Skip to main content

નાગપંચમી નાગ-દેવતાની પૂજા કરવામાં આવે છે નાગ પંચમી ની વાર્તા, વ્રતવિધિ અને મહાત્મય નાગ પંચમી કથાઓ |નાગપંચમી વ્રત કથા |

 નાગપંચમી  નાગ-દેવતાની પૂજા  કરવામાં આવે છે નાગ પંચમી ની વાર્તા, વ્રતવિધિ અને મહાત્મય નાગ પંચમી કથાઓ |નાગપંચમી વ્રત કથા |



વ્રતની વિધિ : શ્રાવણ માસની વદ પાંચમ અને નાગપાંચમના વ્રતનો દિવસ . આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર બને તો રસોડાની દિવાલ ઉપર નાગદ્યાનું ચિત્ર ઘેરવું . ઘીનો દિવો કરવો , થી અને બાજરીના લોટની કોરી કુલેર કરવી , પલાળેલી મગની દાળ , શ્રીફળ , એક વખત જમીને આ વ્રત કરવું . બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાઢું જમવું . વાર્તા કહેવી અને નાગદાની પૂજા કરવી


  વાર્તા : એક નાનું ગામ હતું . તેમાં એક ડોશી રહે . ડોશીને સાત દિકરા હતાં . છ દિકરા મોટા હતા . તેમની વહુઓને પિયરમાં ઘણું જ સુખ હતું . પૈસા ટકાની રેલમછેલ હતી . સાતમા છોકરાની વહુનું પિયર ગરીબ હતું . તેથી તેની સાસુ મેણા - ટોણાં મારે , વાતવાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને દુ : ખ . બધાના જમ્યા પછી એઠું - જૂઠું જમવાનું આપે . નાની વહુના બિચારીના દુ : ખના દિવસો પસાર થતાં હતા . એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો . નાની વહુ ગર્ભવતી થઈ . એને જેમ જેમ દિવસો પસાર થતાં ગયા . નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનુ મન થાય , પણ કોણ ખાવા આપે ? ઘરમાં બધા તેના દુશ્મન . એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો છે . નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ આવી . ઘરમાં નાના મોટાએ આનંદથી દૂધપાક ખાધો . પણ નાની વહુની સામે કોઈએ જોયું નહિં . બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઠહેરો જ આવ્યો . સાસુએ કહ્યું , ટીબા માંજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લે જે નાની વહુએ બિચારીએ દૂધપાકના બળેલા પોપડા ઉખેડીને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ . પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું ભરવા આગળ ગઈ . મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારી જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકો ખાલી . એ રાફડામા નાગણી રહેતી હતી . તે પણ ગર્ભવતી હતી તેથી બળેલા પોપડાની સુવાસ આવતાં તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ , અને બહાર આવી પોપડા ખાઈ ગઈ . નાની વહુએ વાટકો ખાલી જોતાં માથું કૂટ્યું અને બોલી ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી . બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે કોને દોષ દઉં ? હશે જેણે ખાધું હોય ભગવાન તેનું પેટ ઠારજો . એવા આશીર્વાદ બોલી .



 નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતાં ખુશ થતી બહાર આવી અને બોલી , બહેન ! તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે ! તારે એવી શું વખા પડી કે અહીંયા લાવીને ખાવા પડે ? નાની વહુએ રડતાં રડતાં નાગણીને પોતાના દુ : ખની બધી વાત કહી . ” નાની વહુની દુ : ખ ભરી વાત સાંભળી નાગણીને તેના ઉપર દયા આવી અને તેણે કહ્યું કે દીકરી તું રડીશ નહીં , આજથી હું તારી મા , આજથી મને તારી મા ગણજે મનમાં જરાય દુ : ખ લાવીશ નહિં . તારો ખોળો ભરવા અમે બેય આવીશું . તું તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે . નાગણીની વાત સાંભળીને નાની વહુના આનંદનો પાર ના રહો . દિવસો પસાર થવા લાગ્યા . પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો . નાની વહુએ પોતાની સાસુને ઘણાં કાલા વાલા કરી , કરગરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાતી રાફડા ઉપર મૂકી , જાઉં છું . મારી આબરું રાખજે . એમ કહીને નાની વહુ તો પાછી પોતાને ઘરે ગઈ છે . ખોળો ભરવાનું મુહૂર્ત આવ્યું . ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહું ઘેર આવ્યા છે . આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરીયા તો બહુ પૈસાવાળા છે . કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે ! ખોળો ભરવાની વિધિ પૂરી થયા પછી તો સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુને એમના ઘેર લઈ ગયા . સમય થતાં નાની વહુને દેવ ધૂધ જેવો પુત્રનો જન્મ થયો . દિકરો તો રાતે વધે છે તેનાથી વધારે દિવસે વધે છે એમ નાની



