Skip to main content

એક્ટિવિટી ખાનપાન અને નવું શીખવાથી યાદશક્તિ મજબૂત થાય છે : સંશોધન

 એક્ટિવિટી ખાનપાન અને નવું શીખવાથી યાદશક્તિ મજબૂત થાય છે : સંશોધન 


યાદશક્તિને ઘણી સરળ રીતથી સુધારી શકાય છે . અમેરિકાનાં લુથરવિલે , મેરીલેન્ડ મેમોસિન ન્યૂરોલોજી ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન , ડો . માજીદ હોતુહીએ સ્મરણશક્તિ સારી બનાવવા સંશોધન પર આધારિક કેટલાક ઉપાયો જણાવ્યો છે . ક્રિયતા વધારો- શારીરિક ગતિવિધિથી મગજને સુરક્ષિત રાખવામાં સહાયતા મળે છે . શીખવાથી તેનો વિકાસ થાય છે . સામાજિક તાલમેલથી તે ઝડપથી ચાલે છે . ડો . ફોતુહી વધુ સક્રિયતાની ભલામણ કરે છે . કાંઈક નવું શીખો - એક અભ્યાસમાં જાણવા મળ્યું કે , અમેરિકામાં જીપીએસ સિસ્ટમ આવ્યા પહેલા ટેક્સી ડ્રાઈવરોને અમેરિકામાં 


શહેરના રસ્તાઓ અને ટ્રાફિક પેટર્ન સમજાવવી પડકારપૂર્ણ કામ હતું . તે કારણે સ્થાનોની યાદો સાથે જોડાયેલા તેમના મગજના ભાગનો વિકાસ વધુ થયો . તે માટે નવું શીખવાથી મગજનો વિકાસ થાય છે . ખાનપાન ડો . ફોતુહી કહે છે કે , ડીએચએ અને ઈપીએ મોલેક્યુલ્સ મગજમાં લોહીને પ્રભાવ વધારે છે . તે ન્યૂરોન્સની જાળવણી કરે છે . ઓમેગા 3 ફેટ એસિડમાં ડીએસએ , ઈપીએ મળે છે . રિસર્ચથી જાણવા મળ્યું છે ઓમેગા -3 ફેટ એસિડ મગજનાં વિચાર - સમજની ક્ષમતા નીચે આવવાની ગતિ ધીમી કરે છે . આ એસિડ માછલી , ઈંડા , નારિયેલ , સુકામેવા સહિત કેટલીક વસ્તુમાં હોય છે .

Comments