આકાશમાં વિમાન ઊડતું હોય ત્યારે તે કેટલી ઊંચાઈએ છે તે જાણવું પાઈલટ માટે જરૃરી છે. વિમાનની ઊંચાઈ જાણવા માટે વિમાનમાં અલ્ટોમીટર હોય છે. વિમાનની ઊંચાઈ જમીનની સપાટીથી નહીં. પરંતુ દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈએ ઊંડે છે તે જાણવા મળે છે.
અલ્ટોમીટર સાદા બેરોમીટરની જેમ જ કામ કરે છે. હવા દબાણ કરે છે. દરિયાની સપાટી નજીક હવાનું દબાણ હોય છે. પરંતુ જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા પાતળી થાય છે અને દબાણ ઘટે છે. વિજ્ઞાાનીઓએ પ્રયોગો કરીને વિવિધ ઊંચાઈએ હવાનું દબાણ કેટલું હોય તે જાણ્યા બાદ ઊંચાઈ માપવાની પદ્ધતિ શોધી. હવાનું દબાણ મીલીબારમાં મપાય છે. દરિયાની સપાટીથી દર ૩૦ ફૂટની ઊંચાઈએ દબાણમાં ૧ મીલીબારનો ઘટાડો થાય છે.
વિમાન જમીન પર હોય ત્યારે અલ્ટોમીટરમાં તેની દરિયાની સપાટીથી ઊંચાઈ દર્શાવે છે. વિમાન આકાશમાં જાય ત્યારે હવાનું દબાણ ઘટતાં તેમાં ઊંચાઈ પણ દર્શાવાય છે.
વિમાનના અલ્ટોમીટરમાં શૂન્યાકાશવાળી સ્થિતિસ્થાપક કેપ્સ્યૂલ હોય છે કેપ્સ્યૂલની સપાટી પર હવાનું દબાણ વધઘટ થાય ત્યારે ફેરફાર થાય છે તેની સાથે જોડાયેલી કાંટો ડાયલ પર ફરીને દબાણની વધઘટ દેખાડે છે. આધુનિક અલ્ટોમીટરમાં કમપ્યૂટર વડે ડીજીટલ પદ્ધતિથી ડાયલ પર સીધા આંકડા જોવા મળે છે.
Comments