એક વનભૂમિમાં એક મહાત્માનો આશ્રમ હતો . આશ્રમને ફરતે લીલીછમ વૃક્ષ ઘટાઓ હતી ; મંદ મંદ પવનમાં તે લહેરાતી અને તેમાં પક્ષીઓ ટહૂકતા . મહાત્મા પ્રકૃતિનો તે વૈભવ જોઈ રહેતા અને પ્રસન્ન થતા . વૃક્ષો એમને અતિ પ્રિય હતા . તે કહેતા , ‘ તરુવર સદા હિતકારી , ’ ’ અને તેથી તેઓ તેની એક પણ ડાળી કાપવા દેતા નહિ . તેમની સાથે એક શિષ્ય રહેતો હતો , પણ તે હજી કાચો ઘડો હતો . તેને બહુ ગોઠતું નહિ . તે એક વખત મહાત્મા પાસે ગયો અને કહ્યું , ‘ ‘ મારે સંસારમાં પાછું ફરવું છે . ' ' મહાત્માએ કહ્યું , ‘ ‘ ભલે વત્સ , પ્રભુ ભજન સંસારમાં પણ થાય ! તું ખુશીથી જા , પણ દક્ષિણા આપતો જા ! ’ ’ શિષ્યે કહ્યું , ‘ ‘ માંગો પ્રભુ ! ’ ’ મહાત્માએ કહ્યું , ‘ ‘ મને વચન આપતો જા કે હું કદી વૃક્ષો કાપીશ નહિ . ’ ’ શિષ્ય વચન આપ્યું અને ચાલી નીકળ્યો . તે એક ખેડૂત ભેગો રહેવા લાગ્યો . તેને બહોળી ખેતી હતી , અને માણસની જરૂર હતી . તે ખરેખર ‘ માણસ ’ પુરવાર થયો . તે આખો દિવસ ખેતરમાં કામ કરતો , બદલામાં બે ટંક રોટલો માંગતો . ખેડૂત તેનાથી ખુશ હતો . ખેડૂતને જુવાન દીકરી હતી . ખેડૂત તેને માટે ઠેકાણું ગોતતો હતો . ખેડૂતની પતીની નજરમાં એ જુવાન વસી ગયો હતો . તેના આગ્રહથી ખેડૂતે પોતાની દીકરીના લગ્ન તેની સાથે કરી દીધા . હવે તેઓ અલગ રહેવા માંડ્યાં . શરૂઆતમાં તો ઝૂંપડામાં રહેતા હતાં પણ
બેય પરિશ્રમી હતાં એટલે ધીરે ધીરે એમની પાસે બે પૈસાનો જીવ થયો , અને તેઓને એક સારું , પાકું મકાન બનાવવાની હોંશ થઈ . પેલા ખેડૂતે જમીનનો ટુ કડો કાઢી આપ્યો અને મકાનનું ખાતમૂહુર્ત થયું , પરથાર પૂરો થયો કે બારી - બારણાની જરૂર ઊભી થઈ . લોકો તે માટે જંગલમાંથી લાકડું કાપી લાવતા , આણે પણ એ જ કર્યું . તે બારી - બારસાખ માટે જ નિહ , મોભ આડસર , વળી , અને કાંધી વગેરે માટે પણ લાકડું કાપી લાવ્યા , મકાન તૈયાર થઈ ગયું . ? " અને એક દિવસ વાસ્તુ લીધું . સગાંસ્નેહીઓ પડયા . આનંદ
મંગલ વરતાણો . પતિ - પત્રીનો ઉલ્લાસ મા’તો નહતો . એમાં કોઈએ કહ્યું , ‘ ‘ કોઈ મહાત્મા આવ્યા છે , બારણે ઊભા છે . ’ ’ અને આ મહાત્માને અંદર પધારવા સંદેશ પાઠવ્યો . માણસે મહાત્મા ફળિયામાં દાખલ થયા કે પોતે મહાત્માને ઓળખી ગયો . તે મહાત્માના પગમાં પડ્યો અને આશીર્વાદ માંગ્યા . મહાત્માએ મકાન જોઈને પ્રસન્નતા બતાવી . પછી પૂછ્યું , ‘ ‘ તેં બનાવ્યું ? ’ ’ તેણે હરખાઈને કહ્યું , ‘ હા . ’ મહાત્માએ કહ્યું ‘ ‘ મકાનમાં લાકડું ઘણું વાપર્યું છે . બધું જ સાગછે , ખરુંને ? ’ ’ પેલાએ કહ્યું , ‘ ‘ હા , મહારાજ ! ’ ’ મહાત્માએ પૂછ્યું , ‘ ‘ લાકડું ક્યાંથી કાઢ્યું ? ’ ’ પેલાએ કહ્યું , ‘ જંગલમાંથી કાપી લાવ્યા ! ' ' મહાત્મા જવાબસાંભળીનેખિન્ન થઈ ગયા . તેમણે કહ્યું , ‘ ‘ વિદાય વેળાએ તેં મને વચન આપ્યું હતું . તે ભૂલી ગયોને ? ’ ’ પેલો માણસ મૌન થઈ ગયો . તે કશું જ બોલ્યો નહિ . મહાત્માની વાણી કઠોર થઈ , ‘ ‘ તેં વચનનો ભંગ કર્યો છે , મારો દ્રોહ કર્યો છે . તારે તેનું ફળ ભોગવવું પડશે . અને પછી કહ્યું , ‘ ‘ તું આ મકાનમાં કદી સુખી નહિ થાય , આ મકાનમાં તારો વંશવેલો વધશે નહિ . ’ ’ અને એમબોલીને મહાત્મા સડસડાટ ચાલ્યા ગયા . મહાત્માનાઆ કોપથીતે ધ્રૂજી ઊઠ્યો . તેને ખબર હતી કે મહાત્માનું એકપણ વેણ અફળ ગયું નથી . અને આ માણસ કદી તે મકાનમાં રહેવા ગયો નહિ , તેણે ઝૂંપડામાં જ આયખું કાઢ્યું . મહાત્માનો કોપ સાચો હતો - તરુવર પરમ હિતકારી છે , પ્રાણવાયુ આપીને આપણને પ્રાણ પૂરે છે , પ્રાણદાતાને કદી હણશો નહિ .
Comments