Lcd અને OLED વચ્ચે શું તફાવત છે?
આજના ટેલિવિઝન સેટ્સના સ્ક્રીન LCD/લિક્વીડ ક્રિસ્ટલ ડિસ્પ્લે ના બનેલા છે. સ્ક્રીનની પાછળ LED પેનલ હોય છે . LCD ને ઉજાળવાનું કામ તે પેનલ નું છે.લિક્વિડ ક્રિસ્ટલ નો સ્ક્રીન પોતે ધણા પડો માં વહેંચાયેલો હોય છે. સૌથી છેલ્લું પડ કાચનું પોલરાઈઝિંગ ફિલ્ટર
(A) જેના પર વિજદંડને (B)મઢી કે જડી લેવાયા હોય છે.સૌથી અગત્યનું પડ તેની આગળના લિકિવડ ક્રિસ્ટલ પદાર્થ નું (C) છે અને ત્યાર બાદ લાલ,ભુરાં અને લીલાં ફિલ્ટરો (D)વારો આવે છે. કાચનું બીજું પારદશૅક પોલરાઈઝિંગ ફીલ્ટર (E)તેમને સુરક્ષિતા રાખે છે.આમ કાચના ડબલ લેયર ને કારણે LCD ટેલિવિઝનની સ્ક્રીન સ્લેટની પાટી જેવી સપાટ બને છે. જુદી રીતે કહો તો તેને વક્રકારે બનાવી શકાતી નથી આ સમસ્યા OLD!/ઓર્ગેનિક લાઈટ - એમિટિંગ ડાયોડને નડતી નથી ,કેમ કે તેની બનાવટમાં કાચ ઊપયોગ થતો નથી સ્વરૂપ કાગળ અગર તો કાપડ જેવું છે. બટર પેપર કરતાંય પાતળાં એવાં ચાર પડો ને એકની ઊપર એક ગોઠવી તેમને સેન્ડવીચ કરી દેવાયા હોય છે.સૌથી ઉપરનું પડ
(1)કેથૉડ છે. કેથૉડ નીચે ઓર્ગેનિક અર્થાત કાર્બન પદાર્થ નું બનેલું (2) ડબલ લેયર પડ છે .આ પડનું ઉપલું લેયર ઉત્સજક છે, જયારે નીચેનું વાહક છે. વીજસપ્લ મળતાં જ ઉત્સજક પડના ઈલેક્ટ્રોન્સ વાહક પડ તરફ ઘસી જાય છે. અને એજ વખતે પ્રકાશરૂપી ફોટોન કણો મુક્ત થાય છે ઓર્ગેનિક લેયરની નીચે (3) એનોડનું પડ છે,લચીલા પ્લાસ્ટિક પદાર્થના (4)બેઝ પર બિરાજેલું હોય છે. OLEDની આવી ફોર -લેયર સેન્ડવીચની જાડાય માથાનાં વાળ કરતાં 200ગણી ઓછી છે, એટલે ગમે તેમ વાળી શકાય
Comments