શરીર નું સહુથી સુરક્ષિત અંગ મગજ છે. ખોપરી ના સખત અને જાડા હાડકા સિવાય મેનિંગસ નામના ત્રણ રક્ષણાત્મક પટલ થી મગજ ઘેરાલું છે. બે મેનિંગસ પટલ ની વચ્ચે સેરેબ્રોસ્પાઈનલ નામનું પ્રવાહી હોય છે જે એક રક્ષણાત્મક આવરણ કામ કરે છે. મગજની રક્તવાહિનીઓ કોશિકાઓ પણ લોહી થી ભરપુર હોય છે.જેથી લોહીમાં રહેલો કોઈ ઝેરી પદાર્થ મગજ માં ન પહોંચે.
પહેલાં ના સમયમાં લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે.
Comments