અમેરિકાની અવકાશસંસ્થા નાસા એ એપોલો પ્રોગ્રામમાં ચંદ્ર ઉપર છ વખત અવકાશયાન મોકલ્યા. મંગળ પર પણ અવકાશયાન મોકલ્યા. ભારત તે પણ મંગળના ગ્રહ તરફ મંગળયાન મોક્લીયું છે. અવકાશયાનનો નેરોકેટ દ્વ્રારા અવકાશમાં છોડવામાં આવે છે.
તેના બે’ કે ત્રણ તબક્કા હોય છે. રોકેટ માં ધન કે પ્રવાહી ઈંધણ હોય છે. તેના દ્વારા તે અવકાશમાં જાય છે. છેલા તબક્કામાં રોકેટ છૂટું પડી તે પૃથ્વી પર પાછું આવે છે. પરંતુ અવકાશયાન ઈંધણ વિના જ લાખો કિલોમીટર પ્રવાસ કરી નિર્ધારિત સ્થાને પહોચે છે.
અવકાશયાન ને ગતિશીલ રાખવા માટે જડત્વનો સિધ્ધાંત લાગુ પડે છે. ન્યુટને શોધેલા ગતિના નિયોમાં જડત્વ નિયમ છે કે ગતિશીલ વસ્તુને કોઈ બીજું બળ ન લાગે તો તે હમેશાં ગતિશીલ રહે છે. રોકેટ દ્વારા ગતિશીલ થયેલું અવકાશયાન પૃથ્વી થી લાખો કિલોમીટર દૂર પહોંચે પછી તેની ગતિ રોકવા માટે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું નાથી તમે આકાશ તરફ દડો ઉછાળો ત્યારે તે અમુક ઊંચાઈ એ પહોંચી ને પાછો પડે છે. તેનું કારણ પૃથ્વી નું. ગુરુત્વાકર્ષણ બળ છે. પૃથ્વી નું ગુરુત્વાકર્ષણ ન લાગે તો તમે ઉછાળેલો દડો હમેશાં આકાશ તરફ ગતિ કરે અવકાશયાનને ગુરુત્વાકર્ષણ બળ નથી લાગતું તે ઉપરાંત તે વાતાવરણ ની બહાર હોવાથી હવાનું દબાણ કે ઘર્ષણ પણ નથી લાગતું આમ તેને ગતિમાં કોઈ અવરોધ રહેતો નથી. એક સેકંડ ના 8 કિલોમીટર ઝડપે પદાર્થ ગતિ કરે તો તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી વધુ શક્તિ મેળવી આકાશ તરફ ગતિ કરે છે.
Comments