તબીબી વિજ્ઞાને પુરવાર કર્યુ છે કે 80% શરીરના રોગમાં મન કારણ ભુત છે બીમારી મનની છે .દવા શરીરને કરીએ છીએ.
હાર્વર્ડ યુનિવર્સીટી માં મેડીકલ કોલેજ વિદ્યાર્થીઓને ભણાવતા ડોક્ટરો પૈકી એક ડોક્ટર મનની ધારણાના સામર્થ્ય વિશે શિક્ષણ આપતા હતા મ. તેમણે વિદ્યાર્થીઓને ચેતવણી આપી હતી કે તમે જે રોગનો અભ્યાસ કરતા હો તે રોગ તમારા શરીરમાં છે એવી કલ્પના કે વિચાર સુધ્ધાં કરશો નહિ કારણ કે તે ભયંકર છે.
અને વાત પણ સાવ સાચી છે. કેવળ રોગની કલ્પના માત્રે બીમાર પડ્યા હોય એવા દાખલાઓ રોજ-બરોજ સાંભળવા મળતા જ હોય છે.
લંડન નું હેલ્થ એન્ડ મેડિસીન સામયિક જણાવે છે કે એક હોટલના બે ઓરડાં માં બે માણસો ઊતર્યા હતાં તેમાંનો એક કોલેરાનો દર્દી હતો તે મરણ પામ્યો હતો. આ વાતને ઘણો સમય વિતી ગયો. બીજા બે ટુરિસ્ટ તે હોટેલમાં ઊતર્યા તેમાંના એક ને કોલેરાના દરદીવાળી રૂમ આપી તે વિશે કંઈ જાણતો ન હતો બીજા ને ખોટી રીતે જણાવવામાં આવ્યું કે જે રૂમ તે સુતો હતો તેમાં જ કોલેરાનો દર્દી મરણ પામ્યો હતો..... અને આશ્ચર્ય છેકે એ ટુરિસ્ટને કોલેરા વળગયો ! એ ઊલ્ટી ઓ કરવા લાગ્યો ને મૂત્યુ પામ્યો ! જયારે હકીકતે દર્દીવાળી રૂમ માં ઊતરેલ ટુરિસ્ટન તદન સ્વસ્થ હતો .
જો મનમાં કોય ભયંકર જીવલેણ રોગ પોતાને થયો છે - એવું ભુત પેસી ગયું તો સ્વસ્થ-નીરોગી શરીર પણ વિકૃત થઈ જશે .એવા રોગી ને ડોક્ટરો તબીબી સારવાર આપી શકતા નથી . એની સર્વોચ્ચ અસરકારક દવા પણ કામયાબ નીવડતી નથી .આવા મનોરોગીનું મગજ તેના હંમેશાના બળથી કામ કરતું નથી. સતત રોગના ગભરાટમાં એ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાવા લાગે છે. છેવટે મનોવૈજ્ઞાનિક એની મનની સારવાર કરે છે ભયમુક્ત થાય છે.
Comments