(A) તમારા આજ બાજુ ના વાતાવરણ માટે સભાન રહો. આરોગ્યપ્રદ આહાર થી શરીર સ્વસ્થ રહે છે. એમ તંદુરસ્ત વિચારો થી મગજ પણ સ્વસ્થ રહે છે
(B) તમારી આસપસ વાતાવરણ ને તમારા પર અવળી નહીં, પણ સવળી અસર થાય એ જુઓ. નકારાત્મક વલણ ધરાવતા લોકો જેવાં હાનિકારક પરિબળોની `તમે - આ - કામ કરી શકાશો નહીં ' જેવી વિચારસણી ના ભોગ બનશો નહીં.
(C) નિમ્ન કક્ષાના વિચારો કરતાં લોકો તમને પાડે નહીં એ જુઓ . ઈષ્યૉળુ લોકો તમને ગબડ તા જોવા ઈચ્છે છે.
(D) સફળતા મેળવી ચુકેલા લોકોની સલાહ લો. તમારું મવિષ્ય અગત્ય નું હોય છે.
નિષ્ફળ લોકો ની વણમાગી સલાહ લેવાનું જોખમ ઉપાડશો નહીં
(E) તમારી માનસિકતાને ઉજ્જવળ બનાવો. નવા-નવા લોકો માં ભળવાનું રાખો.
નવી અને પ્રોત્હસાહક પ્રવુતિ કરતા રહો.
(F) તમારા વાતાવરણમાંથી ઝેરીલા વિચારો ને બહાર ફેંકી દો નિંદા કરવાનું ટાળો. લોકો વિશે વાતો કરો પરંતુ એમની સકારાત્ક બાજુઓ વિશે વાતો કરો.
(G) તમે જે કાંઈ કરો તેમાં ઉત્તમનો આગ્રહ રાખો. ઉત્તમ સિવાય કશું જ તમને પોષાશે નહીં
Comments