ઊર્જાનું દ્રવ્યમાં અને દ્રવ્યનું ઊર્જામાં રૂપાંતર કરી શકાય એવા સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર આલ્બર્ટ આઇન્સ્ટાઇન પ્રથમ વૈજ્ઞાનિક હતા. તેમણે આપેલું
સુત્ર E=mc² જેમાં 'm' એટલે mass (દ્રવ્ય) અને 'c' એટલે પ્રકાશનો વેગ, આપણને નિષ્ક્રિય કણમાં સમાયેલી ઊર્જા આ રાસાયણિક પ્રક્રિયામાંથી પેદા થાય છે તેનો ખ્યાલ આપે છે. ઊર્જા, દ્રવ્યના જથ્થા તથા પ્રકાશના વેગના વર્ગના ગુણાકારની ઉપજ છે. આ પ્રચંડ ઊર્જાનું એક ઉદાહરણ લઈએ તો એક રુપિયા સિક્કામાં સમાયેલા દ્રવ્યના જથ્થાને વાપરીને ઘણાં અઠવાડિયા સુધી ટ્રેન ચલાવી શકાય. આઈન્સ્ટાઈને વાસ્તવમાં એવું સાબિત કર્યું કે દ્રવ્યને ઊર્જામાં ફેરવી શકાય. આ સિદ્ધાંત તેને અણુબોમ્બના સર્જન તરફ દોરી ગયો.
Comments