રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની ૪૩મી એજીએમમાં રિલાયન્સ જિયો દ્રારા અનેક જાહેર કરવામાં આવી છે. જેમની એક જાહેરાત ખરેખર નવી ટેકનોલોજી લોકો સુધી પહોંચાડવા માટે કરવામાં આવી છે. રિલાયન્સ જિયો દ્રારા હાલમાં મિક્સડદ્ર રિયાલિટી સર્વિસ પર કામ કરવામાં આવી રહ્યું છે. જેને જિયો ગ્લાસ નામ આપવામાં આવ્યું છે. જેની ડિઝાઇન ખાસ કરીને શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે જ કરવામાં આવી છે. જિયો ગ્લાસ ની ડિઝાઇન એવી બનાવવામાં આવી છે કે તેમાં વર્ચ્યુઅલ રૂમ અનેબલ કરી શકાય છે તેમજ તેની સાથે સાથે રિયલ ટાઈમમાં જિયો મિક્સડ્ રિયાલિટી કલાઉડ ના ઉપયોગ થી હોલોગ્નાફિક ક્લાસરૂમ પણ તૈયાર કરી શકાય છે. જિયો ગ્લાસ ની મદદથી આપણે વર્ચ્યુઅલ દુનિયામાં સામેની વ્યક્તિનો ૩ડી અવતાર જોય શકીએ છીએ. જેનાથી વાતચીત પણ ખુબ જ સારી રીતે કરી શકાય છે. તેટલું જ નહીં જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય આપણી સામે જ હોવાનો આભાસ પણ થાય છે. જિયો ગ્લાસ ની મદદથી ઘરે બેઠા બેઠા જ તમે વિશ્વની કોઇ પણ જગ્યાએ ફરવા જઈ શકો છો. જિયો ગ્લાસ નું વજન માત્ર ૭૫ ગ્રામ જ છે. જેના થકી હાલમાં
ચાલી રહેલા ઓનલાઇન ક્લાસને પણ વર્ચ્યુઅલ ક્લાસ ફેરવી શકાય જેથી વિઘાર્થીઓ ને સ્કૂલમાં બેસીને જ ભણી રહ્યા હોવાનો અનુભવ થઈ શકે છે.
Comments