અલાલમા ઈકબાનો એક પ્રખ્યાત શેર છે.
'' ખદી કો કર બુલંદ ઈતના કે હર તહરીર સે પહેલે ,ખુદા બંદે સે ખુદ પુછે , બતા તેરી રઝા ક્યા હૈ ? તેને સાદો અર્થ એવો છે કે માનવી તરીકે તું તારી પોતાની જાત
ને એટલી ઊંચે લઈ જા કે તારા
પ્રારબ્ધની પ્રત્યેક વાત નક્કી કરતાં પહેલા ઈશ્વરે તને પૂછવું પડે કે ,બોલ તારું પ્રારબ્ધ કઈ રીતે નક્કી કરું? તારી ઈચ્છા શું છે ?
”થ્રી ઈડિયટ્સ” નો આમીર ખાનનો આ ડાયલોગ બચ્ચો, કાબિલ બનો કાબિલ...કામયાબી તો સાલી પીછે ભાગેગી
માનવીની વિશિષ્ટતા તેની ઈચ્છાશક્તિમાં છે. પ્રણીઓ ઈરછા કરે ખાવા પીવાની ફરવા ની લડવાની રક્ષણ કરવા ની તે માત્ર ઈચ્છા હોય છે , તેને પરિપૂર્ણ કરવા માટે ગમે તે કરવા પ્રણી તૈયાર થઈ જાય છે પરંતુ તે ગમે તે રીતે પરિપૂર્ણ થાય એટલે તેને સંતોષ મળી જાય છે પણ મનુષ્યની વાત જુદી છે. તે અમુક વસ્તુ અમુક રીતે જ કરવા માગે છે અને તેની પાછળ લાગી રહે છે. તેની ઈરછા ઘુંટાયા કરે છે અને તેમાંથી તેનાં પ્રારબ્ધનાં બંધનને ઢીલું કરી શકે તેવી ઈચ્છાશક્તિ જન્મે છે.
Comments