એક ખેડૂતને બે દિકરા હતા. બંનેને પિતાજી એ સરખા ભાગે જમીન વહેંચી આપી . મોટા ભાઈ કર્મનિષ્ઠ , જ્યારે નાના ભાઈ આળસુ, અપ્મણિક અને બિનજરૂરી નસીબમાં વધુ માનનારા હતા .
મોટાભાઇએ પોતાના ભાગમાં આવેલી જમીન બારબર ચકાસીને ગુણવત્તા મુજબ પાક નું વાવેતર કર્યુ અને આયોજન પૂર્વક મહેનત કરીને મબલક પાક પકવ્યો .નાના ભાઈ એ જમીને ની ગુણવત્તા
ચકસ્યા વગર જ ફક્ત મોટા ભાઈ નું અનુકરણ કર્યું તો પાકના ઉત્પાદન મા સફળતા ના મળી મોટાભાઈ એ આયોજનપૂર્વક કામ કરી પોતે જ પોતાનો ભગવાન બને છે. આમ દરેક વ્યક્તિ પોતે જ પોતાના માટે ભગવાન બને છે. તું જ તારો ગુરુ શા માટે બીજા પ્રભુ ને દોષ આપી જવાબદારી માથી છટકે છે. તમારા કાર્ય ની નિષ્ફળતા માટે બીજા ને દોષ ના ગણાય. નિષ્ફળતા મળે તેના કારણો શોધીને તેને યોગ્ય રીતે દુર કરવા ના પ્રયત્નો કરીશું તોજ આપણે આપણી જિંદગીને સ્વર્ગ બનાવી શકીશું
Comments