Skip to main content

*સ્વાભિમાન ....*

 *સ્વાભિમાન ....*


સાંજનો સમય ..

તોય સાડાસાત વાગ્યા હતા...

એજ હોટેલ, 

એજ ખૂણો, 

એજ ચા અને એજ સિગરેટ, 

એક કશ અને એક ઘૂંટડો ... 


સામે બીજા ટેબલ પર એક માણસ અને આઠ દસ વરસની એની છોકરી ..


શર્ટ પણ ફાટેલો અને એના જેવો જ ઉપરના બે બટન પણ ગાયબ ,

મેલી ઘેલી પેન્ટ થોડીક ફાટેલી,

રસ્તો ખોદવાવાળો મજુર હોવો જોઈએ ....

 

છોકરીએ સરસ બે વેણી નાખેલી, ફ્રોક થોડો ધોયેલો લાગતો હતો.... 


એના ચહેરા પર અતિશય આનંદ...

અને કુતૂહલવશ એ બધી જગ્યાએ આંખો મોટ્ટી મોટ્ટી કરીને, આંખો ફાડીફાડીને જોતી હતી ...

માથા પર ઠંડી હવા ફેંકતો પંખો ........ બેસવા માટે એકદમ પોચો પોચો સોફા,,,,એના માટે સુખની સીમા જાણે ...


વેઇટરે બે સ્વચ્છ ગ્લાસ એકદમ ઠંડુ પાણી મુક્યું ...


દીકરી માટે એક ઢોંસો લાવજો ને, 

એ માણસે વેઇટરને કીધુ ...

દીકરીનો ચહેરો વધુ ખીલ્યો ..


અને તમને ....


ના ના, બેટા મને કશું જ નહીં ...


ઢોંસો આવ્યો, 

ચટણી સાંભાર જુદો,

ગરમાગરમ મોટ્ટો ફુલેલો ..

છોકરી ઢોંસો ખાવામાં એકદમ મશગુલ, 

એ એની સામે કૌતુક થી જોતાં જોત઼ પાણી પીતો હતો ....


એટલામાં એનો ફોન વાગ્યો ...

આજકાલની ભાષામાં ડબ્બા ફોન...

એ મિત્રને કહેતો હતો, 

આજે દીકરીનો હેપ્પી બર્થ ડે છે ...

એને લઈને હોટેલમાં આવ્યો છું ..


નિશાળમાં પહેલો નંબર આવીશ તો, તને મોટી હોટેલમાં મસાલા ઢ઼ોંસા ખવડાવવા લઈ જઈશ, એવુ કીધું હતું...


એ ઢોંસો ખાતી હતી.. 


થોડો પોઝ ....


ના રે... બંને માટે ..તો.. કેમ.. પોસાય ?...

ઘરે દાળભાત છે ને મારા માટે ...


ગરમાગરમ ચાની ચુસકીથી દાઝતાં, હુ ભાનમાં આવ્યો ..


ગમે એવો હોય બાપ...!! 

શ્રીમંત કે ગરીબ પણ, 

દીકરીના ચહેરા પર સ્મિત જોવા માટે કાંઈ પણ કરશે ..


મેં કાઉન્ટર પર ચા અને બે ઢોંસાનુ બીલ આપ્યુ્ અને કીધુ્ ..

હજુ એક ઢોંસો અને ચા ત્યાં મોકલો ..

બીલ કેમ નહીં, એવું પૂછે તો કહેજો .... 


આજે તમારી દીકરીનો જન્મદિવસ છે ને ....

તમારી દીકરી નિશાળમાં પહેલી આવી છે ને ....

અમે તમારુ બોલેલુ સાંભળ્યું .....

માટે અમારી હોટેલ તરફથી ખાસ ....

આમ જ ભણજે બેટા ....

આનું બિલ નથી .....


પણ ....... પણ .....

*મફત આ શબ્દ વાપરતા નહી*...

*એ બાપનુ સ્વાભિમાન મારે દુ:ખવવું નહોતુ* ....!!


અને હજુ એક ઢોંસો એ ટેબલ પર ગયો ..

હુ બહારથી જોતો હતો ..

બાપ બઘવાઈ ગયેલો હતો, બોલ્યો ....


એક જ કીધુ હતુ મેં ...


ત્યારે મેનેજરે કીધુ ...


અરે, તમારી દીકરી નિશાળમાં પહેલી આવી, અમે એ સાંભળ્યુ .. 

માટે હોટેલ તરફથી આજે બંનેને ફ્રી ...


બાપાની આંખોમાં પાણી આવ્યું, દીકરીને કીધુ  ...

જો આવી જ રીતે ભણીશ તો શુ શ઼ું મળશે ....


બાપા એ વેઇટરને કીધું

આ ઢોંસો બાંધી (પાર્સલ) આપશો કે ? ...

હું અને મારી પત્ની ,અમે બન્ને અડધો અડધો ખાઈશું .... 

એને પણ કયા આવુ ખાવાનુ મળવાનું ...


અને હવે મારી આંખોમાં પણ ખળખળ પાણી આવ્યું ....


*અતિશય ગરીબાઈમાં પણ માણસાઈ જાળવતા માણસો છે હજી*  .........

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે