Skip to main content

ગુજરાતી જોક્સ

 એક ભાઈ ઉભા ઉભા કંઈક ખાતા હતા...

મે કીધુ: "શુ ખાવ છો..?"


તો કે: "સિંગ ને ચણા.."

મે હાથમા જોયુ તો કાઇ નહતુ...!


મે કીધુ: "આમા તો કાઇ નથી..?"

તો મને કહે કે:

 "એતો મનમા ને મનમા ખાવ છુ...."


મે કીધુ "મુર્ખા, મનમા જ ખાવુ હોય તો કાજુ બદામ ખાને....."


*સાલા વિચારમાય લોભિયા*

😂😂😜 😜


એક બહેનને ત્યાં બપોરના સમયે એક ભિખારી ખાવાનું માગવા આવ્યો.

બહેને કહ્યું : "તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે.."

ભિખારીએ કહ્યું : *"મેડમ, આપણે ફેસબુક પર ફ્રેન્ડ્સ છીએ !"*😂😃

____________________

પત્ની : "સવાર પડી ગઈ.... ઉઠો, ફટાફટ હું ભાખરી કરું છું"

પતિ : *"હું ક્યાં તાવડી પર સૂતો છું તુંતારે ભાખરી કર ને.."* 😂

______________________

પતિ : શું આખો દિવસ ઇન્ટરનેટ પર ચોંટી રહે છે..?એની બહાર પણ એક સુંદર દુનિયા છે એ જોવાનો પ્રયત્ન કર.."


*પત્ની : "લીન્ક મોકલો.!!."😝*

______________________

સિક્યુરિટી ગાર્ડ નો ઇન્ટરવ્યૂ હતો

પ્રશ્ન...પૂછ્યો...

"ઈંગ્લીશ...આવડે છે....?"


ઇન્ટરવ્યૂ આપનારે...સામે પૂછ્યું.....


*"ચોર.....વિદેશ...થી આવવા ના છે...??*


"🤣🤣



😄😄😄


કરસન: કેમ બેટા , ફળો કેમ ના લાવ્યો ?


પપ્પુ: આખી માર્કેટ ફર્યો પણ ધીરજ ક્યાંય ના મળ્યો...!


કરસન: ધીરજ કોણ ?


પપ્પુ: કેમ તમે કહેતા હતા ને,

ધીરજનાં ફળ મીઠાં હોય છે..!!!


😄😄😄


શિક્ષક- ક્લાસમાં જાગૃતિ લાવવા શું કરવું જોઇએ?


ભૂરો - જાગૃતિ ના પપ્પા મગનકાકા જોડે વાત કરવી પડે.


😀😀😀


*કેટલાક લોકો મંદિરની બહારથી રસ્તે જતા ચાલુ વાહન ઉપર જ ભગવાન ના દર્શન કરી લે......*


 *તેને "માર્ગદર્શન" કહેવાય.*



🤣🤣🤣🤣🤣🤣🤣


અમે ગુજરાતી કોઈ ની પર ભરોશો કરતા નથી ....


કોઈ સુઈ ગયું હોય તો એને પણ ઉઠાડી ને પુછી લઈએ ....


ભાઈ સુઈ ગયો હતો ? 


😂😂😂😂😂😂


બપોરે પ્રેમ થી પીરસાયેલા *ભાત* ને 

જ્યારે તમે *ના* પાડો છો,


ત્યારે, અજાણતા જ તમે સાંજ માટે *વઘારેલા ભાત* ને *હા* પાડો છો...



😝

સત્ય ના પ્રયોગો માંથી..


પપ્પા : સારું ભણ, વ્યવસ્થિત ભણ, મોટો થા, સુંદર, સુશીલ પત્ની મળશે !


છોકરો: તમારા ટાઈમ માં આવી સ્કીમ નહોતી ?


મમ્મીએ એવો ધીબેટી કાઢ્યો, એવો ધીબેટી કાઢ્યો કે ના પૂછો વાત.......



😳😜😃😅


જીવનમાં યોગ્ય પાત્ર મળી જાય તો રોજ વેલેન્ટાઈન ડે.

આળસુ પાત્ર મળે તો લેબર ડે.

અપરિપક્વ પાત્ર મળે તો ચાઈલ્ડ ડે.

પરિપક્વ પાત્ર મળે તો મધર્સ ડે.

અને પાત્ર ન મળે તો

‌ રોજ ઇન્ડિપેન્ડન્સ ડે...


🤪

અમદાવાદી :  

અલ્યા જીવલા,

 કાશ્મીર માં *શીકારા ( બોટ )* લઈએ તો હાઉસીંગ લોન

લેવી કે 

વ્હિકલ લોન લેવી ...!!?


😆😆😆


પત્ની : આપણો સંસાર સુખેથી ચાલે એટલે હું એકાદશી રહું છું, બીજ રહું છું, પૂનમ રહું છું, જન્માષ્ટમી રહું છું, રામનવમી રહું છું, વડસાવિત્રી રહુ છુ, નવરાત્રી રહુ છુ....


  પતિ : એમાં શું થઈ ગયું.?


પત્ની : તમે શું રહો છો, બોલો! 


 પતિ : હું રહું છું એ તું ના રહી શકે...


પત્ની : એવું તો તમે શું રહો છો જે હું ના રહી શકું, બોલો .?

