કમ્યુટરની કૅબિનેટમાં મધરબોર્ડ પર CPU હોય છે . જેના આધારે આપણે જાણી શકીએ કે આપેલું કયૂટર પેન્ટિયમ P - I કે P - III પ્રકારનું છે . આપણું કમ્યુટર કયા સ્તરનું છે ? વર્ષ 2009 માં 3 GHz થી વધુ ઝડપના પ્રોસેસરો બજારમાં આવી રહ્યા છે . જેમાં 32 bit અને 64 bit પ્રોસેસિંગ લાગુ પડી ગયું છે . ચિત્ર 2 માં એક મધરબોર્ડ અને પ્રોસેસર બનાવતી બે નામાંકિત કંપનીઓ ‘ ઇન્ટેલ ’ અને ‘ એ.એમ.ડી.’ના પ્રોસેસરો બતાવ્યા છે . આ બંને કંપની દ્વારા વર્ષ 2019 સુધીમાં 4 કોર અને 64 bit પ્રોસેસિંગ કરી શકતા અત્યંત ઝડપી અને જટિલ કામગીરી કરી શકે તેવા ‘ ઝીઓન ’ , ‘ ઇટાનિયમ ’ , ‘ એથલોન ’ અને ‘ ઓપ્ટેરોન ’ જેવા પ્રોસેસર બજારમાં મૂકી દીધા છે . હાલ સિંગલકોર અને ડબલકોર સીપીયુ વપરાય છે . પરંતુ નજીકના ભવિષ્યમાં ક્વાડકોર સીપીયુનો વ્યાપ વધતો જશે . લૅપટૉપ કમ્યુટર કોર ટુ ઍક્સટ્રીમ સેન્ટ્રીનો પ્રોસેસર તથા ડેસ્કટૉપ કમ્યુટર માટે ઇન્ટેલકોર આઈ -1 ઍક્સટ્રીમ , ડબલકોર ક્વાડકોર પ્રોસેસર જરૂરિયાત મુજબ વપરાય છે . નોટબુક કમ્યુટર બાદ આવેલ નેટબુકમાં ઓછો પાવર વાપરતું ATOM પ્રોસેસર વપરાય છે .
Comments