વહુની સાથે નાગણી વિહાણિ  અને તેના બચ્ચાં મોટા થાય છે . દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકે છે અને નાની વહુને નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજે . ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ ( નાગના બચ્ચા ) દૂધ પીવા આવશે . આમ દરરોજ નાની ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીએ છે . એક દિવસ નાગ નાગણી ચારો ચરવા ગયા હોય છે . દૂધ હજી ગરમ ગરમ છે . નાની વહુ કાંઈક કામમાં હોય છે અને નાની વહુનો દીકરો ભાખોડીએ ચાલતા શીખી ગ્યો છે , તે ભાખોડીએ ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજીને જાય છે અને તેના હાથે ઘંટડી વાગે છે . તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોટું નાખે છે તો દાઝી જાય છે અને કોઈનું મોટું બળે છે , કોઈની પૂંછડી બળી જાય છે અને નાગણી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચાંઓમાં કોઈ ખાંડીયા થઈ ગયા છે કોઈ બાંડીયા થઈ ગયા છે . નાગણી નાની વહુને પૂછે છે , આ કોણે કર્યું ? ત્યારે નાની વહુ રડતાં રડતાં બધી વાત કરે છે . નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે , પણ નાગણીના બચ્ચાં મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશું . આમને આમ ઘણો સમય પસાર થાય છે . પછી નાની વહુને નાગ નાગણીએ જીયાણું કરીને તેના સાસરે વિદાય કરે છે . જીયાણામાં પુષ્કળ ધન જોઈને નાની વહુના સાસરીયા મોઢામાં આંગળા નાખી ગયા . એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ હૉય છે અને નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુની સાસુને પૂછે છે કે , બહેન ક્યાં ગઈ છે ? સાસુ કહે છે , પાણી ભરવા ગઈ છે .


 નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહું પાણી ભરીને આવે છે અને પાણિયારામાં જ તે બચ્ચાં સંતાઈને બેસે છે અને તેઓ વિચારે ચે કે બહેન પાણિયારામાં બેડું મૂકવા આવશે એટલે આપણે તેને દંશ દઈ દેશું . નાની વહુ પાણિયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ આવે છે અને તરત જ તેના મોઢાંમાંથી સરી પડે છે . કે ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરાને . આ સાંભળી પેલા નાગના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુઃખી છે હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે . સાસરામાં નાની વહુ માનીતી થઈ . તેથી જેઠાણીઓ વગર લાકડે બળવા લાગી . એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંસળી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો . તું તો મોટા ઘરનો છે . તારી માને કહે વાડે ભેંસો બંધાવે . નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ . નાગણને મેણાંની વાત કરી તો નાગણી બીજા જ દિવસે   સો  (100) દુઝણી ભેંસ મોકલી . નાની વહુ જરાકેય રોષ રાખ્યા વગર અધી ભેંસો જેઠાણીઓને આપી દીધી . એના હદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હદય પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌની માનીતી બની ગઈ . હે નાગદેવતા ! હે નાગમાતા ! જેવા નાની વહુને ફળ્યાં એવાં વ્રત કરનાર , વાંચનાર , સાંભળનાર સૌને ફળજો .


                           || ૐ નમ : શિવાય ||

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે