અસત્ય પર સત્યનો વિજય એટલે દશહરા....
લેખક : જયંતિભાઈ આહીર
દસ મસ્તક ધારી લંકાપતિ રાવણનો આ દિવસે ભગવાન શ્રીરામે વધ કરતા તેની યાદમાં વિજયાદશમી ઉજવાય છે. હકીકતમાં રાવણના દસ માથા એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ (અહંકાર), મત્સર (ઇર્ષા), આશા, તૃષ્ણા, ભય અને શોક રૂપી દસ દોષો હતા, જેનાથી શ્રીરામે તેને મુક્ત કર્યો હતો. એ સાથે મા ભગવતીના દસમા સ્વરૂપ ‘વિજયા’ના નામે પણ ‘વિજયાદશમી’ની ઉજવણી થાય છે. આસો સુદ દશમીથી વિજય કાળનો પ્રારંભ થતો હોય આ દિવસે કોઈપણ કાર્યનો મુહુર્ત જોયા વગર આરંભ કરતા તેમાં અવશ્ય સફળતા મળે છે, આમ સર્વકાર્ય સિદ્ધિયોગને કારણે આ દિવસનું ખાસ મહત્વ છે.
વિજયાદશમીના દિવસે પાંડવોએ ગુપ્તવાસ પૂરો કરતા શમી વૃક્ષ પરથી હથિયારો લઈ કૌરવ સેનાને હરાવતા આ દિવસે શમીની પૂજા થાય છે. દશેરાના શમી સાથે શસ્ત્રો, વાહનો, આજીવિકાના સાધનો વગેરેની પૂજાનું ખાસ મહત્વ છે.
Comments