હાઈસ્પિડ ટ્રેનની એડી કરન્ટ બ્રેક
ઝડપથી દોડતાં વાહનોને રોકવા માટે બ્રેકનો ઉપયોગ થાય છે. બ્રેક ઘર્ષણના સિદ્ધાંતો ઉપર કામ કરે છે સાઈકલની સાદી બ્રેક તમે જોઈ હશે બ્રેક દબાવો એટલે રબર ની બે દટ્ટી વ્હીલની ધાર પર બને તરફ દબાઈ જઈને વ્હીલને ફરતું અટકાવે છે. આ ક્રિયામાં ફરી રહેલા વ્હીલની ગતિશકિતમાં બ્રેકના ઘર્ષણથી અવરોધ સ્ત્રય છે. અને તે શક્તિ બ્રેકના રબરમાં શોષાય છે. તમે ઝડપથી ફરતા વ્હીલની બ્રેક દબાવી બ્રેક ઉપર સ્પર્શ કરશો તોતે ગરમ થયેલા લાગશે.
સામાન્ય ગતીથી ચાલતા વાહનોમાં આ બ્રેક ચાલે પરતું 300 કિલોમીટરની ઝડપે દોડતી ટ્રેનમાં આવી બ્રેક નબળી પડે હાઈસ્પિડ ટ્રેનને રોકવા માટે એડી કરન્ટને ઓળખાવો પડે . મેગનેટીઝમ અને ઈલેકટ્રીક સીટી એક જ સિક્કાની બે બાજુઓ છે બંને કુદરતી પરિબળો એકબીજાનાં પુરક છે.
ઈલેકટ્રીક કરન્ટની નજીક રાખવામાં આવેલું મેગનેટ ચક્રકાર ફરવા લાગે છે.ઈલેકટ્રીક મોટર તેનો નમૂનો છે. પરંતુ આ ઉપરાંત એક બીજો નિયમ લેન્ઝ નામના વૈજ્ઞાનિક શોધેલો.લેનડઝા નિયમ મુજબ મેગ્નનેટની નજીકથી તાંબા જેવું સુવાહક ધાતુ પસાર થાય ત્યારે તાંબામા ઈલેકટ્રીક કરન્ટ ઉત્પાદન કરે છે અને સાથે સાથે તાંબામા મેગનેટીઝમ પણ ઉતપન થાય છે એટલે બંને વચ્ચે અપાકર્ષણ થાઈ છે. એડી કરન્ટ બ્રેક નજીક ટ્રેનના પૈડાની નજીક ઇલેક્ટ્રોમેગ્નેટ ફીટ કરાયેલ હોય છે.
આ મેગનેટ ધાતુના પાટાથી એક સેન્ટીમીટરના અંતરે રહે છે. બ્રેક મારવી હોય ત્યારે આ મેગ્નનેટ સક્રીય થાય છે. અને મેગનેટીઝમ પાટા પર પણ ઈલેકટ્રીક કરંટ પેદા કરે છે. પાટા પણ એક લાંબુ મેગનેટ બની જાય છે અને અપાકર્ષણને કારણે ટ્રેન અટકી પડે છે. સંખ્યાબંધ મેગનેટ પાટા સાથે અપાકર્ષણ કરી ટ્રેનને વિરુધ્ધ દિશામાં રોકી નાખે છે. આ સળતાથી સમજવા માટેની વાટ છે પરંતુ આધુનિક ટ્રેનોમાં આ ગોઠવણી ખુબ જટિલ રીતે કરેલી હોય છે અને સફળતાપૂર્વક કામ કરે છે.
મોટા રોલર કોસ્ટરમાં પણ એડી કરન્ટ બ્રેક હોય છે. જેના કારણે તે જરૂર પડે તાત્કાલીક અટકાવી શકાય છે.
Comments