કાંઈપણ બોલ્યા વિના ,
તાપણામાંથી એક સળગતુ એક લાકડુ લઈ તાપણાથી, અલગ કરી બાજુમાં રાખી દીધું. અને પાછા શાંત બેસી ગયા..
તે માણસ આ બધું ધ્યાન થી જોઈ રહ્યો હતો. અને
લાંબા સમયથી એકલો રહેતો હોય , અને તેના સંગઠનના મુરબ્બી ઘરે આવ્યા હોય મનમાં ને મનમાં આનંદ લઈ રહ્યો હતો.
અને મનમાં વિચારતો હતો કે આજે તે સંગઠન ના મુરબ્બી સાથે છે .
પરંતુ તેને જોયુ કે લાકડાના તાપણામાંથી જુદુ ( અલગ) રાખેલ સળગતુ લાકડુ ધીરે ધીરે ઠરવા લાગ્યુ હતું અને અગ્નિ ઓછી થવા લાગી હતી .
અને થોડી વાર પછી સાવ ઓલવાઈ ગયું હતું. અગ્નિ સાવ બૂઝાઈ ગયો ,
હવે તેમાં કોઈ આગ કે ચમક રહી નથી..
થોડીવાર પહેલા આ લાકડામાં જે
આગ અને પ્રકાશ હતો ,
તે હવે કોલસા સિવાય કાંઈ ન હતું !!!
હવે બંને એ એકબીજા ના ખબરઅંતર પૂછ્યા અને ઓછામાં ઓછા શબ્દોમાં વાતો કરી .
મુરબ્બી એ જતા જતા , અલગ કરેલ અને ઠરી ગયેલ લાકડાને ઉઠાવીને પાછી
સળગતી આગમાં રાખી દીધી .
આ લાકડુ ફરીવાર સળગવા લાગ્યુ અને પહેલા જેવો પ્રકાશ આપવા આપવા લાગ્યુ અને ચારેબાજુ રોશની અને તાપ
આપવા લાગ્યું...
ત્યાર પછી આવેલ મુરબ્બી જવા લાગ્યા ત્યારે આ માણસ ઘરનાં દરવાજા સુધી વળાવવા ગયો અને બોલ્યો આપે મારા ઘરે આવી મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે .
આજે આપે કાંઈપણ બોલ્યા વિના એક વાત સરસ બતાવી છે કે, એકલા વ્યકિતનું કાંઈ મહત્વ કે અસ્તિત્વ છે જ નહીં.
સંગઠન કે ગ્રુપના સાથ સહકાર થકી જ માણસો ઓળખાતા અને ઉજળા હોય છે .
સંગઠન થકી જ માણસોની પહેચાન હોય છે .
સંગઠન સર્વોપરી હોય છે . સંગઠન પ્રત્યે અમારી નિષ્ઠા અને સમર્પણ કોઈ વ્યકિત માટે નહીં , સંગઠન ની સાથે જોડાયેલા વિચાર, સિદ્ધાંતો પ્રત્યે હોવી જોઈએ
સંગઠન કોઈપણ પ્રકાર નુ હોઈ શકે છે , પારિવારિક, રાજકીય , પક્ષીય , સામાજિક , વ્યાપારિક કે સાંસ્કૃતિક વિગેરે વિગેરે.....
સંગઠન વિના માનવ જીવન અધૂરું છે . !!
જયાં પણ રહો સંગઠીત રહો..!!
🥀💐👍🏼
💪🏼 સંગઠન એજ શક્તિ 👨👨👦👦
Comments