 

પતિ : *હું મૂંગો રહું છું....*


😷🤐🤐😂😂😍😍👍🏻

😄😄😄😄😄😄😄😄😄😄

*"એક્કેય ગાંડાને કોરોનો થયો?*

*બેફામ, માસ્ક પહેર્યાં વગર ફરે છે"*.

આવો એક સગા નો મેસેજ આવ્યો. 


તો મેં રિપ્લાય આપ્યો....... 


*છતાંય તમારે ઘ્યાન રાખવું*.."


તો મને બ્લોક કરી દીધો બોલો...


😂🤣😂🤣😂🤣


*સાૈથી હોશિયાર માણસ એ છે...*


જે ટોઇલેટમા બેસતા પહેલા નળ ચાલુ કરીને જોઇ લે કે પાણી આવે છે કે નહી....


બાકી સાયન્સ..કોમર્સ તો ઠીક છે મારા ભાઈ ..... 


😀😜🤣


પતિ: આજે યુ ટ્યુબ પરથી શીખ્યો છું. તારા કોઈ સગાને હાર્ટ, કીડની કે ફેફસાનું ઓપરેશન કરાવવું હોય તો કહેજે. હુ કરી આપીશ.


પત્ની: એવા ખોટા અખતરા નો કરતા. એમ વીડીયો જોયે કાંઇ નો આવડે હો!


પતિ: તો તુ શેની કુકિંગ શૉ જોઈને રોજ મંડાણી હોય છે?


😄😄😜😄😄


હું કહું છું...


આ તીન પત્તી ની રમત ને 

ઓલમ્પિક માં સામેલ કરો, 

ગુજરાતી દર વખતે ગોલ્ડ લઈને આવશે 


*વિઠ્ઠલ તિડી*


🤣🤣🤣🤣


પત્ની :- મારું ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું... તો પણ શું બીમારી છે ખબર જ નથી પડતી...


પતિ :- હવે તો એકજ ઉપાય છે... "પોસ્ટમોર્ટમ" કરાવીએ...!! 


🥵🥸🥰


પત્ની: સાંજે બાંકડે કોની સાથે બેઠા'તા ??

બહેન હતી કે ગર્લફ્રેન્ડ...?

પતિનો નિર્દોષ જવાબ :

 "એણે" હજી કઈ કીધું નથી..!


😳🥺



છત્રી ભલે લેડીઝ હોય પણ વાવાઝોડામાં એ કાગડો જ થાય "કાગડી" નો થાય... 


😜🤣🤯


એક મોટું અચરજ..... 

ઘેર પીઝા મંગાવે ને 

બહારગામ થેપલાં લઇ જાય...અમે ભાઇ ગુજરાતી.!


🤡🥳


સુધરેલો ગુજ્જુ :- ડો.સાહેબ, મને છેલ્લાં કેટલાંક વિક થી વધારે પડતી વિકતા મહેસૂસ થાય છે..!! 

😂🤣🥱


*****

લગન કરેલા માણસ ને અડજેસ્ટમેન્ટ ની એટલી આદત પડી ગઈ હોય છે કે...... ઘરવાળી પિયર ગઈ હોય તો ય ડબલ બેડ ના એક ખૂણામાં જ ટુટીયું વાળીને પડ્યો હોય.....

😂🥸🤣🤣


*****

ગુજરાતનો ૧૬૦૦ કિ.મી દરિયો છોડીને દીવ ફક્ત ન્હાવા માટે જાવ છો એ વાત માનવી મુશ્કેલ છે... ! 

😂🤓🥰


*****

કુંવારા ને ભાગી ને લગન કરવા છે!

જેના લગન થઇ ગયા છે એને ય ભાગવા નું મન થાય છે! 

🥵😭


*****

❤️🌹🤡🥳🇮🇳


એક મેડમનું નામ નમ્રતા હતું....


તેના પતિ એને લાડથી " નમુ " કઈ ને બોલાવતા...

અને હંમેશા કે'તા

કે " નમુ " મારી છે અને હું

*નમુનો* છું....!!


😂😂


*મોટિવેશનલ સ્પીકરો તો હમણાં આવ્યાં*.. 😏


*બાકી અમે ભણતા ત્યારે લેસન વગર જવાનું થાય તો અંદરથી જ ખુદને જબરદસ્ત હિંમત આપતાં રહેતા કે....* 


*મારશે ખરા.. પણ, મારી તો નહીં જ નાંખે..*

😂🤣🤪😜


લાંબા ને સીધા કાળા ભમ્મર વાળવાળી સુંદર તરૂણીએ સૂર્યોદયના સમયે માથાબોળ નાહીને ભીંજાયલા કેશની લટોમાં હાથ ફેરવીને એના સુંદર નયનની આડે આવેલી રેશમી લટોને હટાવીને એની લાંબી ડોકને હળવેથી ઝટકો આપે ત્યારે



 જેટલું પાણી ઊડે...... 




એટલો વરસાદ કાલે અમારે ત્યાં  



પડેલો😆😆😆🤣 🌩🌦





સામેવાળો મનમાં બબડયો, "આજથી પાણી મૂક્યું. ગમે તે થાય પણ કોઈ દિ' કોઈ કવિને પૂછવું નહીં કે તમારે ત્યાં



 મોસમનો પહેલો વરસાદ આવી ગ્યો કે નહીં?"

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે