વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ વખત ૮ રેડિયો ટેલિસ્કોપની મદદથી બ્લેકહોલની તસવીર મેળવી
બ્લેક હોલ એટલે એવો પિંડ કે જેમાં થી પ્રકાશ પણ છટકી શકતો નથી અને પ્રકાશ છટકી ન શકે એટલે તે જોઈ શકાય જ નહીં આપણે જે કાંઈ જોઈ શકીએ છીએ તે દ્રશય પ્રકાશ ને લીધે જ જોઈ શકીએ છીએ. નામ પ્રમાણે એવો કુવા જે જોઈ ના શકાય. આજકાલ બ્લેકહોલ અંગે ધાણા સંશોધન થઈ રહ્યા છે અને ધણા થયા છે
1783 માં રોયલ સોસાયટી ના હેનરી કેવેન્ડિશને પત્ર લખીને જ્હન મિશેલે એવા સંકેટ આપ્યા હતા કે અવકાશમાં એવા પિંડો છે. જેમાંથી પ્રકાશ પણ છટકી શકતો નહીં પણ એ અંગે વધું સંસોધનો થયા નહીં 1995 માં પિયર લપ્લાસ ફ્રાન્સના ખગોળશાસ્ત્રી એ ન્યુટનના ગતિ ના નિયમોનો ઉપયોગ કરીને એવું તારણ કાઢ્યું હતું બ્રહ્માંડમાં ધણા ઠેકાણા એવા હશે જેમનું ગુરુત્વાકર્ષણ બેસુમાર હશે જેમાં થી પ્રકાશ પણ છટકી શકે નહીં બસ ત્યાર થીજ આ ભમ્મરિયા કુવા નો ખ્યાલ વહેતો થઈ ગયો
બ્લેકહોલ માંથી કશું છટકી શકતું નથી તેનો અભ્યાસ કરવો કેટલો મશ્કેલ હોય છતાંય સૈધ્ધાંતિક રીતે વૈજ્ઞાનિકઓ બ્લેકહોલ ને સમજવાનો પ્રયાસ કરતા રહ્યા છે. 2011 સ્ટિફન હોકિંગે પોતાની જ વષોૅ જુની થીયરીને ખોટી ઠરાવી ને એક ધડાકો કયૉ હતો.
બ્લેકહોલ માંથી કશું છટકી શકતું નથી પણ માહિતી તેમા અસ્તિત્વ ટકાવી શકે છે.
બ્રહ્માંડ કેટલાક બ્લેકહોલ મળી ગયા બાદ મોટાભાગ ની આકાશગંગામાં બ્લેકહોલ હોવાનું પુરવાર થઈ ગયું છે.
આપણી આકાશગંગામાં તો કેન્દ્રમાં જ વિશાળ બ્લેકહોલ ની હાજરી નોંધઈ છે
બ્લેકહોલ બીજા ગ્રહોની જેમ પોતાનું સ્થાન ટકાવીને બેસી રહે તો કોઈ ચિંતા નથી પણ બ્લેક હોલ સતત ખાતો રહે છે તેથી કેટલાય તારઓ અને ગ્રહો ખાતો રહે છે. સતત ખાતો રહેવાં થી બ્લેકહોલ મહાકાય થવા માંડશે જેમ જેમ એ બ્લેકહોલ દળ વધતું જસે તેમ તેનું ગુરુત્વાકર્ષણ બળ વધતું જસે જો બે બ્લેકહોલ એક થઈ જાય તો તેની સક્તિ બમણી થઈ જાય
એમ થાય તો દુધગંગામાં રહેલો બ્લેકહોલ ગમે ત્યારે આપણા આખ્ખેઆખા સુયૅમંડળ ને પણ ગળી જસે
Comments