મૌન : એક પ્રકારનું તપ
આપણે બોલવાની બાબતમાં સાવચેતી રાખવી જોઈએ કારણ કે જીભ દ્વારા આપણી ઘણીબધી શક્તિ વેડફાય છે . જેવી રીતે આપણે એકાગ્રતામાં , સમાધિમાં ભાગ લઈએ છીએ તેવી રીતે જીભનો પણ સંયમ છે . તેનો આપણે મૌન દ્વારા અભ્યાસ કરીએ છીએ . અત્યારે આપને બે કલાકનું મૌન બતાવવામાં આવ્યું હશે . ન બતાવવામાં આવ્યું હોય તો હવે હું બતાવી દઉં છું કે આપે દ ૨૨ોજ સવારે બે કલાક મૌન રહેવું જોઈએ . ગાંધીજી અઠવાડિયામાં એક દિવસ મૌન રાખતા હતા . તેમને મળવા આવનારાઓની ભીડ જામી
રહેતી હતી . એમને ખૂબ જરૂરી કામ કરવાં પડતાં હતાં છતાં તેઓ મૌન રહેતા હતા . મૌન રહેવાથી તેમની શક્તિઓ બચી જતી હતી . આપે પણ આપની વાણીની , સરસ્વતીની શક્તિની બચત કરવા માટે બિનજરૂરી વાતચીતથી દૂર રહેવું જોઈએ . બિનજરૂરી વાતો ન કરો . નકામી લપલપ , અહીં - તહીંની વાતો ન કરો . ગપ્પાં ના મારો . એમાં આપની શક્તિઓ ક્ષીણ થાય છે અને આપે મંત્ર માટે જે સામર્થ્ય સંચિત કરવું જોઈએ તેમાં ઓટ આવે છે . આપ ઓછું બોલો . જરૂર પૂરતું જ બોલો . મહત્ત્વનું હોય એવું જ બોલો . વિચારપૂર્વક બોલો . આ પણ એક પ્રકારનું મૌન છે . મૌન : એક પ્રકારનું તપ
Comments