Skip to main content

કર્મનું ફળ કોના ખાતામાં? જાણો કેવી રીતે મળે છે તમારા કર્મોનું ફળ

 કર્મનું ફળ કોના ખાતામાં? જાણો કેવી રીતે મળે છે તમારા કર્મોનું ફળ

×××

એક રાજા બ્રાહ્મણોને પોતાના મહેલના આંગણામાં ભોજન કરાવી રહ્યા હતા. ભોજન ખુલ્લામાં તૈયાર થઈ રહ્યું હતું, એક સમડી પોતાના પંજામાં એક સાપને પકડીને મહેલની ઉપરથી જઈ રહી હતી. સાપે પોતાનો જીવ બચાવવા સમડીને ડંખ માર્યો થોડુ ઝેર નિચે રસોઇના વાસણમાં પડયું, રસોઇ ઝેરીલી થઈ ગઈ… રસોઇ બનાવનારને આ ખબર ના હતી… રસોઇ પીરસવામાં આવી અને ભોજન આરોગનાર બધાજ ભૂદેવોના મૃત્યું થયા. રાજા ખુબજ વ્યથિત થયો..અને તેને ડર લાગ્યો કે આ બ્રહ્નભં હત્યાનું પાપ તેને લાગશે.. બીજી બાજુ યમરાજ માટે કોયડો ઉભો થયો કે આ હત્યાનું પાપ કર્મ ફળ કોના ખાતામાં ઉધારવું?

(૧) રાજા જેને ખબર જ ના હતી કે ભોજનમાં ઝેર છે ? (૨) રસોઇયા કે જેઓ જાણતા ના હતા કે રસોઇ ઝેરી થઈ ગઈ છે ? (૩) સમડી જે ઝેરી સાપને લઈને મહેલ ઉપરથી નિકળી ? (૪) સાપ જેને પોતાના આત્મ રક્ષણ માટે ઝહેર ઓક્યું ?

ધણા દિવસો સુધી યમરાજાની ફાઇલમાં આ કોયડો અટકેલો રહ્યો. થોડા સમય પછી બહારગામથી ભુદેવો રાજાની મુલાકાતે આવે છે, રસ્તામાં એક મહિલાને રાજમહેલનો રસ્તો પુછે છે.મહિલા રસ્તો તો બતાવે છે પરંતુ સાથે સાથે વણમાગી સલાહ આપે છે કે ધ્યાન રાખજો અમારો રાજા ભુદેવોને ભોજનમાં ઝેર ભેળવીને મારી નાખે છે એટલે જમતા નહીં. બસ આજ વખતે યમરાજાને પાપકર્મનું ફળ કોને ખાતે ઉધારવું તે સુજી ગયું…

તરતજ તેને ફેસલો આપ્યો કે બ્રાભણોનાં મૃત્યુંનું પાપ પેલી મહિલાના ખાતામાં જશે.. યમદૂતોએ પુછયું કે મહિલાને શા માટે તેની તો આ બનાવમાં કોઇ ભૂમિકા જ નથી તો શા માટે ?ત્યારે યમરાજાએ જવાબ આપ્યો કે જયારે કોઇ પાપ કરે છે ત્યારે તે કરવાનો તેને આનંદ મળે છે..આ કિસ્સામાં ના તો રાજને કે સમીડીને કે સાપને કે રસોઇયાને આનંદ મળ્યો પરંતુ આ બનાવના વખાણ કરીને બીજાની બુરાઇ કરીને પેલી મહિલાને જરૂર આનંદ મળ્યો…અને એટલા માટે પાપકર્મનું ફળ આ મહિલાના ખાતામાં જશે.

બીજાએ કરેલા પાપની નીંદા એ પાપના વખાણ કરવા થકી કોઇ કરે છે તો તે પણ તે પાપનો ભાગીદાર બને છે. ધણી વખત આપણે વિચારીએ છીએ કે મેં તો કોઇ દિવસ કોઇ પાપ કર્યું નથી તો પછી મને સાની સજા થાય છે? આ સજા જાણે અજાણ્યે કોઇની કરેલી કુથલી નીંદા અને બુરાઇ કરવાને કારણે આપણા ખાતામાં જમા થઈ હોય છે તેનું પાપકર્મ ભોગવવાનું બને છે.

📷📷📷📷📷📷📷📷📷

બોધ:- કોઇની કુથલી, નીંદા કે બુરાઇ જાણે અજાણે કરવી નહીં… લોક સાહિત્ય વાર્તા નો આ પ્રસંગ વાંચી ને મને ખૂબ ગમ્યો માટે તમને મોકલાવ્યો.

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે