સફળતા માટે ત્રણ બાબતો જરૂરી
જે લોકો બિઝનેસ મેનેજમેન્ટ, સેલ્સમેન લાઈન, એન્જિનિયરિંગ, ધાર્મિક સંસ્થાઓ, લેખન, અભિનય અને બીજા ક્ષેત્રો માં ટોચ ઉપર પહોંચ્યા છે એ લોકો આત્માવિકાસ માટે એમણે કરેલી યોજના ઓ પ્રમાણે જ ચાલીને ત્યાં પહોંચી શ્ક્યા છે.
કોઈ પણ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ત્રણ બાબતો હોવી જોઇએ.
એમાં સામગ્રી હોવી જોઈએ: એટલે કે શું કરવું જોઈએ.
બીજી બાબત: એમા પ્રદ્ધતિ હોવી જોઇએ -એટલે કે કેવી રીતે કરવું જોઈએ.
અને ત્રીજી બાબત એ કે તે આખરી કસોટી માં પાર ઉતરવું જોઇએ - એટલે કે એનાં પરિણામ મળવાં જોઈએ.
શું કરવું જોઈએ- એ માટે સફળતા વિશેના તમારા અંગત ટ્રેનિંગ પ્રોગ્રામમાં સફળ નિવડેલા લોકોના અભિગમ અને એમની ટેકનિકો વિશેનો અભ્યાસ નો મુદ્દો રાખવો જોઈએ.
એ લોકો કેવી રીતે સફળ બને છે?
એ લોકો અવરોધોનો કેવી સામનો કરે છે અને એને કેવી રીતે પાર કારે છે?
એ લોકો બીજાઓ પાસેથી કેવી રીતે સન્માન પ્રાપ્ત કરે કરે છે? એવી કઈ બાબત છે. જે એમને સાધાણ લોકો થી જુદા પાડે છે ?
સફળ લોકો કેવી રીતે વિચારે છે ?
આત્મવિકાસ કેવી રીતે કરવો એ બાબત પર થી તમે કેવી રીતે કામ કરવાં માગો છો, એ વિશેની પદ્ધતિ બનાવો .
એનાથી કામને દિશા મળે છે. એનો અમલ કરો અને પરિણામોને જાતે જ અનુભવો .
સફળતા વિશેના તમારા વ્યક્તિગત ટ્રેનિંગ પ્રોગ્રામ થી તમને અનેક પ્રકારના લાભ થસે
તમારી જાતને તમારે જ ટ્રેઈન કરવા ની છે. કોઈ બીજો માણસ તમારા માથે ઊભો રહીને તમારે શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે એ વિશે શીખવશે નહીં માત્ર તમે પોતે જ તમને આદેશ આપી શકશો કે કેવી રીતે ચાલવું જોઈએ.
માત્ર તમે પોતે જ તમારી પ્રગતિનું મુલ્યાંકન કરી શકશો. જ્યારે તમે તમારા રસ્તા પરથી થોડા ખસી જાઓ , તો કેવળ તમે જ તમારી ભુલ સુધારીને સાચા રસ્તા પર પાછા આવી શકશો. સો વાતની એક વાત - તમે મોટામાં મોટી સફળતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાશો એ વિશે તમારે જાતે જ તમને પોતાને ટ્રેઈન કરવાં ના છે .
તમે એક વાર ટ્રેઈન થઈ જશો, પછી તમને માત્ર નિરીક્ષણ કરતા રહેવાની સહેલી પ્રતિક્રિયામાંથી પણ ધણી બધી મુલ્યવાન બાબતો શીખવા મળે શે.
અહીં બે ખાસ સુચનો આપવાં આવ્યાં છે.એ દ્વાર તમે અવલોકન - નિરીક્ષણ કરવાની કળા શીખી શકશો.
તમે તમારા અભ્યાસ માટે સૌથી વધારે સફળ થથયેલા અને સૈથી વધારે નિષ્ફળ ગયેલા બે માણસો પંસદ કરો. પછી તમે જોતા રહો કે તમારો સફળ મિત્ર સફળતા ના સિદ્ધાંતો પર કેવી રીતે ચાલે છે.
સફળ થયેલી વ્યક્તિ ના સંપર્કથી તમને સફળતા મેળવવા ના સિદ્ધાંતો કઈ રીતે કામ કરે છે એ સમજવાની પણ તક મળે છે. તમારે સફળતા મેળવવા માટે જરૂરી પગલાં - સિદ્ધાંતોનો સતત અભ્યાસ કરતા રહેવાની ટેવ પાડવી પડશે.આપણે જેટલો વધારે અભ્યાસ કરીશું, એટલો જલદી સફળતાના માર્ગ શોધી શકીશું.
જો માણસ ધ્યાનપુર્વક કુદરતની સાથે સમન્વય સાધી શકે છે. નાં પરિણામ હંમેશા આનંદદાયક જ રહેવાનાં . પરંતુ જો તમે ધ્યાનપૂર્વક થોટ મેનેજમેન્ટ પ્રોગ્રામ ' નું પાલન કરશો તો એનાં દસ ગણાં પરિણામો જોવા મળેશે.
તમે દર -દિવસે દર-મહિને વધારે આત્મવિશ્વાસથી
ભરેલા, વધારે પ્રભાવશાળી અને વધારે ને વધારે સફળ બનાતા જશો : અને એનો તો રોમાંચ અનેરો હશે.
તમે સફળતા અને સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છો એ વાત થી વધારે સંતોષ આપે એવી બીજી કોઈ- કોઈ - બાબત હોતી નથી. અને તમારી પોતાની ક્ષમતાઓનો સૈથી વધારે લાભ લેવા જેવો બીજો કોઈ પડકાર તમારી સામે હોતો નથી.
Comments