બલ્બ ની બનાવટમાં પક્ષીઓના ઇંડાંનો સિદ્ધાંત !
જ ત્રીસેક જેટલા બલ્બ બને છે . દરેક બલ્બ 1,000 ક્લાક સુધી પ્રકાશ આપે છે . અંદર મૂકેલા તારના ગૂંચળાનું કનેકશન છૂટી જાય છે અને અંતે બલ્બ ચાલતો બંધ થઈ જાય છે . ઇલેક્ટ્રિક બલ્બનો કાચ આ કાગળથી ( જે તમારા હાથમાં છે ) વધુ જાડો નથી હોતો . છતાંય બલ્બને પકડીને તેના સોકેટમાં જોરથી ફીટ કરીએ ત્યારે તે ફૂટી નથી જતો . તમને ખબર છે આવું થવાનું કારણ ? આ પાછળ ઇંડાનો સિદ્ધાંત કામ કરે છે . કુદરતી રીતે જે પક્ષીઓ ઇંડાં મૂકે છે તેની ઉપર બેસીને જ તેઓ તેને સેવે છે . ઈંડું દરેક દિશાઓથી ગોળાકાર . હોવાથી તેનું બળ દરેક દિશામાં સરખું ફેલાય છે . આને લીધે તે તૂટતું નથી . જો . ઇંડાંનું આ પડ થોડું પણ જાડું હોત તો તેને તોડીને પક્ષીનું બચ્ચું બહાર ન આવી શકત . ગોળ બલ્બને લગાવતી વખતે તેની ઉપર , હાથના આંગળા બલ્બની ફરતે લાગ્યા હોય છે . હાથનું જોર બલ્બની ચારેય બાજું એક સરખું લાગે છે તેથી તે તૂટતો નથી .
Comments