Ignore Whiners and Complainers રોદણાં રડતા અને ફરિયાદો કરતા લોકોને અવગણો
જરા જાગૃત થઈને તમારી આસપાસના લોકોનું નિરીક્ષણ કરશો તો તમને અનુભવાશે કે કેટલાક લોકો જીવનમાં કોઈ સારી બાબત જોઈ જ શકતા નથી . તેઓ હંમેશાં કોઈને કોઈ બાબતનાં રોદણાં હ રડતા કે ફરિયાદો કરતા જ દેખાશે . " - આ પ્રકારની આદત ધરાવતા લોકો કદી કોઈ સારી વાત કરવાના જ નહિં બલ્કે જે બાબતો સુધારી ન શકાય એ હદે વણસી ગઈ હોય તેની જ વાત કર્યા કરશે .
વધુ મહત્ત્વનું એ છે કે તેઓ કોઈને ખુશ કે કોઈને સારું જોઈ શકતા નથી . આથી તમે એમને ઉત્સાહપૂર્વક કોઈ વાત કહેશો તો તેઓ ઔપચારિક અભિનંદન આપશે પણ પછી તમારા ઉત્સાહ પર ઠંડું પાણી રેડવાનો પ્રયાસ કરશે . આવા લોકોનો નજીકનો સંપર્ક ટાળો અથવા તેમને અવગણો જેથી આ પ્રકારની માનસિકતા તમારા વલણને નબળું ન પાડે ...
Comments