ડોલ્ફિન એક જળચર જીવ છે. તે ખુબ જ સુંદર અને મિલનસાર જળચર પ્રાણી છે. ધરતી પર ડોલ્ફિન 41 જેટલી પ્રજાતિઓ વસેલી છે.તેમા થી
37 જેટલી પ્રજાતિઓ દરિયામાં જોવા મળે છે.
ડોલ્ફિન દરિયા ઉપરાંત નદીમાં પણ જોવા મળે છે.
જીવ વૈજ્ઞાનિકોના મત મુજબ ડોલ્ફિનનું અસ્તિત્વ બે કરોડ વર્ષ પહેલાં નું છે . ડોલ્ફીન ની યાદશક્તિ અન્ય સમુદ્રી જીવો કરતાં સૌથી તેજ હોય છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે ડોલ્ફિન માછલી નહીં પણ એક સસ્તન પ્રાણી છે. તે ઈંડા નહીં પણ બચ્ચાં ને જન્મ આપે છે. તેમની સાંભળવા ની ક્ષમતા મનુષ્ય કરતાં દસ ગણી વધારે હોય છે.
ડોલ્ફિન ને સુગંધ કે દુર્ગંધ નો અનુભવ થતો નથી
અત્યાર સુધીમાં જોવા મળેલી સૌથી મોટી ડોલ્ફિન 32 ફુટ ની હતી તેનું વજન 9000 કિલો જેટલું હતું તેમજ સૌથી નાની જોવા મળેલી ડોલ્ફિન 4 ફૂટ ની હતી અને તેનું વજન 40 કિલોગ્રામ જેટલું હતું ડોલ્ફિન કિયારે પોતાનો ખોરાક ચાવતી નથી, તે સીધો ખોરાક ગળી જાય છે. તેની ચામડી ખૂબજ કોમળ હોય છે. તેને સામાન્ય માર વાગતા પણ તે ધાયલ થઈ જાય છે. તે હંમેશાં એક આંખ ખોલીને સુએ છે તેનું અડધું મગજ કિયારે સૂતું નથી કારણ કે જો તેનું મગજ બંધ થઈ જાય તો પાણીમાં ડૂબીને તેનું મૃત્યુ પણ થઈ શકે છે .
ડોલ્ફિન ની તરવાની જ્ઞમતા પ્રતિ કલાક 36 કિલોમીટર જેટલી હોય છે. ડોલ્ફિન દરિયાની સપાટી પર 20 ફુટ સુધી ઊંચો કુદકો લગાવી શકે છે. જ્યારે ડોલ્ફીન ને કોઈ અન્ય ડોલ્ફિનને બોલવવી હોય તો તે સીટી વગાડી તેને બોલાવે છે. મજાની વાત એ છે કે તે અરીસામાં જોઈને પોતાને ઓળખી શકે છે. તે પાણીની અંદર શ્વાસ લઈ શકતી નથી. આ કારણે તેને શ્વાસ લેવા પાણીની સપાટી પર આંવવું પડે છે. ડોલ્ફિન વધુમાં વધુ 10 થી 15 મિનિટ સુધી જ પાણીમાં રહી શકે છે. તે ખોરાકમાં દરિયામાં રહેતી નાની નાની માછલીઓ અને અન્ય નાના દરિયાઈ જીવો આરોગે છે. તેઓ હંમેશાં દરિયામાં સમુહમાં 10 થી 12 જેટલા સભ્ય હોય છે. ભારત ની ગંગા નદીમાં પણ ડોલ્ફિન જોવા મળે છે ગંગા નદીના પ્રદુષણ ને કારણે તેમની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ડોલ્ફિન નું આયુષ્ય સામાન્ય રીતે પંદર વર્ષ નું હોય છે. જોકે કેટલીક ડોલ્ફિન પચાસ વર્ષ કરતાં પણ વધારે જીવે છે.
Comments