Skip to main content

✍🏻 *ખરેખર વાંચવા લાયક*

 ✍🏻 * ખરેખર વાંચવા લાયક *

એક વાર દેવરાજ ઇન્દ્ર ખેડૂતો ઉપર ક્રોધિત થયા. તેમણે નારાજ થઇને કહી દીધું, ‘આગામી બાર g સુધી હું વરસાદ નહીં વરસાવું; 

તમે પાક નહીં ઉગાડી શકો.’

       

ચિંતાતુર ખેડૂતોએ ખૂબ પ્રાર્થના કરી ત્યારે ઇન્દ્રદેવે ઉપાય બતાવ્યો, 


‘જો ભગવાન શંકર પોતાનું ડમરું બજાવશે તો વરસાદ થશે.’


ઇન્દ્રને ખબર હતી કે ખેડૂતો હવે મહાદેવ પાસે દોડી જશે, આથી તેમણે મહાદેવને જાણ કરી દીધી કે 


‘આપ ખેડૂતોને ડમરું વગાડવાની સંમતિ ન આપશો.’

    

ખેડૂતો ખરેખર ભગવાન શંકર પાસે પહોંચી ગયા પણ એમણે તો કહી દીધું, ‘ડમરું તો બાર વર્ષ પછી જ વાગશે.’ નિરાશ થયેલા ખેડૂતોએ નક્કી કરી લીધું કે બાર વર્ષ સુધી ખેતી જ નથી કરવી.

    

એક ખેડૂત એવો નીકળ્યો જેણે ખેતીકામ ચાલુ રાખ્યું. નિયમિત રીતે તે ખેતર ખેડવાનું, નીંદવાનું, વાવણીનું ઇત્યાદિ કાર્યો કરતો રહ્યો. બધા ખેડૂતો એની મજાક ઉડાવતા રહ્યા. આવું પાંચેક વર્ષ ચાલ્યાં પછી કોઇએ તે મહેનતુ ખેડૂતને પૂછ્યું, 


‘જ્યારે તને ખબર છે કે બાર વર્ષ સુદી વરસાદ નથી પડવાનો તો તારો સમય અને શક્તિ શા માટે બરબાદ કરે છે?’

    

પેલ ખેડૂતે જવાબ આપ્યો, 


‘હું પણ જાણું છું કે બાર વર્ષ સુધી ફસલ ઊગવાની નથી પણ હું મારા અભ્યાસ માટે આ કરી રહ્યો છું. જો બાર વર્ષ સુધી હું કામ કર્યા વગર બેસી રહીશ તો હું ખેતીકામ ભૂલી જઇશ, મારું શરીર પણ શ્રમ કરવાની આદત ભૂલી જશે. બાર વર્ષ પછી જ્યારે વરસાદ પડશે ત્યારે હું ફસલ ઉગાડવા માટે લાયક નહીં રહું.’

    

આ તાર્કિક ચર્ચા માતા પાર્વતી સાંભળી રહ્યાં હતાં. પેલા ખેડૂતનો તર્ક એમનાં મનમાં વસી ગયો. મા પાર્વતીએ..


 સહજતાપૂર્વક ભગવાન શિવને કહ્યું, 


‘પ્રભુ, આપ પણ બાર વર્ષ પછી કદાચ ડમરું વગાડવાનું ભૂલી જશો.’

    

ભગવાન શંકર તો ભોલેનાથ. તેઓ દેવીની વાત સાંભળીને ચિંતામાં પડી ગયા. પોતે ડમરું વગાડી શકે છે કે નહીં તે ચકાસવા માટે તેમણે ડમરું હાથમાં લીધું અને વગાડવા લાગ્યા. એ સાથે આકાશમાં ઘનઘોર વાદળો ઊમટ્યાં અને મૂશળધાર વર્ષા ચાલુ થઇ ગઇ.

    

પૃથ્વી પર માત્ર એક જ ખેતર વાવણી સાથે તૈયાર હતું. એ ખેતરમાં ભરપૂર પાક ઊગી નીકળ્યો.

    

આ કથા હાલના સમય માટે ખૂબ ઉપયોગી છે. મહામારીના આ સમયમાં તમામ પ્રકારની નકારાત્મક વાતો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આપણે આપણો વ્યવસાય ચાલુ રાખીએ, આપણી કુશળતાને ધાર કાઢતા રહીએ, આપણું જ્ઞાન વધારતા રહીએ અને આપણી ક્ષમતા દર્શાવતા રહીએ.

    

કોરોના ક્યારેક તો જવાનો જ છે. ત્યારે આપણું ખેતર ખેડાયેલું હશે તો આપણને જ કામમાં આવશે.

         

*ડો. શરદ ઠાકર*

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે