વાર્તા : પહેલાના સમયમાં એક બ્રાહ્મણ હતો . તેનું નામ વામન હતું . તે અને તેની પત્ની સાત્યા એક ગામમાં રહેતાં હતાં . આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મ પરાયણ સત્ય નિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન વિતાવતાં હતાં . વામન અને સત્યા સર્વ વાતે સુખી પણ સાવા શેર માટીની ખોટ હતી તેથી સત્યા ખૂબ દુ:ખી રહેતી હતી , અને મનમાં ને મનમાં વિચાર કરતી હતી કે ... અરે ભગવાન ! ભોળા પ્રભુ ... બધું જ સુખ છે પણ સંતાન સુખથી અમને વંચિત કેમ રાખ્યા ? દયાકર ભોળાનાથ .... દયા કરી આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરે છે પણ તેની આશા પૂરી થતી નથી .
એવામાં એક દિવસ નારાયણ ના .. રા.. યણ કરતાં તંબુરો અને કરતાલ વગાડતાં નારદમુનિ તેને ઘેર પધાર્યા , સત્યા અને વામને તેમને નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું . યથાવિદિ પૂજા કરી પ્રણામ કરી સામે ઊભા રહ્યાં નારદજીએ આશીર્વાદ આપ્યા અને સત્યાની સામે જોયું તો તેનાં મુખ ઉપર ચિંતા દેખાઇ . નારદજીએ સત્યાને ઉઘસીનું કારણ પૂછ્યું . ત્યારે સત્યાએ બે હાથ જોથને કહ્યું , દેવર્ષિ ! પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી સુખી છીએ પણ સવાશેર માટીની ખોટ છે . કૃપા કરી આપ અમને સંતાન પ્રાપ્તિનો ઉપાય બતાવો . ” નારદજીએ સત્યાની વાત સાંભળીને કહ્યું , “ હે વામન ! સાંભળ અહિયાથી દક્ષિણ દિશામાં જા ત્યાં એક જંગલ આવશે . આ જંગલ બિલિનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશીવ સૂકાયેલા બિલિપત્રના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે ત્યાં જઈ ઘણાં સમયથી અપૂજય રહેલા ભગવાનની પૂજા કર , સેવા કર અને ભજન કીર્તન કર . ભગવાન સદ્ધશિવ તો ભોળિયા ભગવાન છે . તારા ભક્તિ ભાવથી ખુશ થઈ જશે અને પછી તારું દુઃખ દૂર થઈ જશે . માટે ત્યાં જાવ . ” આમ કહી નારદજી તો નારાયણ ... નારાયણ કરતાં પોતાના માર્ગે ચાલ્યા ગયા . બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે . ઘણે દૂર નીકળી જતાં બિલિનું જંગલ દેખાયું . જંગલમાં આગળ જતાં એક સ્થળે બિલિના સૂકા પાંદડ્રનો ઢગલો દેખાયો પછી તો બંને પતિ - પત્નીએ બિલિપત્ર દ્ર કરી જોયું તો ભગવાન સદાશિવનું લિંગ ઘણા જ વખતથી અપૂજ્ય રહેલું દેખાય છે .
આજુબાજુની જગ્યા સાફ કરી એક બાજુ નાની એવી ઝુંપડી બાંધીને બેયે ત્યાં જ રહેવાનું રાખ્યું , ખરા અંત:કરણ ભગવાનની સેવા પૂજા કરે છે , આમ કરતાં કરતાં ઘણા દિવસો વિતી ગયા . એકવાર વામન ભગવાન માટે કુલ લેવા ગયો અને રસ્તામાં તેને નાગ કરડ્યો સર્પદંશ થી અકાળ તેનું મૃત્યુ થયું . આ બાજુ રાત્યા વામનના આવવાની રાહ જોઈ બેઠી છે , પછી સમય વીતી જવા છતાં વામન આવ્યો નહિ , તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલી . ચાલતાં ચાલતાં રસ્તામાં જયાં વામન મૃત્યુ પામીને પડ્યો હતો , ત્યાં આવીને જોયું તો પોતાના પતિને તો સર્પદંશ થયો છે અને તેનું મૃત્યુ થયું છે , તે જાણી સત્યાને અપાર દુઃખ થયું . એ તો ચોધાર આંસુએ રડવા લાગી , પાર્વતીજીએ જાણયું કે બ્રાહ્મણ પત્ની ૨ડે છે અને પોતાના ભક્તના માથે દુ:ખ આવ્યું છે , એટલે ભગવાન શંકરને કહ્યું , “ પ્રભુ ! આપણા ભક્તોના માથે ભીડ પડી છે અને તે મારાથી સહન થતું નથી . માટે ચાલો આપણે તેની પાસે જઈએ , અને તેના દુ:ખ દૂર કરીએ . ” આમ કરી પાર્વતીજી અને ભગવાન શંકર જ્યાં વામન , અને સત્યા છે તે જંગલમાં આવ્યાં , મા પાર્વતી અને ભગવાન શંકરજીને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈને સત્યા એકદમ ઊભી થઈ ગઈ , મા પાર્વતીને બે હાથ જોડી ને પગે પડી અને રડવા લાગી . માતાજીની સ્તુતિ કરીને વિનંતી કરી કે , “ હે મા ! મારા પતિદેવને જીવીત કરો , મા ! આપ તો જાણી છો કે મારો આધાર મારા પતિદેવ છે . તેમના સિવાય જગતમાં જીવી ન શકું . ” આટલું કહેતાં કહેતાં સત્યા કરુણા વિલાપ કરવા લાગી .
સત્યાના માથે હાથ ફેરવી જગદમ્બામા પાર્વતીજીએ કહ્યું , “ બેટા રડ નહીં , ભગવાન ભોળાનાથ સૌ સારા વાના કરશે . ” આમ કરીને તેમણે વામનનાં નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો કે તુરત જ વામન આળસ મરડીને ઊભો થઈ ગયો . જ્યાં તેની નજર શંકર - પાર્વતીજી ઉપર પડી કે તેઓ તેમના પગમાં પડી ઘસાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા . પાર્વતીજીએ અને શંકર ભગવાને બંને પતિ - પત્નીને આશિષ આપતાં બોલ્યાં , “ તમારું કલ્યાણ થાઓ , અને તમારા બંનેની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થયા છીએ . માટે હે બ્રાહ્મણ ! હે સત્યા ! તમે કાંઈક વરદાન માંગો , બોલો શું જોઈએ છે ? ” સત્યા બોલી , માતાજી ! આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે . માત્ર સંતાન સુખથી વંચિત છીએ . કૃપા કરીને અમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો . ” પાર્વતીજીએ સત્યાને કહ્યું , “ પુત્ર સુખ મળે , પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થાય . ” માતાજીનું કહેવું સાંભળી સત્યા બોલી , “ મા ! આપ જેમ જેમ કહેશો તેમ કરવા તૈયાર છું . માટે કૃપા કરીને આપ કહો . ” પાર્વતીજીએ સત્યાને કહ્યું , “ તો સાંભળ આ આવે તે અષાઢ માસની સુદ ૧૩ ના દિવસથી તું મારું જયા પાર્વતીનું વ્રત કર . તો તારી આશાપરિપૂર્ણ થશે . અષાઢ માસની સુદ -૧૩ થી વ્રત લેવાનું પછી અષાઢ વદ ત્રીજને દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું . પાંચ દિવસ સુધી એકટાણું કરવાનું . મીઠા વગરનું મોળું જમવાનું . પાંચમાં દિવસે ઉજવણું કરીને શક્તિ પ્રમાણે તેઓને વસ્ત્રાદિ , સૌભાગ્ય અલંકારો આપવાના . આખી રાત જાગરણ કરવાનું જાગરણમાં પ્રભુ ભજન કીર્તન કરવાના , આમ આ વ્રત , વિધિ પ્રમાણે શ્રદ્ધા અને
વિશ્વાસથી કરવું . જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે . પુત્ર પ્રાપિ થાય છે અને સુખ તથા શાંતિથી બાકીનું જીવન પસાર થાય છે . " આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા . વામન અને સત્યા તો માતાજીએ બતાવેલ ઉપાય સાંભળી ખુશખુશાલ થતાં પોતાનાં ઘરે પાછા ફર્યા . પછી તો અષાઢ મહિનો આવ્યો . સુદ ૧૩ પણ આવી અને સત્યાએ પાર્વતીજીએ બતાવ્યા પ્રમાણે વ્રતનું ઉજવણું કર્યું . સૌભાગ્યવંતી સ્ત્રીઓને જમા વસ્ત્રો તેમજ સૌભાગ્ય ચિનો આપ્યાં . આમ વ્રતના પ્રભાવથી વ્રતના ફળ સ્વરૂપે નવ માસ પછી સત્યાને પુત્ર અવતર્યો . આથી બંને પતિ પત્નીની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને પછી તો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આનંદથી રહેવા લાગ્યા . પોતાના બાળકને જોઈને આનંદથી બાકીનું જીવન સુખમાં પસાર કરવા લાગ્યાં .
।। જય જયો મા જય પાર્વતી મા ।।
Comments