સૌથી પહેલાં કયાં શોધાઈ હતી ધડિયાળ ?
ઘડિયાળ સમય જોવા માટે વપરાય છે. ઘડિયાળ ને બે ભાગમાં વહેંચી શકાય છે .પ્રાચીન ઘડિયાળ અને આધુનિક ઘડિયાળ. પ્રાચીનકાળમાં સમય નો આધાર સુર્ય પર હતો . પહેલાં સુર્ય ને જોઈને સમયનું અનુમાન લગાવાંમાં આવતું હતું. જોકે જ્યારે વાદળાં હોય ત્યારે સમયની ગણતરી કરવી અઘરી હતી.રાતના સમયમાં ગ્રહ, નક્ષત્ર અને તારા ઓને જોઈને સમયની ગણતરી થતી હતી ,સૌથી પહેલાં ઘડિયાળની શોધ ચીનમાં થઈ હતી, જે જળ ઘડિયાળ તરીકે ઓળખાતી હતી . તેમાં એક વાસણમાં પાણી ભરવામાં આવતું હતું અને તેના તળીયે ટપકાં પડે તેટલું નાનકડું કાણું પાડવાંમાં આવતું હતું ત્યારબાદ નીચે એક ખાલી વાસણ રાખવામાં આવતું હતું તેમાં ટીપેટીપે જેટલું પાણી એકઠું થાય તેને માપીને સમય નક્કી થતો .જોકે સમય જતા પાણીની જગ્યાએ રીતીનો ઉપયોગ થવા લાગ્યો. અને ત્યારબાદ ચાવીથી ચાલતી ઘડિયાળ શોઘાઈ.હવે તો ડીજીટલ ઘડિયાળ આવી ગય છે.
Comments