ઝેરોક્સ આ કંપનીએ ડિસ્પોઝીબલ વેન્ટિલેટર તૈયાર કર્યા છે. ઝેરોક્સના મુખ્ય ટેકનોલોજી ઓફિસર નરેશ શંકરે જણાવ્યું કે અમે વોર્ટન કંપની સાથે મળી આ વેન્ટીલેટર બનાવ્યું છે.
આ વેન્ટિલેટર ઝેરોક્સ મેડિકલના સાધનો બનાવતી એક કંપની સાથે મળીને તૈયાર કરશે.
આ વેન્ટીલેટરનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને આવા 2 લાખ વેન્ટીલેટર ઝેરોક્સ તૈયાર કરશે.
આ વેન્ટીલેટરનું નામ Go2Vent નામ આપવામાં આવ્યું છે આ વેન્ટિલેટર વીજળી અને બેટરી વગર ચાલશે. આ ડિવાઇસ એક મિનિટ માં 10 લીટર ઓક્સિજન નું સંચાલન કરી શકે છે.
ઝેરોક્સ એ બનાવેલ વેન્ટીલેટરની કિંતમ હોસ્પિટલો પાસેથી 120 અમેરિકન ડોલર લેવામાં આવશે એટલે કે 7500-8000 રૂપિયાની કિંમતમાં આ વેન્ટીલેટર મળશેઅત્યારે જે હાઇટેક વેન્ટીલેટર મળે છે તેની કિંમત લાખો રૂપિયામાં હોય છે
અત્યારે સમગ્ર વિશ્વમાં વેન્ટીલેટરની અછત છે ત્યારે ઝેરોક્સની આ સેવા સમગ્ર વિશ્વમાં ઉપયોગી નીવડશે.
ડિસ્પોઝેબલ વેન્ટિલેટર
જ્યારે કોઈ દર્દીના શ્વસનતંત્રમાં એટલી તાકત નથી હોતી કે, તે ખુદથી શ્વાસ લઈ શકે, તો વેન્ટિલેટરની આવશ્યકતા પડે છે.
Comments