|| *પૈસાનું મહત્વ* ||
● મુશ્કેલીના સમયમાં પૈસા સિવાય કોઈનો સહારો હોતો નથી. એટલે જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકળામણ આવે ત્યારે જુની વાતો યાદ કર્યા વગર અને કોઈના ભરોસે બેસી રહ્યા વગર જેટલા જલ્દી પૈસા કમાવા માટેના હથિયાર ઉપાડશો એટલા જલ્દી મુશ્કેલ સમય માંથી બહાર નીકળી શકશો.
● સગાવહાલા અને મિત્રો બધા આશ્વાસન અને સલાહો આપશે. એ ખાલી સાંભળવું ગમશે બાકી એનાથી મુશ્કેલીનો અંત નહિ આવે, ભગવાનના સહારે જશો તો પણ કર્મ તો કરવું જ પડશે. હા એક જાતની માનસિક શાંતિ રહેશે બાકી ફક્ત પૂજા પાઠ, કર્મ કાંડ કે ધર્મસ્થાનોના ચક્કર કાપવાથી પણ એમાંથી બહાર નીકળીના શકાય.
● કોઈ કદાચ થોડી ઘણી આર્થિક મદદ કરશે તો પણ એ ક્ષણિક રાહત હશે, બાકી પહેલાં જેવી આર્થિક પરિસ્થિતિ પર પહોંચવા માટે તો કમાવા સિવાય કોઈ ઉપાય નથી.
● અનિલ અંબાણી અને અમિતાભ બચ્ચન જેવા લોકોના મિત્રો અને સગાવહાલા પણ આર્થિક સંકડામણ વખતે એમના ફોન ઉપાડતા બંધ થઇ જતા હોય તો આપણા જેવા સામાન્ય માણસ માટે તો સગાવહાલાના ખભે આપણી લાશ જ બહાર નીકળે, એટલે આવી પરિસ્થિતિ આવે તો સામાજિક જીવનના વેવલાવેડા બંધ કરીને એક જ ધ્યેય કે નીતિથી પૈસા ક્યાં કમાઈ શકાશે એમાં જ ધ્યાન આપવું, બાકી ઘરના બધા સભ્યો ભેગા બેસીને રડ્યા કરવાથી પણ એનો ઉકેલ નહિ આવે.
● લોકો હંમેશા ફરિયાદ કરતા હોય છે કે અમારા મુશ્કેલ સમયમાં કોઈ કામ ના આવ્યું. કોઈ કામ આવવાનું પણ નથી કારણ કે બધાને ખુદની જરૂરિયાતો, મર્યાદા અને અનિશ્ચિતતાઓ છે. એમાં તમને મદદ મળી રહેશે એ આશા જ રાખવી ખોટી છે.
● બીજું સૌથી મહત્વનું એ પણ છે કે કોઈને આર્થિક મદદ કરવી હોય તો આપણે ખમી શકીએ એટલી જ મદદ કરવી, કારણ કે એનું કઈ તરત પાટે નથી ચડી જવાનું. મદદ લેનાર ઈચ્છતો હોવા છતાં તમારા પૈસા નિશ્ચિત સમયે પાછા ન પણ આપી શકે. તમારે એ તૈયારી રાખવી જ રહી.
પોતે મોંઘી ગાડીઓમાં ફરતા હોય અને પૈસા તો હાથ નો મેલ છે અને જન્મ્યા ત્યારે બાળોતિયાંમાં ખિસ્સા નોહતા અને મરશો ત્યારે કફનમાં પણ ખિસ્સા નહિ હોય એવી વાતો કરતા ધર્મગુરુઓથી દૂર રેહવું, કારણ કે ભગવાનને ધૂપ-દિવા કરવા માટે અગરબત્તી લેવા જશો તો પણ કોઈ મફત નહિ આપે.
● પૈસા સર્વસ્વ નથી પણ જીવન નિર્વાહ માટે પૈસા ખુબ જરૂરી છે બાકી તો સામાજિક દુઃખો કે શારીરિક બીમારીઓ ગમે તેને આવી શકે છે. ગરીબોને નથી આવતી એવું નથી. એટલે એવા સમયે સાઇકલ પર બેઠા બેઠા રડવું એ કરતા મર્સીડીઝમાં બેઠા બેઠા રડવું વધુ સારું.
મિત્રો આ વાતનું ખોટું લગાડશો નહીં. *કડવું છે પણ સત્ય છે.*
જો આ લેખ આપને ગમ્યો હોય તો ઓછામાં ઓછી *પાંચ વ્યક્તિઓને* જરૂર ફોરવર્ડ કરજો. *જ્ઞાન વહેંચીએ તો વધે* 😊
Comments