એક મહિલાએ દવા વિના જ જીવલેણ રોગ શી રીતે મટાડ્યો ?
કેટલાક સમય પહેલા ઓશો ટાઇમ્સ' ના એક અંકમાં જીવલેણ બીમારી ના દરદીની વિતક કથા આવેલી. વિદેશમાં રહેતી એ મહિલાએ ને ખબર પડી તેમનાં રીપોર્ટ ' પોઝિટિવ ' આવીયા છે.....
તો ક્ષણભણ તો એ ડઘાઈ ગઈ. બીજી પળે સ્વસ્થ બનીને એણે વિચાર્યું કે છ મહિના માં મારું મૃત્યુ થઈ જસે છ મહિના થી વધારે હવે મારી પાસે સમય નથી. મૃત્યુની તલવાર માથે લટકી રહી છે. આથી આ છ મહિનામાં જ મારે બાકીના જીવનનો સાર-નિચોડ જાણી લેવાનો છે. બચેલા આ થોડા સમયમાં જ જે કાંઈ સારા કાર્ય થઈ શકે તે કરવાનું છે. એટલે ક્ષણ પણ ગુમાવ્યા વિના એણે ઉલ્લાસપૂર્વક જીવવાનું શરુ કર્યું. રોજ સવાર સાંજે એણે દરિયા કિનારે ફરવા નું શરૂ કર્યુ. ઘુઘવતા વિરાટ સમુદ્રને જોઈ એની અંદર પણ કશુંક વિરાત ઊમટવા લાગ્યું. એણે ખીલતાં ફૂલ ને જોયાં . નાનાં નાનાં બાળકોને દુરથી જોઈને એના જેવા જ નિશ્ચિત અને નિર્દોષ થઈ ને જીવવાનું શરુ કર્યું જીવનની પ્રત્યેક પળને એણે આનંદ અને ઉત્સવથી ભરીને જીવવાનો નિર્ણય કરી લીધો.અને પોતાને પણ આશ્ચર્ય થાઈ એ રીતે, મૃત્યુ આવે પોતાનો ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ ' નેગેટિવ આવ્યો! કેમ કે એણે પોતાના જીવનને આશા અને ઉત્સાહથી ભરી દીધું. આશા ,ઉત્સાહ અને ઉમંગ વ્યક્તિમાં રોગપ્રતિકાર શક્તિને વિકાસાવે છે અને બિમારી તો રોગપ્રતિકાર શક્તિ (ઈમ્યુનિટી ) ઘટી જવાથી જ થાઈ છે ને ?!
જેને ખ્યાલ છે કે સમય ઓછો છે તે , ઉલટાના વધુ સજાગ,વધુ ઝડપી અને જીવંત બની શકે છે અને જીવનને પણ એવા લોકો જ માણી અને જાણી શકે છે.
Comments