ખોવાયેલાને શોધી આપતી જીપીએસ સિસ્ટમ
તમે કોઈ અજાણ્યા શહેરમાં રસ્તા ઉપર ઊભા હો તો તમારું સ્થાન કેવી રીતે નક્કી કરો? ચાર રસ્તા ઊપર બેન્ક પાસે કે ટેલીફોન બુથ પાસે એવી કોઈ નિશાની યાદ રાખો. દરિયામાં સફળ કરતાં નાવિકોની આસપાસ આવી કોઈ વસ્તુ હોતી નથી એટલે તે આકાશના તારાની સ્થિતિ દ્વારા પોતાનું સ્થાન નક્કી કરી શકે પણ હવે આવી કોઈ ઝંઝટ નહીં. સેટેલાઈટ દ્વારા કામ કરતી જીપીએસ સિસ્ટમ પૃથ્વી પર તમારું સ્થાન ક્યાં છે તે અક્ષાંશ રેખાંશ સહીત ચોકસાઈપૂર્વક ક ગણતરીની સેકંડમાં બતાવી શકે છે જીપીએસ સિસ્ટમ એટલે ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ આ કેવી રીતે કામ કરે છે તે પણ જાણવા જેવું છે. જીપીએસ સિસ્ટમ પૃથ્વી 18000 કિલોમીટરની ઊંચાઈ એ ફરતાં 24 સેટેલાઈટ વડે કામ કરે છે. આ સેટેલાઈટ ને નેવસ્ટર કહે છે. આ સિસ્ટમ એટલી અદ્ભુત છે કે તે વ્યક્તિ કે વસ્તુનું સ્થાન દર્શાવવામાં બે ઈંચની પણ ભુલ કરતી નથી. આ સિસ્ટમથી વ્યક્તિ, વિમાન, કાર કે જહાજનો પત્તો તરત લાગી જાય છે.અંધ વ્યક્તિઓને અજાણ્યા સ્થળે હરવાફરવા સુવિધા આ સિસ્ટમ દ્વારા મળી શકે છે. જીપીએસ સિસ્ટમનો લાભ લેવો હોય તો તમારે તેનું રીસીવર સાથે રાખવું પડે. પૃથ્વીની આસપાસ ફરતા પેલા 24 સેટેલાઈટ નજર સતત તમારા રીસીવર પર રહે છે. તમારું સ્થાન જાણવા માટે તમારા રીસીવર સાથે ત્રણ સેટેલાઈટ રેડિયો વેવથી જોડાયેલાં રહે છે. ત્રણે સેટેલાઈટ તમારા સ્થાનને વર્તુળાકાર ઝોનમાં દર્શાવે છે. આ ત્રણે વર્તુળોના પરિધ જ્યાં કપાય તે તમારું સ્થાન ગણાય છે.આ પ્રક્રિયા સમજવી સરળ છે પણ વાસ્તવમાં ઘણી અટપટી છે. રેડિયો વેવ પ્રકાશનાં કિરણો જેટલી જ ઝડપે વહેતાં હોય છે. એટલે સેકંડની ગણતરીમાં વ્યક્તિ કે વસ્તુનું સ્થાન મેળવી શકાય છે. જીપીએસ સિસ્ટમ અમેરિકાએ સેના માટે વિકસાવેલી યુરોપમાં આવી જ ગેલલીયો સિસ્ટમ છે અને રશિયામાં ગલોનાસ સિસ્ટમ વિકસાવાઈ છે. કાર માં જીપીએસ રીસીવર બેસાડ્યું હોય અને કાર ચોરાઈ જાય તો તે ક્યાં છે તેની પળવારમાં જાણ થઈ શકે છે.
Comments