8840 મીટર ની ઊંચાઈ ધરાવતો માઉન્ટ એવરેસ્ટ પર્વત
માઉન્ટ એવરેસ્ટ દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે.ઉયતિબેટની સીમા પર આવેલા આ પર્વત સૌથી ઊંચા પર્વત તરીકે નમના મેળવી છે. માઉન્ટ એવરેસ્ટ પર્વત દરિયાના તળીયેથી 8840 મીટર ની ઊંચાઈ ધરાવે છે. માઉન્ટ એવરેસ્ટ પર્વત તિબેટ ના સરહદી દેશ નેપાળમાં આવેલો છે. આ પર્વત પર આવાર નાવાર પવન સાથે બરફ નો વરસાદ થતો રહે છે.
પર્વતની ટોચ પર પવનની ગતી પ્રતિ કલાક લગભગ 200 માઈલ જેટલી હોય છે. માઉન્ટ એવરેસ્ટ પર્વતને નેપાળ માં સાગરમાથા કહે છે. જેનો અર્થ સ્વર્ગ ની ટોચ એવો થાઈ છે. તેમજ તિબેટમાં તેને ચોમોલંગમા કહે છે જેનો અર્થ થાય છે પર્વત ની રાણી એવો થાઈ છે. સંસ્કૃત ભાષામાં આ પર્વતને દેવગિરી પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉપરાંત આ પર્વત ને વિશ્વ નો મુગટ તરીકે સંબોધે છે. આ પર્વત લગભગ છ કરોડ વર્ષ જુનો છે. માઉન્ટ એવરેસ્ટ પર ચઢતા ઓક્સિજનનું સ્તર ઓછું થતું જાય છે. આ કારણે તેનું ચઢાણ કપરું હોય છે.
Comments