Skip to main content

અખાત્રીજ

અખાત્રીજ .

પહેલાં ના સમય માં ખેડૂતો પાસે કોઈ હવામાન ખાતા નું જ્ઞાન નહિ પણ ખેડૂત અખાત્રીજ આવે ને બળદ લઈને સીમ ભણી  ખેતરે  ખેડ કરવા તૈયાર રે'તો.
અખાત્રીજ ના આજના શુભ દિવસે પપ્પા ખેતરમાં જાય ને  ધરતીમાતા નું પૂજન કરે સાથે હળ-ટ્રેકટર ગાડુ - બળદની પૂજા કરવાની રિવાજ છે. આ વારસા મા મળેલ પ્રકૃતિ ની પૂજા કરવાનો લ્હાવો છે.
આધુનિકરણ મા હવે  ગામડામાં રીવાજ ભુલાયા છે પહેલા  પરંપરાગત રીતે આખુ વર્ષ ખેતી કામ માટે રાખેલ બળદ ને ખેડૂત ચાંદલો કરી  ખેતર મા જાય અને મુહૂર્ત ના પાંચ આંટા મારી ખેતી ના નવા વર્ષ ની શરૂઆત કરી ખેડૂત પ્રાથના કરતો ..
 
"  હે ,માં મારુ વરસ સારુ જ જે, કણ નો મણ કરજે."

ખેતર માં પછી હળોતરું ચાલુ થાય ને સાથે મીઠું ગીત લલકારતો જાય ધરતી નો તાત મારો બાપલીયો .!!!

"હારે ખેડ ખેડો વૈશાખ આ બેઠો, અખાત્રીજ આવી...
જો જો મુહૂર્ત ના જાય  ઓ બાપલા.
હાકો બળદ હવે હેત થી...."

પ્રકૃતિ એ દેવ છે એની પૂજા કરવી, નૈવધ ધરાવવુ એવો રિવાજ વર્ષોથી અમને ખેડૂત પૂત્ર તરીકે વારસા માં મળ્યો છે. આ દિવસ નો મહિમા ખેડુતો માટે અનેરો છે.આ દિવસે પ્રકૃતિ ની પૂજા અર્ચના કરવાથી અન્ન નું ઉત્પાદન સારું થાય અને પશુઆરોગ્ય જળવાઈ રહે એવી અનેક માન્યતાઓ અમારા પૂર્વજો ની.

ગમેતેટલી કપરી પરિસ્થિતિમાં હાર ને ખમી જઈને જીત ની ઉજાણી કરે એવો ખમીરવંતો ખેડૂત.
ઉજાણી નો પણ મોટો મહિમા !!
ખેતર માં જઇ ખેડૂત હળ હાંકે અને ખેડૂત ની પત્ની બાળકો સહિત પ્રાકૃતિક માહોલમાં ચૂલા પર રસોઇ બનાવે અને સૌ સાથે બેસી ને બપોર નું વાળું કરે.
વારતહેવારે થતી ઉજાણીઓ કરતા વૈશાખ સુદ ત્રીજ ની ઉજાણીનો આનંદ અનેરો હોય !!! આવી ઉજાણી નો લહાવો અમે બાળપણમાં થી લેતા અને આજે પણ લીધો..
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

આ દિવસ ને અક્ષય તૃતીયા પણ કહેવાય છે.વરસ નો એવો દિવસ જ્યાં કોઈપણ શુભ કામ કરવાનું વણમાગ્યું શુભમુર્હૂત હોય .
મારા દાદા કે 'તા સતયુગની શરૂઆત અખાત્રીજ ના દિવસથી થઈ હતી. આમ આ યુગાદિ તિથિ પણ છે.
ખેડૂતો ને અખાત્રીજ ની  શુભકામના.
નવું વર્ષ ખેડૂતો ને લાભદાયી બને સારું  ઉત્પાદન મળે તેવી ઇશ્ચર ને પ્રાર્થના.

પ્રકૃતિમય બનીએ તો જ કુદરત આપણું પોષણ કરશે.
*અન્નદાતા શુખીભવ:*
                                                   લિ.

                                                    * સેજલ *
                                 (હું ને મારા અસીમ વિચારો)

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે